Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ આવી ત્યારે ગાંધીજીએ તે બાળકને ગોળનો નિયમ આપ્યો. તેમની સેવા કરનાર ભાઇએ પૂછ્યું બાપુ આવું કેમ કર્યું ત્યારે તેમણે કહ્યું જે નિયમ હું મારામાં ઉતારી ના શકું તે બીજાને આપવાનો મને હક્ક નથી. જ્યારે હું જ ગોળ ખાતો હોઉ તો પછી બાળકને નિયમ કેવી રીતે આપી શકે. સમજી લો માત્ર ઉપદેશથી વાત નથી બનતી. अणुपालंत - अनुपालयत् (त्रि.) (નિરંતર અનુભવ કરતું 2. અનુપાલન કરતું 3, નિરંતર પ્રતીક્ષા કરતું) વૈદ્યકના ગ્રંથોમાં ઔષધ માટે કહેવાયું છે કે, " ' અર્થાત ઔષધને જેટલું વધારે ઘંટો તેટલો વધારે ગુણ કરે છે. તેવી જ રીતે જે શ્રમણ કે શ્રાવક જેટલું વધારે નિરંતર આચારોનું પાલન કરે છે, તેમના કર્મોનો હ્રાસ એટલો વધુ થાય છે અને દેવલોક કે મોક્ષરૂપ ઊર્ધ્વગતિ તરફ તેટલું વધુ પ્રયાણ થાય છે. માપા (વા) ના - અનુપાત્રન (જ.) (શિષ્ય અને ગણનું રક્ષણ કરવું તે 2. સંકટની પરિસ્થિતિમાં પણ લીધેલા વ્રતનો અત્યાગ) પેલો ચંડકૌશિક, જે એક તિર્યંચ હોવા છતાં પણ પોતાના મનોબળને ટકાવી રાખ્યું. પરમાત્મા મહાવીરથી બોધ પામીને તેણે અનશન સ્વીકાર્યું. આહાર-પાણીનો ત્યાગ કરીને પોતાના શરીરને એકદમ સ્થિર કરી દીધું. લોકો તેને નાગદેવતા સમજીને ઘી ચઢાવવા લાગ્યા. ઘીની સુગંધથી કીડીઓ અને ધીમેલ ત્યાં આવી અને તેના શરીરને ચટકા ભરી ભરીને ચારણીની જેમ ચાળી નાખ્યું છતાં પણ તે મહાત્માએ પોતાના અનશનવ્રતનો ત્યાગ ના કર્યો. ધન્ય ચંડકૌશિકના આરાધકભાવને! अणुपा (वा) लणाकप्प - अनुपालनाकल्प (पु.) (આચાર્યના અભાવમાં ગણરક્ષણ માટે કરવામાં આવતી વિધિ વિશેષ) જો શિષ્યો અને સમુદાયના અધિપતિ એવા આચાર્ય ભગવંત અચાનક કાળધર્મ પામ્યા હોય, મોહવશ શિથિલાચારી થયા હોય કે પછી રોગવશાતુ પ્રતિચિત્ત અર્થાત ભ્રમિતચિત્તવાળા થયા હોય, તો તેમના અભાવમાં શાસનની હીલના અને જિનધર્મઢષીઓથી શાસનની રક્ષા કાજે આચાર્યના સ્થાને ગુણી, જ્ઞાની અને ઉત્તમ ચારિત્રી આત્માને સ્થાપન કરવાનું શાસ્ત્રીય વિધાન છે. તેને અનુપાલનાકલ્પ કહેવામાં આવે છે. પંચકલ્યભાષ્યમાં આની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી છે. अणुपा (वा) लणासुद्ध - अनुपालनाशुद्ध (न.) (પચ્ચખ્ખાણનો એક ભેદ) સંજોગવશાત જેમાં ભિક્ષા જ દુર્લભ હોય તેવી પરિસ્થિતિમાં સાધુ અટવાયા હોય, જેમ કે કોઇ જંગલમાં, અનાવૃષ્ટિના કારણે દુર્મિક્ષ-દુકાળ હોય, સમસ્ત દેશમાં મહામારી કે મરકી ફેલાયેલી હોય તો આવા સમયે પણ જે દઢવ્રતધારી છે, જેઓ પોતાના નિયમને વળગી રહે છે તેવા મહામુનિવરોનું વ્રત-પચ્ચકખાણ અનુપાલના શુદ્ધ કહેવાય છે. મધુપત્તિ - અનુપાવ્ય ( વ્ય.). (યથા પૂર્વમાં પાળ્યું તેમ પછી પણ પાલન કરીને, નિરંતર પાલન કરીને). ચારિત્રધર્મ અંગીકાર કરીને શ્રમણજીવનનું પાલન કરવું તે વિહિતમાર્ગ છે. શાસ્ત્રોમાં કહેલું છે કે, ઉત્તમકોટીના આ ચારિત્રધર્મનું નિરંતર પાલન કરીને પૂર્વે અનંતા આત્માઓ મોક્ષે ગયા છે. વર્તમાનમાં મહાવિદેહક્ષેત્ર થકી જાય છે અને ભવિષ્યમાં પણ સાધુધર્મનું પાલન કરીને અનંતા આત્માઓ મોક્ષે જશે. તેમાં કોઇ સંદેહ નથી. अणुपालिय - अनुपालित (त्रि.) (આત્મસંયમની અનુકૂળતાથી પાળેલું 2. પ્રતિપાલિત, રક્ષિત) આચારાંગસુત્રાદિ આગમોમાં કહ્યું છે કે, ચારિત્રજીવનના પાલન માટે જે વ્રતો અને મહાવ્રતો છે તેનું નિરતિચાર પાલન કરવું. અન્યથા, સંયમવિરાધનાનો દોષ લાગે છે. પરંતુ કોઇ વખતે એવી પરિસ્થિતિ આવી જાય કે ઉત્સર્ગમાર્ગે ચાલવા જતાં ચારિત્રનો જ ઘાત થતો હોય તો તેનું રક્ષણ કરવા માટે અપવાદમાર્ગનું સેવન કરીને ચારિત્રનું પાલન કરવું તે જ વધુ હિતાવહ છે. अणुपासमाण - अनुपश्यत् (त्रि.) (પુનઃ પર્યાલોચન કરતો, વારંવાર જોતો) 318