Book Title: Satysa Asatya Na Rahasyo
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 7
________________ સત્ય-અસત્યના રહસ્યો સત્ય-અસત્યના રહસ્યો તમને શું વાંધો આવ્યો ?” દરેક પોતપોતાના સત્યને સત્ય કહે છે, તો આમાં સત્ય કોને કહેવું ? પ્રશ્નકર્તા : એ વ્યવહાર સત્ય અનેકાંગી છે ને ?! દાદાશ્રી : એ તો અનેકાંગી જ છે બધું. પણ એ વિનાશી છે. આ વ્યવહાર સત્ય, રિલેટિવ સત્ય માત્ર વિનાશી છે. પ્રશ્નકર્તા : તમે સાપેક્ષ સત્ય કહેવા માગો છોને ? દાદાશ્રી : હા, આ સાપેક્ષ સત્ય છે. એટલે આ જે જગતનું સત્ય છે ને, એ તો સાપેક્ષ સત્ય છે. આપણા દેશમાં નાણું ચાલતું હોય, એ નાણું બીજા દેશમાં ના ચાલે. અમુક જગ્યાએ સત્ય ગણાતું હોય, તે બીજા દેશમાં જાય ત્યારે એ સત્ય ના ગણાતું હોય. એટલે કશું ઠેકાણું જ નથી. સત્ય એટલે તો તારવણી ! તમારું સત્ય જુદું, એમનું સત્ય જુદું, પેલાનું સત્ય જુદું અને પછી કોમન સત્ય જુદું. પ્રશ્નકર્તા : આપણે જે સત્ય છે તેની નજીક પહોંચી શકીએ, પણ સત્યને પામી શકતાં નથી, એવું કહેવાય છે. દાદાશ્રી : હા, તે ન પામી શકે. આ જે સત્ય છે ને, તે બધાં પોતાનાં ‘પોઈન્ટ’નાં સત્ય છે. હવે ‘વ્ય પોઈન્ટ’ના સત્યમાંથી બહુ વિચારકોએ કોમન સત્ય ખોળી કાઢ્યું, કે કોમન સત્ય શું હોવું જોઈએ ! એ વિચારકોની શોધખોળ છે. એ જ કોમન સત્ય છે, તે કાયદારૂપે લઈ ગયા. બાકી, એ ય સત્ય નથી. એ બધું વ્યવહાર સત્ય છે. એટલે એક અંશથી માંડીને ત્રણસો સાઠ અંશ સુધીનાં બધાં સત્ય જે છે એ જાતજાતનાં સત્ય હોય અને તે મતભેદવાળાં હોય. એટલે કોઈ આને પહોંચી શકે નહીં. - જે રિયલ સત્ય છે, એમાં ફેરફાર ના હોય. ત્યાં બધા એક જ મત હોય. રિયલ સત્ય એક મતવાળું હોય. રિલેટિવ સત્ય જાતજાતના મતોવાળું હોય, એ ખરેખર સત્ય નથી. - નિશ્ચય એટલે પૂર્ણ સત્ય ને વ્યવહાર એટલે અમુક હદ સુધીનું સત્ય તહીં અસત્ ભગવાતને ત્યાં ! એટલે સત્ય અને અસત્ય, એ બેઉ ‘વસ્તુ' જ નથી. એ તો સામાજિક શોધખોળ છે. એટલે આ બધું સામાજિક છે, બુદ્ધિવાદ છે. અમુક સમાજમાં ફરી પૈણવું એ ગુનો છે અને ફોરેનવાળા એક કલાકમાં ફરી પૈણે છે, એ એને કાયદેસર ગણે. એટલે આ જુદાં જુદાં છે, એ સાપેક્ષિત વસ્તુ છે. પણ એ સત્ય અમુક કાયદાની અંદર છુપાયેલું છે. પ્રશ્નકર્તા : સત્ય અને અસત્ય જે છે, એમાં ‘એડજસ્ટમેન્ટ’ કેવી રીતે કરવું ? દાદાશ્રી : સત્ય અને અસત્ય એ બ્રાંતિજન્ય વસ્તુ છે. ભગવાનને ત્યાં એક જ છે. અને આ તો લોકોએ બે જુદું પાડ્યું છે. તમને માંસાહાર કરવો એ હિંસા છે અને મુસલમાનોને માંસાહાર કરવો એ અહિંસા છે. એટલે આ બધું ‘સજેક્ટિવ' છે અને ભગવાનને ત્યાં એક જ વસ્તુ છે, એક પુદ્ગલ જ છે. અને જેવું ભગવાનને ત્યાં છે એવું મને વર્તે છે ને એ હું તમને શીખવાડું છું. પણ આ તો લોક બધા આમાં પડ્યા, સજેક્ટમાં પડ્યા, તેથી આ બધું જ્ઞાન જતું રહ્યું. બાકી, ભગવાનને ત્યાં એવું સત્ય ને અસત્ય છે જ નહીં. આ તો વિનાશી છે બધું. આ તો એક જ વસ્તુના બે ભાગ પાડ્યા આપણે. એટલે આ બધાં સત્ય તો અસત્ય છે. આ સત્ય તો સામાજિક સ્વભાવ છે. હા, સામાજિક રચના છે. સમાજમાં સામાસામી દુ:ખ ના થાય એટલા માટે આ રચના કરેલી. પ્રશ્નકર્તા : એ પણ રિલેટિવ સત્ય જ છે ને ? દાદાશ્રી : હા, છે રિલેટિવ સત્ય ! પણ તેમાં સામાજિક રચના કરી છે કે, ‘ભાઈ, આ સત્ય ગણાય નહીં.’ તમે લીધું હોય એટલે તમે એમ કહો કે, ‘હા, મેં લીધું છે.’ અને ‘નથી લીધું” એમ બોલો તો ?! સત્ય એટલે શું ? કે જેમ બન્યું હોય એમ કહો એટલે સમાજે રચના કરી છે આ, સત્યનો સ્વીકાર કર્યો આ રીતે !

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29