Book Title: Shuddhantahtattva
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 332
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates પરિશિષ્ટ - ૩ ૨૮૪ થાય છે ને ? ૫૨દ્રવ્ય ભાસે છે એટલે પાડ્યુખ થાય છે. સ્વદ્રવ્ય ભાસે તો તો પામુખ કયાંથી થાય ? તો તો ત્યાં જ ચોંટયો રહે. તો તેને છઠ્ઠું જ રહે.. સાતમું આવે જ નહીં. અને થોડો ટાઈમ છઠ્ઠ રહે તો પાંચમે આવી જાય. છઠ્ઠું પણ ટકે નહીં, કારણ કે છઠ્ઠાનો કાળ પણ પોણી સેંકડનો છે. તે છઠ્ઠામાંથી ફટ સાતમામાં જતા રહે. પરિણામ છે તે (લક્ષ ) કરીને જાણવાનો વિષય જ નથી. એ પરદ્રવ્યને જાણ્યા કરે તો શુદ્ધોપયોગ થાય જ નહીં. એટલે અમે હવે તેનાથી પરાસ્મુખ થઈએ છીએ. સ્વદ્રવ્યમાં અમારી તીક્ષ્ણબુદ્ધિ થઈ છે. પર્યાયને પરદ્રવ્ય કહીને તે વ્યવહારનયના વિષયને હૈય કહેવું છે. એટલે ૫૨દ્રવ્યની કર્તાબુદ્ધિ તો નહીં પરંતુ જ્ઞાતાબુદ્ધિ કરવાની નથી. ખરેખર અમારા જ્ઞાનનું એ જ્ઞેય નથી. કેમકે પરિણામ પરદ્રવ્ય છે. અમારા જ્ઞાનનું શેય તો સ્વદ્રવ્ય છે. આ વાત તો અલૌકિક છે. જાણવાનો નિષેધ કરવા માટે તેને પરદ્રવ્ય કહ્યું.. સમજી ગયા તમે. શ્રોતાઃ- ભાઈ ! આપે કહ્યું ને કે-પ્રગટ છે તેને જો ને ! ઉત્તર:- જે પ્રગટ છે તેને જો ને! શ્રોતા:- પ્રગટ કરવાના વિકલ્પથી એ પ્રગટ નહીં થાય. આ વાત અમે નવી સાંભળી કે–સાતમે શુદ્ધોપયોગ અને છટ્ટે શુદ્ધ પરિણતી. ઉત્ત૨:- સાતમું ગુણસ્થાન શુદ્ધોપયોગનું છે અને છટ્ટે શુદ્ધ પરિણતી છે આ વાત શાસ્ત્રોક્ત છે. શ્રોતા:- છઠ્ઠા ગુણસ્થાનમાં આવતાં જાણે શિક્ષા પડી હોય તેમ લાગે છે. ઉત્ત૨:- મુનિરાજ પરોક્ષમાં આવી ગયા, પ્રત્યક્ષ છૂટી ગયું. તમને તમારા ઘરનો હોંગકોંગનો દાખલો આપ્યો ને ? અત્યારે તમારું ઘર તમને પરોક્ષ છે પછી જ્યારે તમે પ્રવેશ કરશો ત્યારે પ્રત્યક્ષ થાય. એમ છઠ્ઠા ગુણસ્થાને તેને આત્માનું ભાન છે, જ્ઞાન તો વર્તે છે પરંતુ પાછા એ ઘરમાં અંદર પ્રવેશે છે ત્યારે પ્રત્યક્ષ થાય છે. સાધક આત્માને શુદ્ધાત્મા ઉપાદેય છે. સાધક થયા તેને શુદ્ધાત્મા જ ઉપાદેય છે. જે સાધકને ઉપાદેય હોય તે સર્વને ઉપાદેય હોય. અને સાધકને જે હૈય હોય તે કોઈને ઉપાદેય હોય નહીં. અને ઉપાદેય માને તો મિથ્યાર્દષ્ટિ થઈ જાય. અહીં ટીકામાં ટીકાકારે પદ્રવ્ય કહ્યું અને ૫૦ ગાથામાં મૂળમાં કુંદકુંદભગવાન ૫૨દ્રવ્ય કહેશે. પરદ્રવ્ય-પરભાવ અને હેય. એટલે એકલું ટીકાકારે કહ્યું છે તેમ નથી. એક મુનિરાજને આવે તે બધાને એક સ૨ખું જ હોય. પરિણામ પદ્રવ્ય છે માટે તેનો કર્તા નથી અને પદ્રવ્ય છે માટે તેનો જાણનાર નથી. પરિણામને જાણવાનું બંધ કરવા માટે ૫દ્રવ્ય કહ્યું છે. કર્તાબુદ્ધિ તો ગઈ હતી ચોથે પરંતુ અહીં તો જ્ઞાતા જ્ઞેયના વ્યવહારનો નિષેધ કરે છે. એ પરિણામ છે તે જ્ઞાનનું શૈય પણ નથી. Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348