Book Title: Satysa Asatya Na Rahasyo
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 24
________________ સત્ય-અસત્યના રહસ્યો ૪૦ સત્ય-અસત્યના રહસ્યો દાદાશ્રી : હા, તો ય સારો ઉકેલ આવી જાય. મતભેદ પડે ત્યાં આપણા શબ્દો પાછા ખેંચી લેવા એ ડાહ્યા પુરુષોનો રિવાજ છે. જ્યાં મતભેદ પડે ત્યાં આપણે કહેવું કે ભીંત જોડે અથડાયા. હવે ત્યાં આગળ કોનો દોષ? ભીંતનો દોષ કહેવો ?! અને સાચી વાતને મતભેદ ક્યારેય પણ હોતો જ નથી. આપણી સાચી વાત છે અને સામાની ખોટી છે, પણ અથડામણ થઈ તો તે ખોટું છે. આ જગતમાં સાચું કશું હોતું જ નથી. સામાએ વાંધો ઉઠાવ્યો તે બધું જ ખોટું. બધી બાબતોમાં બીજા વાંધો ઉઠાવે છે ?! મારું ખરું એ જ અહંકાર ! આ તો પોતાનો “ઈગોઈઝમ’ છે કે “આ મારું ખરું છે ને પેલાનું ખોટું છે.’ વ્યવહારમાં જે “ખરું-ખોટું બોલવામાં આવે છે તે બધું ‘ઈગોઈઝમ' છે. છતાં વ્યવહારમાં કયું ખરું કે ખોટું ? જે મનુષ્યોને કે કોઈ જીવને નુકસાનકારક વસ્તુઓ છે, એને આપણે ખોટી કહીએ. વ્યવહારને નુકસાનકર્તા છે, સામાજિક નુકસાનકર્તા છે, જીવોને નુકસાનકર્તા છે, નાના જીવોને કે બીજાં જીવોને નુકસાનકર્તા છે, એ બધું આપણે ખોટું કહીએ. બીજું કશું “ખરું-ખોટુ’ હોતું જ નથી, બીજું બધું ‘કરેક્ટ' જ છે. પછી સહુ સહુનું ડ્રોઇંગ જુદું જ હોય. એ બધું ડ્રોઈગ કલ્પિત છે, સાચું નથી. જ્યારે આ કલ્પિતમાંથી નિર્વિકલ્પ ભણી આવે ને, નિર્વિકલ્પની હેલ્પ લઈ લે ને, એટલે નિર્વિકલ્પપણું ઉત્પન્ન થાય. એ એક સેકન્ડ પણ થયું કે કાયમને માટે થઈ ગયું ! તમને સમજાઈ કે આ વાત ? થયેલું છે. ભગવાનને ખોટી વસ્તુ આ જગતમાં કોઈ દહાડો લાગી જ નથી. સહુ કોઈ જે કરી રહ્યા છે એ પોતાની જોખમદારી પર જ કરી રહ્યા છે. એમાં ખોટી વસ્તુ છે નહીં. ચોરી કરી લાવ્યો, એ આગળ લોન લઈને પછી પાછી વાળશે. દાન આપે છે એ લોન આપીને પછી લેશે. આમાં ખોટું શું છે ? ભગવાનને કોઈ દહાડો ખોટું લાગ્યું નથી. કોઈ ભાઈને સાપ કેડે તો એને ભગવાન જાણે કે આ એનો હિસાબ ચૂકવ્યો. હિસાબ ચૂકવે છે, એમાં કોઈ ગુનેગાર છે જ નહીં ને ! ખોટી વસ્તુ જ નથી ને ! વિતાશીતી, પક્કડ શું ? અને પાછું આવો જે ન્યાય કરતા હોય ને, એ પક્કડવાળો હોય. ‘બસ, તારે આમ કરવું જ પડશે.” એવું જાણો તમે ? એને સત્યનું પૂછડું કહેવાય. એનાં કરતાં તો પેલો અન્યાયવાળો સારો કે ‘હા, ભાઈ તું કહે એમ.” લૌકિક સત્ય એ સાપેક્ષ વસ્તુ છે. અમુક કાળે એ અસત્ય થઈ પડે. માટે તેની તાણ ના હોય, પકડ ના હોય. ભગવાન કહેલું કે પાંચ જણ કહે તેમ માનજે ને તારી પકડ પકડીશ નહીં. જે પકડ પકડે એ જુદો. ખેંચ કરો, તો તે તમને નુકસાન ને સામાને ય નુકસાન ! આ સત્યાસત્ય એ ‘રિલેટિવ સત્ય છે, વ્યવહાર સત્ય છે, એની ખેંચ ના હોય.' આ સત્ય એ વિનાશી છે, માટે એને વળગી ના રહો. જેમાં લાત વાગે એ સત્ય જ ન્હોય. વખતે એકાદ-બે લાત વાગે, પણ આ તો લાતો વાગ્યા જ કરે. જે સત્ય આપણને ગધેડાની લાતો ખવડાવે, એને સત્ય કેમ કહેવાય ?! તેથી આપણામાં કહેવત છે ને, ગધેકા પંછ પકડા સો પકડા ! છોડે નહીં એના સત્યને !! એટલે સત્ય ને એ બધું પદ્ધતિસર હોવું જોઈએ. સત્ય કોને કહેવું એ “જ્ઞાની’ પાસે સમજી લેવાનું. અને જે સત્ય વિનાશી હોય, એ સત્યને માટે ઝઘડો કેટલો કરવો જોઈએ ? નોર્માલિટી એની હદ સુધી જ હોય ને ! જ્યાં રિલેટિવ જ છે, પછી એની બહુ ખેંચતાણ ના થાય. એ છોડી દેવાનું એટલે પૂછડું પકડી પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : હા, એક ફેરો સમજી લેવાની જરૂર કે આ ડ્રોઇંગ કેવું છે ! એ બધું ડ્રોઇગ સમજી લઈએ ને, તો પછી આપણને એના પરથી પ્રીતિ ઊઠી જાય. તથી ખોટું કશું પ્રભુને ત્યાં ! બાકી, આ દુનિયામાં જે કોઈ ખોટી વસ્તુ થયેલી જોવામાં આવે છે, એનું અસ્તિત્વ જ નથી. આ ખોટી વસ્તુનું અસ્તિત્વ તમારી કલ્પનાથી ઊભું

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29