Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अद्विमिजापेमाणुरागरत्त - अस्थिमिञ्जाप्रेमानुरागरक्त (त्रि.) (જેનું અંતઃકરણ દઢ શ્રદ્ધાથી ભાવિત થયેલું હોય છે, જેના હાડેહાડમાં જિનધર્મ વસેલો હોય તે). કહેવાય છે કે, જયારે શ્રેણિક મહારાજાના દેહનો અગ્નિસંસ્કાર ચાલી રહ્યો હતો અને હાડકાઓ અગ્નિમાં ફૂટી રહ્યાં હતાં, ત્યારે તેમની ચિતામાંથી “વીર વીર’ શબ્દના ધ્વનિ નીકળતા હતા. ધન્ય છે તે પરમભક્ત શ્રેણિકને જેના રોમ રોમમાં પરમાત્માનું શાસન વસેલું હતું. તેઓનો આત્મા અને જીવન પરમાત્મા પ્રત્યેની દઢશ્રદ્ધાથી ભર્યું ભર્યું હતું. ટ્ટર - ગચિત (ત્રિ.) (ઇચ્છિત, અભિલષિત) સામે આપવાવાળો રાજા બેઠો હોય અને માગવાવાળો માત્ર બે-પાંચ સોનામહોર માગે તો આપણે તેને કેટલો બુદ્ધિશાળી ગણીએ? જરા પણ નહીં ને ! આપણે વિચારીએ કે, તેના ઠેકાણે હું હોઉં તો બે ચાર ગામની માલિકી માગી લઉં. બસ તેવી જ રીતે મોક્ષ જેવું સુખ આપવામાં સમર્થ સ્વયં પરમાત્મા સામે હોય અને આપણે માત્ર સંસારના તુચ્છ સુખોની વાંછા કરીએ તો તેમાં આપણી હોશિયારી કેટલી? શિત (ત્રિ.) (અસ્થિર, અવ્યવસ્થિત). તળાવના પાણીમાં ઉત્પન્ન થયેલા તરંગો પાણીની સ્વચ્છતાને ડહોળી નાખે છે. નિશાન તાકનાર તીરંદાજની અસ્થિરતા લક્ષ્ય સાધી, શકતી નથી, તેમ મોક્ષમાર્ગના સાધક શ્રમણના ચિત્તમાં ઉત્પન્ન થયેલી સંયમ પ્રત્યેની અસ્થિરતા તેને સંયમ માર્ગથી ભ્રષ્ટ કરે છે અને શાશ્વત મોક્ષસુખથી તેને વંચિત રાખે છે. अट्ठियकप्प - अस्थितकल्प (पुं.) (તે નામનો આચાર, વચ્ચેના બાવીસ તીર્થકરોના સાધુઓ માટેનો આચાર-કલ્પ) પ્રથમ અને અંતિમ તીર્થકરોના સાધુઓ માટેની આચારમયદા પ્રથમથી જ નિશ્ચિત કરેલી હોવાથી તેઓએ તે પ્રમાણે જ પાલન કરવું પડે છે. આથી તેઓનો સ્થિતકલ્પ હોય છે. જ્યારે વચ્ચેના બાવીસ તીર્થંકરો માટે મર્યાદા બાંધેલી ન હોવાથી તેઓ અતિકલ્પી કહેવાય છે. જેમ કે, તેઓ એક જ સ્થાને મહિનાઓથી વધારે રહેવું હોય તો રહી શકે છે, તેમને રાજપિંડ ખપે છે, અતિચાર ન લાગ્યા હોય તો પ્રતિક્રમણ ન કરે તો ચાલે, વસ્ત્રો કોઇપણ કલરના પહેરી શકે છે વગેરે. દિયq () - સ્થિતાત્મન્ (ત્રિ.) (અસ્થિર સ્વભાવવાળો, જેનું ચિત્ત અસ્થિર છે એવો) કાઉસગ્ગ ધ્યાને રહેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિ જયારે દુખ દૂતના મુખેથી પોતાના પુત્ર અને રાજય પર આપત્તિ જાણીને ક્રોધિત થઈ તેઓ સ્વયં સાધુ છે તે પણ ભૂલી ગયા અને તેમનો આત્મા સંયમમાર્ગથી વિચલિત થઈ ગયો. અસ્થિર આત્માવાળા રાજર્ષિએ સાતમી નરક જેટલા કર્મ બાંધી દીધા. જ્યારે તેમને પોતાનું સાધુપણું સાંભર્યું ત્યારે અપૂર્વપશ્ચાત્તાપ દ્વારા સર્વે કર્મો બાળી નાખીને નિષ્કલંક, સર્વદર્શી એવું કેવલજ્ઞાન પામ્યા. ચિત્તમાં ઉત્પન્ન થયેલી એક અસ્થિરતા આત્માને અધઃપતનની ઊંડી ખાઇ તરફ કેટલું ધકેલી દે છે તે જાણવા જેવું છે. अट्ठिसरक्ख - अस्थिसरजस्क (पु.) (કાપાલિક, અઘોરી, યોગીવિશેષ) દિહીં - સ્થિા () (શરીરને સુખકારી ચંપી, શરીરના અવયવ દબાવવા તે) શ્રમણધર્મ એ કષ્ટસાધ્ય ધર્મ છે આથી જ તો તેને લોઢાના ચણા ચાવવા જેવો કહેલો છે. શ્રમણપણું સ્વીકારેલા આત્માએ તમામ પ્રકારની સખસામગ્રીનો ત્યાગ અને કષ્ટોનો સ્વીકાર કરવાનો હોય છે. યાવતુ ઉપસર્ગ અને પરિષહોને સહન કરતાં શરીર દુઃખે તો તેને બીજા પાસે દબાવવાનો પણ નિષેધ છે. શરીરને સુખ ઉત્પન્ન કરનાર શરીરની ચંપી સંયમધર્મ માટે વિન્નુરૂપ કહેલી છે. 208