Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ આચરણામાં ઉઘત થતો નથી. મોu - ગોપડા (સ્ત્રી.) (નિસ્તુપ, તે નામનું ચીકાશ રહિત એક પેયદ્રવ્ય) બરિય - ગવર્ય (જ.) (ચોરીનો અભાવ, અચૌર્ય) વ્યક્તિને જયારે બીજાની પાસે રહેલા ભૌતિક સુખ-વૈભવના સાધનો પ્રત્યેની તીવ્રલાલસા જાગી જાય છે ત્યારે રાજદંડ, લોકનિંદા આદિ દુઃખદ પરિણામ તરફ દુર્લક્ષ્ય કરાવીને પણ આ લાલસા વ્યક્તિને ચોરી કરવા માટે પ્રેરે છે. જયારે પુરુષાર્થ તથા નસીબના આધારે પોતાની પાસે રહેલા થોડા-ઘણા સુખ-સગવડમાં પણ જે ખુશ છે તે વ્યક્તિના જીવનમાં ચોરીનો સર્વથા અભાવ હોય છે. અન્ન - મ(ા.). (પૂજા કરવી, સત્કાર કરવો, પૂજવું) જેમણે સત્યધર્મ બતાવીને આપણી ઉપર અસીમ ઉપકાર કર્યો છે તે તીર્થંકર પરમાત્માની પૂજા કરવાના 3 પ્રકારો છે. 1. અંગપૂજાપરમાત્માના અંગોને સ્પર્શપૂર્વકની પૂજા તે હવણ, ચંદન, પુષ્પ પૂજા, 2. અગ્રપૂજા- પરમાત્માની નજીક રહીને કરાતી ધૂપ, દીપાદિ પૂજા. 3. ભાવપૂજા- ભગવાનની સન્મુખ યોગ્ય અંતરે રહી ભાવપૂર્વક સ્તવનાદિ થાય તે ચૈત્યવંદનાદિ, સર્વ (ત્રિ.) (પૂજા કરનાર, પૂજક 2, લવ નામક સમયનો ભેદ વિશેષ) અર્સ ધાતુ પરથી અર્ચ' શબ્દ બને છે તે પૂજકના અર્થમાં પણ વપરાયો છે અને કાળના અનેક ભેદો પૈકીના એક ભેદ તરીકે પણ વપરાયેલો છે. કલ્પસૂત્રમાં વર્ણન આવે છે કે, લવ નામક કાળવિશેષના ભેદમાં શ્રમણ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા હતા. * ર્થ (ત્રિ.) (પૂજ્ય, પૂજનીય) દેવ અને ગુરુને આપણે પૂજય માનવાનું કારણ શું? તો કહ્યું છે કે, તીર્થકર ભગવંતોએ કોઈપણ પ્રકારની અપેક્ષા વગર આપણને સત્યમાર્ગ રૂપ ધર્મની પ્રરૂપણા કરી. તેમજ વળતર ચુકવ્યા સિવાય ક્યાંય પણ કોઈ કાર્ય થતું નથી એવા અત્યારના સમયમાં પોતાની સંપૂર્ણ સંપત્તિનો ત્યાગ કરીને, સુખ-સગવડો છોડીને એમણે સત્ય માર્ગને આપણા સુધી પહોંચાડ્યો તથા કુંભકર્ણની જેમ પોઢેલા આપણા આત્માને જગાડ્યો. એ અનન્ય ઉપકારના કારણે દેવ અને ગુરુ આપણા માટે અત્યન્ત પૂજય છે. અર્થ - પ્રત્યક્ષ (.), (ભોગવિલાસના મુખ્ય અંગરૂપ મદ્ય-માંસાદિ) દારૂ, માંસ, મધ આદિ મહાવિગઈનું સેવન પાંચેય ઇંદ્રિયોને ઉન્મત્ત બનાવી ભોગ-વિલાસની અતીવ લાલસા વધારનારું છે. જેના ફળ રૂપે નરકાદિ ગતિઓમાં ઉત્પન્ન થઈને અત્યંત દુઃખ ભોગવવું પડે છે. માટે શાસ્ત્રકારોએ ચાર મહાવિગઈના સેવનનો નિષેધ કરી ભોગોને વિશે અત્યંત વૃદ્ધિનો ત્યાગ કરવા માટે જણાવ્યું છે. अच्चंतकाल - अत्यंतकाल (त्रि.) (ઘણા લાંબા સમયવાળું, અત્યધિક કાળ) ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવ્યું છે કે, જિન ધર્મના સેવન થકી ભવ્યજીવો જન્મ-મરણના સર્વપ્રકારના અનાદિકાલીન દુઃખોને સમૂળગા નષ્ટ કરી દે છે. જયારે વિષય-લાલસાઓથી ભરેલા જીવો અસતુ માર્ગે ગમન કરવાના કારણે સમુદ્રમાં છુટા પડેલા પાટીયાની જેમ અત્યધિકકાળ વીતવા છતાં સંસારસમુદ્રમાં ગોથા ખાતા જ રહે છે. ગવંતથાવર - અત્યન્તસ્થાવર (પુ, બ્રી.) (અનાદિકાળથી સ્થાવરજાતિમાં રહેલા) વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થાધિપતિ ભગવાન ઋષભદેવની માતા મરુદેવા કે જેમને શ્રમણ બનેલા પુત્ર ઋષભ ઉપર અત્યંત સ્નેહ હોવાથી તેમની ક્ષેમકુશળતાની ચિંતાથી નિરંતર રોતા રહ્યા. જેથી તેમની આંખોના પોપચાં બંધવત્ થઈ ગયા હતાં. તે મરુદેવા 14