Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ હેઠળ પોતાનો જીવન વ્યવહાર બનાવવો જોઈએ. અત્યંતર - મનન (ન.) (એકાWક, એક જ અર્થવાળો શબ્દ) ઘણા જૈનોને પોતાના દર્શન વિષે વપરાતા પારિભાષિક શબ્દો કે શાસ્ત્રીય શબ્દો અંગે ખ્યાલ નથી હોતો. તેઓ જૈનધર્મ સિવાયના સ્યાદ્વાદસિદ્ધાંત, અનેકાન્તદર્શન કે આહંત દર્શન વગેરે જૈનધર્મના સંદર્ભમાં વપરાતા પર્યાયવાચી શબ્દોથી અપરિચિત હોય છે. અપથિ - અનર્થસ્થ (પુ.) (ભાવધનયુક્ત). ઘરની તિજોરીઓમાં અને બેંકના લોકરોમાં ભલે કરોડો રૂપિયાની સંપત્તિ પડી હોય પરંતુ, જો હૃદયમાં અતિથિ પ્રત્યે સત્કાર, વડીલો પ્રત્યેનો આદરભાવ નથી તો તેના જેવો ગરીબ બીજો કોઇ નથી. કાગળના રૂપિયા અને સોના-ચાંદી ક્યારેય સાથે નથી આવતા. સાથે આવે છે તો હૃદયમાં ઉત્પન્ન કરેલ સદૂભાવનું ધન. ઘરમાં કે ખિસ્સામાં ભલે પૈસા ન હોય પરંતુ, ચિત્ત જો મૈત્રી-દયા આદિ ભાવધિનયુક્ત હોય તો તેને આ દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ માનજો. અસ્થિવૃત્ન - મનર્થવૂડ (પુ.). (નિજગુણથી ઉપાર્જિત નામવાળો રત્નપતીનો પુત્ર) अणत्थदंडज्झाण - अनर्थदण्डध्यान (न.) (નિમ્પ્રયોજન જ હિંસાદિ કરવાનું ધ્યાન કરવું તે) આ સંસારમાં એવા લોકો પણ હોય છે કે જેઓ કોઇ કારણ વિના પણ બીજાને હેરાન ન કરે તો ચેન ન પડે. આવા લોકોને વ્યવહારમાં નારદવૃત્તિવાળા કહેવામાં આવે છે. તેઓનું ધ્યાન હંમેશાં નિપ્રયોજન જ બીજાને કેવી રીતે હેરાન કરવા તેમાં જ પરોવાયેલું હોય છે. શાસ્ત્રમાં કહેલું છે કે, આવી પ્રવૃત્તિ અને ચિત્તવૃત્તિવાળાઓ મૃત્યુ પામીને હીનકક્ષાના કહેવાતા પરમાધામી કે ફિલ્બિષિક દેવયોનિમાં પણ ઉત્પન્ન થાય છે. अणत्थफलद - अनर्थफलद (त्रि.) (સ્વ-પરને અનર્થકારી ફળ આપનાર) શ્રાવકે માત્ર પોતાના માટે જ જે આહાર બનાવ્યો હોય, તેવા શુદ્ધ અને નિર્દોષ આહારવાળી ભિક્ષા ઉત્કૃષ્ટ ભાવ સાથે સાધુને વહોરાવે. અને સામે પક્ષે સર્વ પ્રકારે દોષરહિત હોય તેવી ભિક્ષા ગ્રહણ કરે તો સાધુ અને શ્રાવક બન્ને માટે તે ભિક્ષા કર્મનિર્જરા અને પુણ્યનો બંધ કરાવનારી બને છે. પરંતુ શ્રાવક સદોષ ભિક્ષા સાધુને વહોરાવે અને સાધુ દોષિત ભિક્ષા જાણવા છતાં પણ ગ્રહણ કરે તો તે ભિક્ષા બન્નેને અનર્થકારી ફળ આપનારી બને છે. अणथमियसंकप्प - अनस्तमितसंकल्प (पुं.) (જને દિવસમાં જ ખાવાનો સંકલ્પ છે તે) ચૌદવર્ષના વનવાસ દરમિયાન લક્ષ્મણ જ્યારે પોતાના પુણ્ય પ્રતાપે રાજકન્યાને પરણીને આગળ જતાં હતા ત્યારે કન્યાએ હઠ પકડી કે, હું તમારી સાથે આવીશ. તે સમયે લક્ષ્મણે કહ્યું કે વનવાસ અતિ કઠિન છે તારા જેવી સુકોમલ કન્યાથી તે સહન નહીં થાય પરંતુ, જ્યારે વનવાસ પૂરો થશે ત્યારે ચોક્કસ તને લેવા આવીશ. કન્યાએ શંકા સાથે કહ્યું કે, તેની ખાત્રી શું? ત્યારે લક્ષ્મણ બોલ્યા, જે હું તને દગો આપું તો મને રાત્રિભોજન કરનારને જે પાપ લાગે તેટલું જ પાપ મારે માથે. વિચારી જુઓ! રાત્રિભોજનમાં કેટલું મહાપાપ હશે. આજે પણ એવા કેટલાય છે જેઓને રાત્રિભોજનનો ત્યાગ છે. ધન્ય છે તે રાત્રિભોજન ત્યાગી મહાત્માઓને. अणत्यवाय - अनर्थवाद (पुं.) ( નિધ્યયોજન બોલવું તે). પ્રવ્રયા ગ્રહણ કર્યા બાદ ચારજ્ઞાનના સ્વામી તીર્થકર ભગવંતો જ્યાં સુધી કેવલજ્ઞાન પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી મૌનને ધારણ કરનારા હોય છે. કેમ કે તેઓ જાણે છે કે છvસ્થાવસ્થામાં અસત્ય બોલાઈ જવાની સંભાવના છે. ઉત્કૃષ્ટ એકાગ્રચિત્તવાળા પરમાત્માઓ પણ જો બોલવાનું ટાળતા હોય તો નિપ્રયોજન કેટલુંય બોલનારા આપણાથી શું અસત્ય નહીં બોલાઇ જવાય? જેઓ 139