________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૬૭
બહાર જ આવે નહીં, ભેદને જાણવા જાય જ નહીં ત્યારે કેવળજ્ઞાન થાય. ઉપયોગ ધારા વાહી બેઘડી અંદરમાં રહે તો શુક્લધ્યાનની શ્રેણી માંડીને તેને પરમાત્મપદની પ્રાપ્તિ
થાય.
અહીં કહે છે કે–તેમનામાં કાંઈ પણ ભેદ તફાવત હું કયા નયથી જાણું ? એટલે તેમની પાસે તફાવત કરનારી કોઈ નય જ નથી. આ શું કહો છો ? એકને બંધ અને એકને મોક્ષ, એક મિથ્યાર્દષ્ટિ અને એક સમ્યગ્દષ્ટિ, એકને ભેદજ્ઞાનનો સદ્ભાવ અને એકને ભેદજ્ઞાનનો અભાવ, આવું તો ઘણુંય આવે છે. શાસ્ત્રમાં બે પ્રકાર તો આવે છે. તારી નજર બે પ્રકાર ઉપર હોવાથી એક પ્રકાર ઉપર આવતી નથી. આ આવું ને આ આવું એમ જ જાણ્યા કરે છે.
અહીંયા ધર્માત્મા છે જે પરમાત્મા થવાની તૈયારીવાળા છે તે એમ ફરમાવે છે કેબે પ્રકારના જીવો અમને દેખાતા નથી. જીવ ત્રણેકાળ એક જ પ્રકારનો હોય. જીવના બે પ્રકાર કહેવા તે ઉપચાર છે. એક અપેક્ષાએ તેને આળ દીધા બરાબર છે. આહાહા ! એ જીવનું હળાહળ અપમાન કરી રહ્યો છે. જીવ ત્રણેયકાળે એક જ પ્રકારનો હોય. જેમ મોક્ષમાર્ગ એક જ પ્રકારનો હોય તેમ જીવ પણ ત્રણેયકાળ એક જ પ્રકારનો હોય. ચોથાકાળે આવો, પાંચમાકાળે આવો, છઠ્ઠાકાળે આવો એવું છે નહીં.
જેમનામાં “ પ્રથમથી જ શુદ્ધતા છે તેમનામાં કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું. જીવને જુદા પાડવાની નય મારી પાસે નથી. જુદા કયારે પાડું કે મને જીવના બે પ્રકાર ભાસતા હોય તો ! વાત જરા ઝીણી અને સૂક્ષ્મ છે, સાંભળવા જેવી છે, સમજવા જેવી અને અપનાવવા જેવી વાત છે. બે પ્રકારના જીવ જ નથી. જીવ એક જ પ્રકારનો છે.. તો હું તેમનામાં ભેદ એટલે તફાવત કઈ નયથી જાણું ? જો જીવ બે પ્રકારના હોય તો નય બે પ્રકારની હોય. આ શું કહ્યું ? જીવના જો બે પ્રકાર હોય તો તેને જાણનારી નયના બે પ્રકાર હોય, પણ જીવ તો અનાદિનો એક જ પ્રકા૨નો છે. તે એકનો બે થતો નથી તો એકનો નવ તો કયાંથી થાય?
,
આહાહા ! અનાદિ અનંત આત્મા એક અને શુદ્ધ છે. એક અને શુદ્ધ તે શબ્દો બહુ આવે છે. ‘હું એક જ્ઞાયકભાવ છું’ તેમ ‘ એક' વિશેષણ સમયસારમાં બહુ આવે છે. ‘હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમયી ખરે.”
66
શું કહે છે ? તેમનામાં કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું ? કેમકે પર્યાયને જોનારું જ્ઞાન મારી પાસે નથી. સાધક જીવ કહે છે–દ્રવ્યને જોનારું જ્ઞાન મને પ્રગટ થઈ ગયું છે. કોઈ સમ્યગ્દષ્ટિ હો કે મિથ્યાર્દષ્ટિ હો મને તફાવત લાગતો નથી. સમ્યગ્દષ્ટિ પૂજનિક છે અને મિથ્યાર્દષ્ટિ તિરસ્કાર કરવા યોગ્ય છે? તો કહે છે–ના, એ તારી ભૂલ થાય છે. એ ભાવથી તને નુકશાન થશે. વ્યવહારનયની વાતો અનેક પ્રકારની છે. જીવ મિથ્યાર્દષ્ટિ છે,
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk