________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪
પ્રવચન નં:- ૧૧ ગાથા-પ૦ આહા... હાં.. હા ! એ ઉત્કૃષ્ટ ચારિત્રથી ભ્રષ્ટ થઈને તું અપવાદ ચારિત્રમાં આવી જઈશ. આહા ! આ બહુ ઊંચા પ્રકારની વાત છે.
જેને જાણવા માટે ઉપાદેય કહ્યું હતું તેને હવે કહે છે કે-એને જાણવામાં પણ રોકાવા જેવું નથી. કેમકે તારો ઉપયોગ અભેદને જાણતાં. જાણતાં, વળી પાછો પર્યાયને અને ભેદને જાણવા જશે તો નિર્વિકલ્પ ધ્યાનથી તું ભ્રષ્ટ થઈ જઈશ. આહા ! શુદ્ધ ઉપયોગથી ભ્રષ્ટ થઈ જઈશ. શુદ્ધ પરિણતીથી ભ્રષ્ટ ભલે ન થા, તું નહીં થા, પરંતુ શુદ્ધોપયોગથી તો તું ભ્રષ્ટ થઈશ તો તને શ્રેણી નહીં આવે.. અને તને કેવળજ્ઞાન પ્રગટ થશે નહીં. આ બહુ ઊંચા પ્રકારની વાત છે.
એ ભેદોને ભલે તું ઉપાદેયપણે ન જાણ અને ઉપેક્ષારૂપ જાણ ! પરંતુ તારો ઉપયોગ ભેદને જાણવામાં જશે ને? ત્યારે તારો ઉપયોગ અભેદમાંથી છૂટી જશે. ભલે તારી પરિણતી અભેદમાં ચોંટી છે પરંતુ ગુણસ્થાન આગળ નહીં વધે. સાતમામાં તો ઉપયોગ અંદરમાં હતો અને ઉપયોગ જો અભેદમાં ટકયો હોત તો આઠમું, નવમું, દશમું, બારમું અને તેરમું આવી જાત. પરંતુ સાતમામાંથી છટ્ટ આવ્યો તો ભેદજ્ઞાનમાં રોકાણો.. અને ભેદોને ઉપાદેય પણ નથી કરતો તેની અમને ખબર છે. કેમકે તારું છઠું-સાતમું ગુણસ્થાન તો છે. આ બહુ ઊંચા પ્રકારની વાત છે.
શું કહીએ? આહા. હા! ઉપાદેયપણે જે કહેવામાં આવ્યા હતા એટલે જાણવા માટે વિધમાન છે એમ કહેવામાં આવ્યા હતા. જાણવામાટે એટલે કે તે ભેદો છે. જેમ કેસમ્યગ્દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે, જેટલી શુદ્ધિ પ્રગટ થઈ છે તે, આનંદ છે, આનંદની વૃદ્ધિ થાય છે તેમ ભેદને જાણવાની વિવિક્ષાથી ઉપાદેય કહેવામાં આવ્યા હતા. તે જાણવાની અપેક્ષાએ કહેવામાં આવ્યા હતા. પરંતુ હવે સાંભળ! તેને પણ જાણવા રોકાવા જેવું નથી. આહા.... હા ! તેને જાણવા જઈશ ને ભાઈ ! તો શુદ્ધોપયોગ છૂટી જશે. અને શુદ્ધોપયોગ જ સાક્ષાત મોક્ષનું કારણ છે. શુદ્ધ પરિણતી પરંપરાએ મોક્ષનું કારણ છે. અને શુદ્ધોપયોગ છે તે સીધું સાક્ષાત મોક્ષનું કારણ છે. શુદ્ધ ઉપયોગ અંતરમાં ટકયો તો કેવળજ્ઞાન અંતર્મુહૂર્તમાં પ્રગટ થશે હજી તો કહે છે શુભભાવ મોક્ષનું પરંપરા કારણ છે અને સાંભળને ! જડના પરિણામ, કષાયના પરિણામ કયાંથી મોક્ષનું કારણ થાય? આ વાત તું કયાંથી લાવ્યો? તને કોઈ અજ્ઞાની સરખાઈનો ભટકાઈ ગયો છે. તારી યોગ્યતાં પણ એવી છે કે તું હા પાડવા માંડયો. તેમાં તારું અહિત થશે. સાંભળ ભાઈ !
અહીંયા કહે છે કે નિશ્ચય રત્નત્રયના પરિણામ જે પ્રગટ થયા એ ૪૯મી ગાથામાં જાણવા માટે ઉપાદેય કહ્યાં હતાં કે એ પર્યાયો વિદ્યમાન છે પરંતુ હવે એ પર્યાયનું અસ્તિત્વ જાણવા રોકાઈશ નહીં. જે રોકાઈ જઈશ તો છઠ્ઠા ગુણસ્થાને અને આહાહાહા !
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk