Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ બધાની ના પાડી હોય. કિંતુ જેના દ્વારા શાસનહીલના અને ધર્મનિંદા થતી હોય તેવું કાર્ય તો ક્યારેય ન કરે. આથી સ્વદેહ પ્રત્યે નિરાગી મુનિને શરીરલાને ઢાંકવા વસ્ત્રધારણનો શાસ્ત્રાદેશ છે. સ્તનમ્ (ત્રિ.) (શુદ્ધ, નિર્મલ) અનુદ્ધ - મર્થનુણ્ય (નિ.) (લોભી, લાલચી) માણસ વિચારે છે કે, ભોગવિલાસ કરવા હશે તો પૈસાની જરૂર પડશે. આથી આખી જીંદગી પૈસો મેળવવા માટે ભૂખ્યો ને તરસ્યો રઝળ્યા કરે છે. યાવતુ તે પોતાની તબિયત સામે પણ જોતો નથી. દુખની સાથે કહેવું પડે છે કે વ્યક્તિ જયારે ભોગ ભોગવવા માટે શરીર સક્ષમ હતું ત્યારે તેને છોડીને પૈસા પાછળ ભાગ્યો અને જયારે પૈસો ભેગો થયો ત્યારે તેને ભોગવવાની શારીરિક ક્ષમતા ચાલી જાય છે. તેના કરતાં લાલચનો ત્યાગ કરીને સંતોષ સાથે સુખી જીવન જીવવું શું ખોટું? મથવું - અર્થવ (a.) (પચ્ચીસમું મુહૂર્ત) સ્થિતિ -- અર્થપત્તિ (કું.) (ધનવાન, ધનાઢ્ય) ધનાઢ્ય અને ગુણાત્ય હોવામાં આસમાન જમીનનું અંતર છે. શુભકાર્યવશ પુણ્યનો બંધ થવાથી ધનની પ્રાપ્તિ દ્વારા વ્યક્તિ ધનાઢ્ય થઈ શકે છે, કિંતુ ગુણાક્ય થવા માટે તો માત્ર સત્કર્મોનું ઉપાર્જન અને અશુભ કર્મોનો ક્ષયોપશમ જ કામ આવશે. માવાવ - અર્થવા (ઈ.) (ગુણવર્ણનવાદ 2. દોષવર્ણનવાદ) વિશેષાવશ્યકભાષ્યમાં અર્થવાદ બે પ્રકારે કહેલા છે. 1. સ્તુતિ અર્થવાદ 2. નિંદા અર્થવાદ. કોઈ વ્યક્તિ કે વસ્તુના ગુણોને પ્રધાન કરીને તેની પ્રશંસા કરવી તે ગુણકીર્તનરૂપ સ્તુતિ અર્થવાદ છે. જ્યારે તેવી જ કોઇ વસ્તુ આદિના દોષોને આગળ કરીને તેના દોષવર્ણનરૂપ નિંદા કરવી તે નિંદા અર્થવાદ છે. अत्थविगप्पणा - अर्थविकल्पना (स्त्री.) (અર્થના ભેદોને જોવા તે અર્થના ભેદોની વિકલ્પના કરવી) અભ્યાસુ મુમુક્ષુ ગુરુ ભગવંત પાસેથી સૂત્રો અને અર્થોનું પ્રથમ અધ્યયન કરે અને ત્યારબાદ ભણેલા સૂત્રોના જેટલા પણ અર્થો થતા હોય તે બધા અર્થોનું ચિંતવન કરે,મનન કરે. તેમાંથી અંતે જે યુક્તિસંગત અર્થ હોય તેને સ્વપ્રજ્ઞામાં ધારણ કરી રાખે. अस्थविणय - अर्थविनय (पुं.) (વિનયનો એક ભેદ) વિજય - ૩થવિનિશ્ચય (પુ.) (અર્થનો નિર્ણય કરવો તે, પદાર્થનો યથાર્ય નિર્ણય-નિશ્ચય). શાસ્ત્રમાં સ્વાધ્યાયના પાંચ પ્રકારમાં એક પ્રકાર આવે છે અનુપ્રેક્ષા. પોતે જે સૂત્રાર્થ ભણ્યા હોય તેના અર્થોનું સ્વમતિ અનુસાર કલ્પના કરે તે ચિંતન અનુપ્રેક્ષા બને છે. પરંતુ સ્વયં જે અર્થોનું ચિંતન કર્યું છે તે યોગ્ય છે કે અયોગ્ય તેના નિર્ણય માટે પોતે કરેલું ચિંતન ગુરુદેવ આગળ રજુ કરે અને ગુરુભગવંતની સમ્મતિ મેળવીને ક્ષતિઓને દૂર કરીને તટસ્થ રીતે અર્થને ધારી રાખે તે અર્થવિનિશ્ચય કહેવાય છે. વિUTI - ૩અર્થવિજ્ઞાન (જ.) (બુદ્ધિના આઠ ગુણોમાંનો એક ગુણ) ધર્મસંગ્રહ ગ્રંથના પ્રથમ અધિકારમાં ફરમાવ્યું છે કે, મૂઢતા, શંકા-કુશંકા અને મતિવિભ્રમના ત્યાગપૂર્વક, ઉહાપોહના યોગથી ઉત્પન્ન થનાર જ્ઞાનને અર્થવિજ્ઞાન કહેવાય છે. આ અર્થવિજ્ઞાન બુદ્ધિના આઠ ગુણોમાંનો એક ગુણ છે. 396