Book Title: Shuddhantahtattva
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 343
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૨૯૫ જાણે છે હોં ! પ્રશ્ન:- પ્રત્યક્ષ જાણે છે? ઉત્તર- હા, પ્રત્યક્ષ જાણે છે. એક જ પર્યાયનું નામ નય પણ છે અને એ જ પર્યાયનું નામ પ્રમાણજ્ઞાન પણ છે. જે વિવિક્ષાથી જ્યાં હોય ત્યાં તેમ સમજવું. પર્યાય એક છે તેનાં નામ બે છે. જ્ઞાનની તાકાત કોઈ અચિંત્ય છે. એકલું દ્રવ્યને જાણે અને પર્યાયને ન જાણે તો જ્ઞાન અધુરું રહે છે. પ્રમાણજ્ઞાન થતાં જ્ઞાન પુરું થાય છે. પ્રમાણમાં પુરું જ્ઞાન થાય છે કારણ કે-હવે તેને કાંઈ જાણવાની ઇચ્છા બાકી રહેતી નથી. કેમકે પ્રગટ થયેલો આનંદ જણાય જાય છે. વૃદ્ધિ થયેલો આનંદ જણાય જાય છે. કેમકે જ્ઞાનનો સ્વભાવ જ સ્વપરને જાણવાનો છે. એવું સામર્થ્ય સ્વભાવથી જ જ્ઞાનમાં છે. આવું સામર્થ્ય પ્રગટ થાય છે ત્યારે જ્ઞાન વિશ્રામ પામી જાય છે. તેને હવે કાંઈ ઇચ્છા રહેતી નથી. તે જ્ઞાન વિશ્રામ પામી જાય છે. કારણ કે-કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. હવે તેને વિષયનો પ્રતિબંધ છૂટી ગયો છે. જાણવાનો જેટલો વિષય હતો તેટલો મળી ગયો છે. આહા ! ઉપાદેયપણે સામાન્યને જાણે અને જાણવાપણે સામાન્ય વિશેષ બન્નેને જાણે. “ઉત્પાદ-વ્યય ધ્રુવયુક્તત્સત્ ” એવો આખો આત્મા જણાય છે. કેવળી અને શ્રુતકેવલી અનુભવ કાળે તુલ્ય છે. આહાહા ! તુલ્ય કહ્યું કે નહીં? કેવળીને દ્રવ્ય-ગુણપર્યાય ત્રણેય જણાય છે કે નહીં ? તો અનુભવ કાળે શ્રુતકેવળીને પણ કેવળી સમાન ત્રણેય જણાય છે. તે તો બિલકુલ કેવળી જ છે એમ. સમયસાર ૧૪૩ ગાથામાં લીધું છે, પછી પ્રવચનસાર ૩૪ ગાથામાં પણ એ વાત લીધી છે. જ્યારે ઉપાધિ જાય છે ત્યારે એકલું જ્ઞાન રહે છે.. જ્ઞતિ રહે છે. તે તુલ્યકાળ કેવળી માફક છે. આહાહા ! જ્ઞાનનું સામર્થ્ય કોઈ અલૌકિક છે, એ જ્ઞાનનું સામર્થ્ય જ એવું છે. જ્યાં સુધી પૂરી વસ્તુને ન જાણે ત્યાં સુધી પક્ષ રહી જાય છે. તેને વિકલ્પ ઉઠયા જ કરે છે. વિકલ્પ વિરામ ન પામે. અને આ જે ધ્યેયપૂર્વકશેય થાય છે તે તો સહજ થાય છે. પુરુષાર્થ ધ્યેયનો છે, પુરુષાર્થ જ્ઞયનો નથી. એતો સહજ તેનું ફળ આવે છે. શ્રોતા:- આપે કહ્યું ને કે કોઈ પણ સમયે કોઈને પણ પ્રમાણજ્ઞાન ઉપાદેય ન થાય. ઉત્તર:- હા, પ્રમાણજ્ઞાન બિલકુલ ઉપાદેય ન થાય. તે ત્રિકાળ નિયમ છે. એકલો સામાન્ય જ ઉપાદેય થાય છે. અને વિશેષો ય છે. જ્યારે સામાન્ય વિશેષ ઉપાદેય પણ નથી અને હય પણ નથી પરંતુ જ્ઞય છે. પ્રમાણજ્ઞાનનો જે વિષય છે તે હેય પણ નથી અને તે ઉપાદેય પણ નથી પરંતુ તે જ્ઞય છે બસ. પ્રમાણજ્ઞાન બન્નેને જાણે છે, દ્રવ્ય-પર્યાયને યુગપ જાણે છે માટે શેય થઈ ગયું ને? અનુભવમાં ધ્યેયપૂર્વક જે શય થાય છે તે આ શય છે. પ્રમાણજ્ઞાનનો વિષય હેય પણ નથી અને ઉપાદેય પણ નથી, માત્ર જ્ઞય છે. આ શેયમાં જ હેય ઉપાદેય છૂપાયેલું છે. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348