Book Title: Satysa Asatya Na Rahasyo
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 27
________________ સત્ય-અસત્યના રહસ્યો ૪૫ ૪૬ સત્ય-અસત્યના રહસ્યો ક્યું સાયું ? છોડે છે કે પકડે છે ? આ જે વ્યવહાર સત્ય છે. તેનો આગ્રહ એ કેટલું ભયંકર જોખમ છે ? કંઈ બધા કબૂલ કરે છે, વ્યવહાર સત્યને ? ચોરો જ ના કબૂલ કરે, લ્યો ! કેમ લાગે છે તમને ? એ કોમ્યુનિટીનો એક અવાજ છેને ?! એ સત્ય જ ત્યાં અસત્ય થઈ પડે છે !! એટલે આ બધું રિલેટિવ સત્ય છે, કશું ઠેકાણું નથી. અને એવા સત્યને માટે લોક મરી ફીટે. અલ્યા, સને માટે મરી ફીટવાનું છે. સત્ અવિનાશી હોય અને આ સત્ય તો વિનાશી છે. પ્રશ્નકર્તા : સમાં આગ્રહ હોતો જ નથી. દાદાશ્રી : સલૂમાં આગ્રહ હોય જ નહીં ને ! આગ્રહ સંસારમાં હોય. સંસારમાં સત્યનો આગ્રહ હોય. અને સત્યના આગ્રહની બહાર ગયા, એટલે પછી મતાગ્રહ કહો, કદાગ્રહ કહો, દુરાગ્રહ કહો, પછી એ બધાય હઠાગ્રહમાં જાય. પ્રશ્નકર્તા : સંસારમાં ય સત્યનો આગ્રહ ક્યાં રખાય છે !! દાદાશ્રી : સત્યનો આગ્રહ કરવા પુરતો જ છે. હમણાં અહીં આગળ ત્રણ રસ્તા આવ્યા, તો એક કહેશે, ‘આ રસ્તે ચાલો.બીજો કહેશે, “ના, આ રસ્તે.’ ત્રીજો કહેશે, “ના, આ રસ્તે ચાલો.’ તે ત્રણેવ જુદા જુદા રસ્તા બતાવે છે અને એક પોતે અનુભવી હોય તે જાણતો હોય કે “આજ રસ્તે સાચી વાત છે અને આ બે ખોટે રસ્તે છે.” તો એણે એક-બે વખત એમ કહેવું જોઈએ કે, ‘ભઈ, અમે તમને વિનંતિ કરીએ છીએ કે આ જ સાચો રસ્તો છે.” છતાં ના માને તો પોતાનું છોડી દે તે જ સાચો છે. પ્રશ્નકર્તા: પોતાનું તો છોડી દે. પણ એ જે જાણતો હોય કે આ ખોટો રસ્તો છે, તો એમાં એ સાથે કેવી રીતે જાય ? આગ્રહ છૂટ્ય, સંપૂર્ણ વીતરાગતાં દર્શત પ્રશ્નકર્તા: એટલે આ તો અસત્યનો આગ્રહ તો છોડવાનો છે, પણ સત્યનો ય આગ્રહ છોડવાનો છે ! દાદાશ્રી : હા, તેથી કહ્યું છે ને જ્યારે સત્યનો ય આગ્રહ છૂટી જાય છે, ત્યારે વીતરાગ સંપૂર્ણ ઓળખાય છે સત્યનો આગ્રહ હોય ત્યાં સુધી વીતરાગ ના ઓળખાય. સત્યનો આગ્રહ રાખવાનો નથી. જો કેવું સુંદર વાક્ય લખ્યું છે ! ચોરી-જૂઠ, વાંધો નહીં, પણ.... કોઈ ચોર ચોરી કરતો હોય, ને એ અમારી પાસે આવે ને કહે, મેં તો ચોરીનો ધંધો માંડ્યો છે તો હવે હું શું કરું ?” ત્યારે હું એને કહું કે, ‘તું કરજે, મને વાંધો નથી. પણ એની જવાબદારી આવી આવે છે. તને જો એ જોખમદારી સહન થાય તો તું ચોરી કરજે. અમને વાંધો નથી.” તો એ કહેશે કે, “સાહેબ, એમાં તમે શું ઉપકાર કર્યો ?! જવાબદારી તો મારે આવવાની જ છે.” ત્યારે હું કહું કે મારા ઉપકાર તરીકે હું તને કહી દઉં કે તું ‘દાદા’નાં નામનું પ્રતિક્રમણ કરજે કે મહાવીર ભગવાનના નામનું પ્રતિક્રમણ કરજે કે “હે ભગવાન, મારે આ ધંધો નથી કરવો છતાં કરવો પડે છે. તેની હું ક્ષમા માગું છું.’ એમ ક્ષમા માગ માગ કરજે અને ધંધો ય કર્યા કરજે. જાણીબુઝીને ના કરીશ, જ્યારે તને મહીં ઇચ્છા થાય કે ‘હવે ધંધો નથી કરવો’ તો ત્યાર પછી તું બંધ કરી દેજે. તારી ઈચ્છા છે ને, ધંધો બંધ કરવાની ? છતાં પણ એની મેળે અંદરથી ધક્કો વાગે ને કરવો પડે, તો ભગવાનની માફી માગજે. બસ, એટલું જ ! બીજું કશું કરવાનું નથી. ચોરને એમ ના કહેવાય કે ‘કાલથી ધંધો બંધ કરી દેજે.' એમાં કશું વળે નહીં. કશું ચાલે જ નહીં ને ! ‘આમ છોડી દો, તેમ છોડી દો’ એવું કશું કહેવાય નહીં. અમે કશું છોડવાનું કહીએ જ નહીં, આ પાંચમા દાદાશ્રી : જે બને એ ખરું પછી. પણ છોડી દેવાનું.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29