________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮
પ્રવચન નં:- ૧૧ ગાથા-૪૯ તા. ૨૩/૫/૭૯ પ્રવચન નં:- ૧૧ સ્થળ:- મુંબઈ ઝવેરી બજાર મંદિર
ગાથા - ૪૯ : ઉપર પ્રવચન આ, નિશ્ચયનય અને વ્યવહારનયના ઉપાદેયપણાનું પ્રકાશક (કથન) છે.”
આ ગાથા કેમ લીધી? કે અત્યાર સુધી શુદ્ધભાવ અધિકારમાં જીવમાં આ પર્યાય નથી, આ પર્યાય નથી, આ ભેદ નથી, આ ભેદ નથી આ ભેદ નથી, આ ભેદનથી એમ કહી અને એકલો સામાન્ય શુદ્ધભાવ આત્માને ઉપાદેયની મુખ્યતાથી કહેવામાં આવ્યો હતો. પરિણામ જીવમાં નથી એમ કહ્યું હતું. અહીં કહે છે-એ પરિણામ પરિણામમાં નથી એમ ન જાણવું. ભેદો ભેદમાં છે. ભેદને જે જ્ઞાનના શેયમાંથી ઉડાડે છે તે ભલે જૈનમતમાં રહેલો હોવા છતાં પણ સાંખ્યમતિ છે.
આ અધિકારમાં પહેલેથી કહેતા આવે છે કે-જીવમાં ઉદયાદિ ચાર પ્રકારના ભાવો નથી. આ ચાર ભાવો જીવમાં નથી એમ કહ્યું. એમ નથી કહ્યું કે આ ભાવો નથી. જીવમાં નથી તેમ કોણે જાણ્યું? જેણે જીવને જાણ્યો તેણે. જેણે જીવને જાણ્યો તેણે શું જાણ્યું? આ ઉદયાદિ ચારભાવો મારામાં નથી તેમ તેણે જાણ્યું. તો તેમાં એનું જ્ઞાન આવ્યું કે ન આવ્યું? એ વાત કરે છે.
હવે આ ગાથામાં “ઉપાદેય’ શબ્દ છે તેનાથી ભડકવા જેવું નથી. તેનો ખુલાસો કરશે અને પછી ૫૦મી ગાથામાં ફરીથી સંધિ કરશે. સ્યાદ્વાદ સાથે સુસંગત એવી દૃષ્ટિ વડે આત્માની અનુભૂતિ થાય છે-એટલે આ ગાથા લીધી.
આ નિશ્ચયનય અને વ્યવહારનયના ઉપાદેયપણાનું પ્રકાશન-કથન છે.” હવે ટીકામાં “ઉપાદેય’ શબ્દ છે. આમાં એમ આવ્યું ને કે બે નય ઉપાદેય છે તેમ લખાણમાં આવ્યું ને? (વ્યવહારનયનો આશ્રય કરીને ) બીજી લીટી જુએ તો એમ લાગે કે વ્યવહારનય પણ ઉપાદેય છે. એક તો વ્યવહારનયનો પક્ષ હોય, અને પાછું આવું વાકય આગળ કરે તો તેનો વ્યવહારનયનો પક્ષ દ્રઢ થઈ જાય છે. વળી કોઈ એકાંત નિશ્ચયનયના પક્ષપાતી જીવ પર્યાયને જ્ઞાનના શેયમાંથી સર્વથા ઉડાડે છે તે પણ જૈનદર્શનને જાણતો નથી. આ વ્યવહારનય છે તે તેના જ્ઞાનમાં ગ્રહણ કરવા યોગ્ય એટલે જાણવા યોગ્ય છે. નીચે ફૂટનોટમાં ઉપાદેયનો બહુ સારો ખુલાસો કર્યો છે.
પ્રમાણભૂત જ્ઞાનમાં એટલે જે જ્ઞાન દ્રવ્યને જાણે અને જે જ્ઞાન પોતાના ઉત્પન્ન થયેલા સ્વાશ્રિત પરિણામને પણ જાણે. પ્રમાણભૂત જ્ઞાનમાં એટલે સમ્યજ્ઞાનની વાત છે. પ્રમાણજ્ઞાનને સમ્યજ્ઞાન કહેવાય છે. તે દ્રવ્ય અને પર્યાયને એક સમયમાં યુગપ જેમ છે તેમ જાણે છે. ત્યારે તેનો અર્થ એમ ન સમજવો કે જે જાણવાનો વિષય છે તે ઉપાદેય થઈ જાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk