Book Title: Satysa Asatya Na Rahasyo Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 5
________________ સત્ય-અસત્યતા રહસ્યો સત્ય, વિતાથી અને અવિતાથી ! પ્રશ્નકર્તા : સત્ય ને અસત્ય, આ બે વચ્ચેનો ભેદ શું ? દાદાશ્રી : અસત્ય તો અસત્ય છે જ. પણ આ જે સત્ય છે ને, એ વ્યવહાર સત્ય છે, સાચું સત્ય નથી. આ જમાઈ એ કાયમના જમાઈ ના હોય, સસરો એ કાયમનો ના હોય. નિશ્ચય સત્ય હોય એને સત્ કહેવાય, એ અવિનાશી હોય. અને વિનાશી એને સત્ય કહેવાય. આ સત્ય પણ પાછું અસત્ય થઈ જાય, અસત્ય ઠરે. છતાં સંસારિક સુખ જોઈતાં હોય તો અસત્ય પરથી સત્યમાં આવવું જોઈએ અને મોક્ષે જવું હોય તો આ સત્ય પણ અસત્ય ઠરશે ત્યારે મોક્ષ થશે ! એટલે આ સત્ય અને અસત્ય બેઉ કલ્પિત જ છે ખાલી. પણ જેને સંસારિક સુખ જોઈએ, એણે સત્યમાં રહેવું કે જેથી બીજાને દુઃખ ના થાય. પરમ સત્ય પામતાં સુધી જ આ સત્યની જરુર છે. ‘સત્'માં ત કદી ફેર ! એટલે આ જે ‘સત્ય-અસત્ય’ છે ને, આ જગતનું જે સત્ય છે ને, એ ભગવાન આગળ બિલકુલ અસત્ય જ છે, એ સત્ય જ નથી. આ બધું પાપ-પુણ્યનું ફળ છે. જગત તમને ‘ચંદુભાઈ’ જ કહે ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ત્યારે ભગવાન કહેશે, ‘ના, તમે શુદ્ધાત્મા છો.’ સત્ એક ૨ સત્ય-અસત્યના રહસ્યો જ પ્રકારનું હોય, ગમે ત્યાં જાવ તો ય. દરેક જીવમાં સત્ એક જ પ્રકારનું છે. સપ્ તો અવિનાશી છે અને આ સત્ય તો દરેકનું જુદું જુદું હોય એટલે એ વિનાશી છે. આ સત્ય એ જૂઠનાં આધારે રહેલું છે. પ્રશ્નકર્તા : તો સનાતન સત્ય નામની વસ્તુમાં આપ માનો છો ? દાદાશ્રી : સનાતન સત્ય નથી, પણ સનાતન સત્ છે. એ ‘ઈટર્નલ’(શાશ્વત) કહેવાય. મૂળ તત્ત્વ અવિનાશી છે અને એની અવસ્થા વિનાશી છે. પ્રશ્નકર્તા : તો સત્ય એટલે શું ? દાદાશ્રી : એક વ્યવહાર સત્ય, જે જગત આખામાં રિલેટિવ સત્ય તરીકે કહેવાય છે અને એક રિયલ સત્ય, એ સત્ કહેવાય છે, એ સત્ય કહેવાતું નથી. અવિનાશી અસ્તિત્વને સત્ કહે છે અને વિનાશી અસ્તિત્વને સત્ય કહે છે. ત સમાય, સત્ કશામાં.... પ્રશ્નકર્તા : તો સત્ એટલે શું ? દાદાશ્રી : સત્નો અર્થ બીજો કોઈ છે જ નહીં. સત્ એટલે કોઈ પણ વસ્તુ અવિનાશી હોય, એને સત્ કહેવાય. એનો બીજો કોઈ અર્થ જ નથી આ વર્લ્ડમાં. સત્ એકલું જ આ જગતમાં અવિનાશી છે અને તે કોઈ વસ્તુમાં સમાય એવું નથી, આ હિમાલયની આરપાર નીકળી જાય એવું છે. એને કંઈ દીવાલોનાં બંધનો કે એવાં કોઈ બંધન નડતાં નથી ! રિલેટિવ સત્યનું ઉદ્ભવસ્થાત ? પ્રશ્નકર્તા : આત્માનું એક સત્ય છે. પણ આ બીજું રિલેટિવ સત્ય, એ ઊભું કેવી રીતે થયું ? દાદાશ્રી : થયું નથી, પહેલેથી છે જ. રિલેટિવ અને રિયલ છે જ ! પહેલેથી જ રિલેટિવ છે. આ તો અંગ્રેજી શબ્દ બોલ્યો, બાકી એનું નામPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29