Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ - મતતિ (ત્રિ.) (શ્રુતિરહિત, અસમર્થ) યુદ્ધમાં, કુસ્તીમાં કે સામાન્ય લડાઇમાં શારીરિક બળે શત્રુને પરાજય કરનારા વીરો તો આ જગતમાં ઘણા બધાં છે. પરંતુ મહાવીર તો કોઈક વિરલા જ હોય છે. કેમ કે મહાવીર બનવા માટે ક્ષમતાની નહીં સમતાની જરૂર પડે છે. જે ક્ષમા માગવામાં અને આપવામાં અસમર્થ છે તેઓ ક્યારેય મહાવીર બની શકતા નથી. મUT - મન (1) (આહાર, ભોજન) આહાર શબ્દ મ+હશબ્દ પરથી બનેલ છે. જે તમારી ભૂખના દુઃખનું ઉપશમન કરે તે આહાર કહેવાય છે. જો તમે માત્ર ભૂખની શાંતિ માટે આહાર લો છો તો તે ચોક્કસ તમારી સુધાના દુઃખને હરશે. પરંતુ તમે આહારની આસક્તિમાં પડ્યા તો તમારી ભૂખ હરણ કરવાની સાથે તમને ભવાંતરમાં મળનારા ભોગસુખોનું પણ હરણ કરી લેશે. માટે આ વાત યાદ રાખજો . અUT - 3 (ત્રિ.) (આકુળ થયેલું, વિષાદ કરેલું) શરીરમાં સામાન્ય શરદી કે તાવ ભરાતા વ્યક્તિ બેબાકળી બની જાય છે. આકુળ-વ્યાકુળ થાય છે ને તરત જ બિમારીને દૂર કરવાના ઉપાયોમાં પ્રવૃત્ત થઇ જાય છે. કિંતુ પોતાના આત્મામાં રાગ, દ્વેષ, મોહ, કષાય વગેરે ભયંકર રોગો રહેલા હોવા છતાં ક્યારેય તેનાથી આકળતા થઇ છે ખરી? તેને દૂર કરવાના ઉપચારો કર્યા છે ખરા? મહત્ત (for)- અત્ત (2i.) (નહીં આપેલું, અદત્તના ગ્રહણરૂપ આશ્રવનો ત્રીજો ભેદ) જે વસ્તુ અપાઇ નથી કે આપવા માટે માલિકની મરજી નથી તેવી વસ્તુ સાધુએ કે ગૃહસ્થ પૂછળ્યા વિના લેવી જોઈએ નહિ. કેમ કે તેમ કરવામાં તેના માલિકને અપ્રીતિ અને નારાજગી થવાનો સંભવ છે. અને વળી અદત્તને ગ્રહણ કરતાં જે કર્મોનો બંધ થાય છે તેમાં દંડનીય તે સાધુ કે ગૃહસ્થનો આત્મા જ બને છે. મહત્ત (લિuT) હર (m) - અત્તર(ત્રિ.) (ચોર, પરદ્રવ્યનું હરણ કરનાર) પરમાત્માના કલ્યાણક નિમિત્તે દેવો તેમના ગૃહમાં જે ધનની વૃદ્ધિ કરે છે, તે ધન એવું લાગે છે કે જેનું કોઇ માલિક ન હોય, જેની આગળ-પાછળ કોઇ ન હોય અને મૃત્યુ પામેલું હોય. કેમ કે દેવો પણ માને છે કે જે દ્રવ્ય અન્યની માલિકીનું છે તેનું હરણ કરવું તે પાપ છે. આવું પરદ્રવ્યનું હરણ કરનારને લોકમાં નિંદાપાત્ર ગણેલો છે. દ્રતા (લિઇUTI) UT - ૩મવત્તાવાન (જ.) (નહીં આપેલી વસ્તુનું ગ્રહણ કરવું તે, તીર્થંકર-જીવ-ગુરુ-સ્વામીએ ન આપેલી સચિત્ત કે અચિત્ત વસ્તુ લેવી તે, અદત્તાદાન) સ્થાનાંગસૂત્રના પ્રથમ સ્થાનના પહેલા ઉદેશામાં કહેવું છે કે સચિત્ત અને અચિત્ત વસ્તુને આશ્રયીને અદત્તાદાન ચાર પ્રકારે છે. 1. જીવ અદત્ત 3. તીર્થંકર અદત્ત અને 4. ગુરુ અદત્ત. પાપભીરુ આત્માએ આ ચારેય પ્રકારના અદત્તાદાનનો ત્યાગ કરવો જોઇએ. જે અદત્તાદાનનો ત્યાગ કરે છે તેને ભવાન્તરમાં અમાપ સમૃદ્ધિઓનું સૌભાગ્ય મળે છે. વત્તા (લિઇUIT) સાિિરયા - 3 વત્તાનશિયા (ત્રી.) (પોતાના માટે અદત્ત વસ્તુનું ગ્રહણ કરવું, સ્વામી જીવ ગુરુ અને તીર્થકર આ ચારે દ્વારા ન અપાયેલી વસ્તુને ગ્રહણ કરવી તે) अदत्ता (दिण्णा) दाणवत्तिय - अदत्तादानप्रत्ययिक (पुं.) (સાતમું ક્રિયાસ્થાન, અદત્ત વસ્તુને ગ્રહણ કરવાથી આત્માં દંડાય તે). સૂત્રકતાંગ આગમના દ્વિતીય શ્રુતસ્કંધમાં જણાવ્યું છે કે, જે જીવ સ્વનિમિત્તે, પરિવારનિમિત્તે કે અન્ય કોઇના પણ નિમિત્તે અન્યના ધનને ગ્રહણ કરે છે, બીજા પાસે કરાવે છે કે તે પ્રમાણે ગ્રહણ કરતાને અનુમોદે છે તેને અદત્તાદાનપ્રત્યયિક સંબંધી કર્મનો બંધ થાય છે. જેના કારણે જીવ પરભવમાં દારિદ્રયતાદિ દુ:ખોથી દંડાય છે. 404