________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૯
શુદ્ધ અંત:તત્ત્વ
આહા હા ! નયનો વિષય નિક્ષેપ છે. નયનો વિષય આ દ્રવ્ય છે. આ દ્રવ્ય પોતે નિક્ષેપરૂપ છે. દ્રવ્ય સ્વભાવ છે તે નિક્ષેપરૂપ છે-કેમકે તે જ્ઞય છે, માટે તે નિક્ષેપ થઈ શકે છે. પોતાના આત્માને દ્રવ્ય નિક્ષેપથી જોવામાં આવે તો વર્તમાનમાં તે આઠ ગુણોથી સહિત છે. ભાવિનૈગમનય સાધકને હોય છે. એટલે ભાવિમાં ઉત્પન્ન થવાની પર્યાયને વર્તમાનવત્ જાણી લ્ય તેવી તાકાત અતીન્દ્રિયજ્ઞાનમાં રહેલી છે. પર્યાયો પ્રગટ થવા પહેલા જાણી લે હોં! આ ઊંચી વાત છે.
ગુરુદેવ કહે છે–આતો અધ્યાત્મની સૂક્ષ્મ વાતો છે. ગુરુદેવ ફરમાવે છે કે-સમજાય એટલું સમજવું. બાકી નકારતો કરવા જેવો નથી. આહા! જ્યારે જીવોને સીધો આત્માથી અનુભવ થાય ને ત્યારે તેને શાસ્ત્રનું વચન અને ગુરુનું વચન ધારણામાંથી બહાર આવે છે. આહા.... હા ! મને આજ આવો અનુભવ થયો. જેવી વાત મેં ગુરુદેવ પાસેથી પણ સાંભળી હતી એવો જ આજ મને અનુભવ થયો એવી આ વાત છે આ સન્ના સંસ્કાર પણ કોઈ જુદી જાતના રહેલા છે.
[ હવે ૪૭મી ગાથાની ટીકાપૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે.]
શ્લોક - ૭૧
(અનુષ્ટ્રમ) प्रागेव शुद्धता येषां सुधियां कुधियामपि।
नयेन केनचित्तेषां भिदां कामपि वेम्यहम्।। ७१।। [ શ્લોકાર્થ-] જે સુબુદ્ધિઓને તેમ જ કુબુદ્ધિઓને પ્રથમથી જ શુદ્ધતા છે, તેમનામાં કાંઈ પણ ભેદ હું ક્યા નયથી જાણું? (તેમનામાં ખરેખર કાંઈ પણ ભેદ અર્થાત્ તફાવત નથી.) ૭૧.
શ્લોક - ૭૧ : ઉપર પ્રવચન “જે સુબુદ્ધિઓને તેમજ કુબુદ્ધિઓને પ્રથમથી જ શુદ્ધતા છે.” સમ્યગ્દષ્ટિઓને એટલે સાધક અંતરાત્માને.... તે સુબુદ્ધિઓ અને કુબુદ્ધિઓ એટલે અજ્ઞાની જીવોને, મિથ્યાષ્ટિ જીવોને, અહીં જીવોને તેમ કેમ કહ્યું? એ તો પર્યાયનો આરોપ જીવ ઉપર આપીને જીવ આવો છે તેમ ઉપચારથી કહેવામાં આવે છે. જીવ તો જેવો છે તેવો છે. જીવ સુબુદ્ધિ પણ નથી અને કુબુદ્ધિ પણ નથી. સુબુદ્ધિ પણ પરિણામનું વિશેષણ છે અને કુબુદ્ધિ પણ પરિણામનું વિશેષણ છે. તે આત્માનું વિશેષણ નથી. છતાં ઉપચારથી વ્યવહારિકજનને વ્યવહારની ભાષાથી સમજાવવામાં આવે છે. સુબુદ્ધિઓ એટલે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk