Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ વગર સાહસથી થતી પાપક્રિયા) અનવકાંક્ષપ્રત્યય ક્રિયા બે પ્રકારે છે સ્વશરીર સંબંધી અને પરશરીર સંબંધી અથવા બીજી રીતે આલોક સંબંધી અને પરલોક સંબંધી, તેમાં પોતાના શરીરને ક્ષતિ પહોંચાડવી તે સ્વશરીર સંબંધી છે અને બીજાના શરીરને ક્ષતિ પહોંચાડવી તે બીજા પ્રકારમાં છે. જયારે બીજી રીતે આ ભવમાં લોકવિરુદ્ધ ચોરી વગેરે કાર્યો કરવા, રૂપ ક્રિયા અને આર્તધ્યાન, ઇંદ્રિયોથી પરાભૂત હિંસાદિ કાર્યોમાં તત્પર તે પરલોક સંબંધી અનવકાંક્ષપ્રત્યય છે. એUોવર - નવક્ષા ( .) (ઈચ્છાનો અભાવ, સ્વશરીરાદિને વિષે અપેક્ષારહિત) અનવકાંક્ષા શબ્દ અધ્યાત્મજગતમાં ઊંડો અર્થ ધરાવે છે. પ્રત્યેક સંસારી જીવોમાં આકાંક્ષા રહેલી જ હોય છે. શ્રીમંત હોય કે ગરીબ. બધાને કોઈને કોઈ વસ્તુ અગર પદાર્થની આકાંક્ષા સતત રહેતી હોય છે. જ્યારે સંસારથી પર થયેલા મહાત્માઓ દુન્યવી આકાંક્ષાઓથી ઉપર ઊઠી ગયેલા હોય છે. અર્થાત્ તેઓ સદા-સર્વથા કોઈપણ જાતની અપેક્ષાથી રહિત જીવન જીવે છે. મUાવાય - મનવાત (ત્રિ.) (નહીં જણાયેલું, અપરિજ્ઞાત) - અત્યારે વિદ્યમાન જગતમાં જે રીતે વૈજ્ઞાનિકોએ શોધો દ્વારા પહેલાના વખતમાં અપરિજ્ઞાત હતા તેવા અનેક આશ્ચર્યજનક રહસ્યો ઉદ્દઘાટિત કર્યા છે તેના કરતાં પણ અનેકગણા રહસ્ય હજુ પણ આ બ્રહ્માંડમાં હયાત છે. જેના મૂળ આગમોમાં રહેલા છે. માવી - મનવા (ઈ.) (અત્યન્ત વૃદ્ધ, જરા પીડિત) રાજર્ષિ ભર્તુહરિએ રચેલા વૈરાગ્યશતકમાં જીવને ઉપદેશ આપતો શ્લોક છે કે, હે જીવ! તું જે કંઈ સારું કરવા માગે છે, પોતાનું હિત સાધવા માગે છે તો હમણા જ કરી લે. કારણ કે જયારે વાર્ધક્ય તારા આ દેહનો ભરડો લેશે ત્યારે તું કાંઈ જ નહીં કરી શકે. અવાય - નવયુત (ત્રિ.) (જુદું નહીં થયેલું, અભિન્ન રહેલું, એકસમાન રહેલું) સુખની ચાહના બધા જીવોને હોવી એ સ્વાભાવિક છે પણ સુખ શેનાથી પ્રાપ્ત થાય છે તે પ્રક્રિયા જયાં સુધી અજ્ઞાની જીવ જાણતો નથી ત્યાં સુધી તે આડા-અવળા ફાંફાં મારતો ફરે છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે, જ્યાં સુધી પાપ કર્મ આત્મા સાથે ચોંટેલું જ રહ્યું છે ત્યાં સુધી સુખ મળવું અસંભવ છે. એટલે અશુભકર્મ આત્માથી જુદું ન થયું હોય, અભિન્ન રહેલું હોય ત્યાં સુધી સુખની પ્રાપ્તિ થતી નથી. મUવઝ - નવઈ, વર્ષ (ન.) (સામાયિક, સાવઘયોગનું પચ્ચકખાણ કરવું તે 2. નિર્દોષ, પાપરહિત) શાસ્ત્રકારો કહે છે કે, જેમાં પાપ વિદ્યમાન હોય તે “અવદ્ય' કહેવાય છે. જેમાં મન-વચન કે કાયાથી પાપનો સર્વથા અભાવ છે તેવું સામાયિકવ્રત અનવદ્ય કહેવાય છે, એટલા માટે જ કદાચ પુણિયા શ્રાવકનું સામાયિકવ્રત પોતાની સર્વસંપત્તિ વડે પણ શ્રેણિક રાજા મોલ લઈ ન શક્યા. ધન્ય છે પુણિયા શ્રાવકને ! જેના શુદ્ધ સામાયિકની ભારોભાર પ્રશંસા ભગવાન મહાવીરે કરી હતી. अणवज्जंगी - अनवद्याङ्गी (स्त्री.) (ત નામે ભગવાન મહાવીરની પુત્રી; જેનું બીજું નામ સુદર્શના હતું, જમાલિની સ્ત્રી) अणवज्जजोग - अनवद्ययोग (पुं.) (નિર્દોષ અનુષ્ઠાન, કુશળ અનુષ્ઠાન) પાકિસૂત્રની ટીકામાં જણાવેલું છે કે, અનવઘયોગ એટલે એક જ કુશળાનુષ્ઠાન અન્ય સકળ અનવદ્યયોગોની સાથે અવ્યભિચારીપણે વર્તતું હોવાથી સર્વયોગોમાં કુશળાનુષ્ઠાન સ્વરૂપ બને છે. જે આત્માનું એકાન્ત હિત સાધે તે સર્વ અનવદ્યયોગરૂપ બને છે. અળવજય - માવતરા (સ્ત્રી) (સંવર) આવશ્યકસૂત્રની શ્રી મલયગિરિજીની ટીકામાં ઉલ્લેખ છે કે, અણસ્ય એટલે પાપનું વર્જન, તેનો ભાવ એટલે અણવર્ધતા કહેવાય 247