Book Title: Satysa Asatya Na Rahasyo
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 23
________________ સત્ય-અસત્યના રહસ્યો સત્ય-અસત્યના રહસ્યો વિવાદ થયો છે? કો'ક માણસ જરા કાચો પડી ગયો હશે ! દાદાના શબ્દો ઉપર ફરી કોઈ બોલ્યો નથી. કારણ કે આત્માની ચોખ્ખી પ્યૉર વાત છે. અને રાગ-દ્વેષી વાણીને સાચી કહેવાય ? પ્રશ્નકર્તા : ના કહેવાય, પણ વ્યવહાર સત્ય કહેવાય ને ? દાદાશ્રી : વ્યવહાર સત્ય એટલે નિશ્ચયમાં અસત્ય છે. વ્યવહાર સત્ય એટલે સામાને જો ફીટ થયું તો એ સત્ય અને ફીટ ના થયું તો અસત્ય. વ્યવહાર સત્ય તો ખરેખર સત્ય છે જ નહીં. પ્રશ્નકર્તા: આપણે સત્ય માનતા હોઈએ ને સામાને ફીટ ના થયું તો ? જવું હોય તો બધાં ય જૂઠાં છે. બધાંનું પ્રતિક્રમણ તો કરવું જ પડે. હું આચાર્ય છું, એનું ય પણ પ્રતિક્રમણ કરવું પડશે. મેં મારી જાતને આચાર્ય માન્યો એનું ય પ્રતિક્રમણ કરવું પડશે. હેય, કારણ કે હું શુદ્ધાત્મા છું. એટલે આ બધું જૂઠું છે, સબ જૂઠા, તમને એવી સમજણ પડે કે ના પડે ? આ નહીં સમજવાથી એવું કહે છે કે “હું સત્ય કહું છું.' અરે, સત્ય કહે તો કોઈ સામો અવાજ ના કરે. આ હું અહીં આગળ બોલું છું, તો સામો અવાજ આપવા કોઈ તૈયાર થાય છે? વિવાદ હોય છે? જે બોલ બોલ કરું છું એ બધાં સાંભળ્યા જ કરે છે ને ? પ્રશ્નકર્તા : હા. સાંભળ્યા જ કરે છે. દાદાશ્રી : વિવાદ નથી કરતા ને ? એ સત્ય છે. એ વાણી સત્ય છે ને સરસ્વતી છે. અને જેના સામે અથડામણ થાય એ વાણી ખોટી, સંપૂર્ણ ખોટી. પેલો સામો કહે, “અક્કલ વગરના તમે બોલ બોલ ના કરશો.’ એટલે પેલો ય ખોટો ને આ યે ખોટો અને સાંભળનારા ય ખોટા પાછાં ! સાંભળનારા કશું ના બોલ્યા હોય તે બધા ય, આખું ટોળું ખોટું. પ્રશ્નકર્તા આપણા કર્મના ઉદય એવાં હોય તો સામેવાળાને આપણું સાચું હોય તો ય ખોટું જ લાગતું હોય તો ? દાદાશ્રી : સાચું હોતું જ નથી. કોઈ માણસ સાચું બોલી શકતો જ નથી. જૂઠું જ બોલે છે. સાચું તો સામો કબૂલ જ કરે તે સાચું, નહીં તો પોતાની સમજણનું સત્ય માનેલું છે. પોતે માનેલા સત્યને કંઈ લોકો સ્વીકાર ના કરે. એટલે ભગવાને સત્ય કોનું કહ્યું? ત્યારે કહે, વીતરાગ વાણી એ સત્ય છે. વીતરાગ વાણી એટલે શું ? વાદી કબૂલ કરે અને પ્રતિવાદી યે કબૂલ કરે. એને પ્રમાણ ગણવામાં આવે. આ તો બધી રાગી-દ્વેષી વાણી, જૂઠી-લબાડી. જેલમાં ઘાલી દેવા જેવી. આમાં સત્ય હોતું હશે ? રાગી વાણીમાં ય સત્ય ના હોય ને દ્વેષી વાણીમાં ય સત્ય ના હોય. એ લાગે છે તમને, કે એમાં સત્ય હોય ? આ અમે અહીં બોલીએ છીએ, તે તમારો આત્મા કબૂલ કરે છે. અહીં વિવાદ ના હોય. આપણે અહીં કોઈ દહાડો દાદાશ્રી : ફીટ ના થયું તો એ બધું જૂઠું. અમે હઉ કહીએ છીએ ને ! કો'કને જરા અમારી વાત ના સમજાઈ હોય તો અમે એની ભૂલ નથી કાઢતા. અમારી ભૂલ કહીએ છીએ કે ‘ભઈ, અમારી એવી કેવી કેવી ભૂલ રહી કે એને ના સમજાઈ. સમજાવી જ જોઈએ.’ અમે અમારો દોષ જોઈએ. સામાનો દોષ જ ના જોઈએ. મને સમજાવતાં આવડવું જોઈએ. એટલે સામાનો દોષ હોતો જ નથી. સામાનો દોષ જુએ છે, એ તો ભયંકર ભૂલ કહેવાય. સામાનો દોષ તો અમને લાગતો જ નથી, કોઈ દહાડો લાગ્યો ય નથી. આમ થાય મતભેદતો નિકાલ ! પ્રશ્નકર્તા : દુષ્કૃત્ય સામે પણ લડવું નહીં ? અનિષ્ટ સામે ? દાદાશ્રી : લડવાથી તમારી શક્તિઓ વેડફાઈ જશે બધી. એટલે ભાવના રાખો કે નિકાલ કરવો છે. હંમેશાં ય બધું “આર્બિટ્રેશન'થી જ ફાયદો છે. બીજી ભાંજગડમાં પડવા જેવું નથી. એથી આગળ ગયા કે નુકસાન ! હવે ‘આર્બિટ્રેશન’ ક્યારે થાય ? કે બન્ને પાર્ટીના ભાવ હોય કે “અમારે નિકાલ જ કરવો છે? તો જ “આર્બિટ્રેશન’ થાય.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29