________________
સત્ય-અસત્યના રહસ્યો
ગાળો ખાતાં પહેલાં ‘પથ્થર નીચેથી હાથ કાઢી લો' એમ કહ્યું છે ભગવાને. પથ્થર નીચેથી સાચવીને હાથ કાઢજો, નહીં તો પથ્થરના બાપનું કશું જવાનું નથી. તમારો હાથ તૂટી જશે. કેમ લાગે છે તમને ?
પ્રશ્નકર્તા : બિલકુલ બરાબર.
૨૯
દાદાશ્રી : હવે આવું ગાંડું કોણ શીખવાડે ? કોઈ શીખવાડે ? બધાં સત્યનાં પૂછડાં પકડે. અલ્યા, ન્હોય સત્ય. આ તો વિનાશી સત્ય છે, સાપેક્ષ સત્ય છે. હા, એટલે કોઈને હિંસા થતી હોય, કોઈને દુઃખ થતું હોય, કો’ક માર્યો જતો હોય, એવું ના થવું જોઈએ.
આ બાજુ માગતાવાળા બિચારા ગળે આવી ગયેલા છે અને આ બાજુ પેલો મેનેજર ગળે આવી ગયો છે, ‘તમે દસ હજાર નહીં આપો તો હું તમારો ચેક નહીં આપું.'
ત્યારે આ બીજા, સેકન્ડ પ્રકારના બહારવટીયા ! આ સુધરેલા બહારવટીઆ, પેલા સુધર્યા વગરના બહારવટીઆ !! આ સિવિલાઈઝડ બહારવટીઆ, પેલા અમ્નસિવિલાઈઝડ બહારવટીઆ !!!
સત્ય ઠેરવતાં, બને અસત્ય !
પ્રશ્નકર્તા : સત્યને સત્ય ઠેરવવા જતાં, એનો પ્રયત્ન કરવા જતાં અસત્ય બને છે.
દાદાશ્રી : આ જગતમાં વાણી માત્ર સત્યાસત્યથી બહાર છે. એને સત્યમાં લઈ જવી હોય તો લઈ જવાય, અસત્યમાં લઈ જવી હોય તો લઈ જવાય. એ બેઉ આગ્રહપૂર્વક બોલાય એવું નથી. આગ્રહપૂર્વક બોલ્યા એ પોઈઝન ! શાસ્ત્રકારોએ કહ્યું કે વધુ પડતી ખેંચ કરી માટે અસત્ય છે ને ખેંચ ના કરી માટે સત્ય છે. ને સત્યને સત્ય ઠરાવવા જશો તો અસત્ય થઈને ઊભું રહેશે, એવા જગતમાં સત્ય ઠરાવો છો ?!
માટે સત્ય-અસત્યની ભાંજગડ મૂકી દેવાની. એ ભાંજગડવાળા ત્યાં કોર્ટમાં જાય. પણ આપણે કંઈ કોર્ટમાં બેઠાં નથી. આપણે તો અહીં દુઃખ
સત્ય-અસત્યના રહસ્યો
ના થાય એ જોવાનું. સત્ય બોલતાં સામાને દુઃખ થતું હોય તો આપણને બોલતાં જ નથી આવડતું.
શોભે સત્ય, સત્યતા રૂપમાં !
૩૦
એવું છે, સત્યની હરેક જગ્યાએ જરૂર છે અને જો સત્ય હોય તો વિજય થાય છે. પણ સત્ય એના સત્યનાં રૂપમાં હોવું જોઈએ, એની વ્યાખ્યામાં હોવું જોઈએ.
પોતાનું સાચું ઠરાવવા માટે લોક પાછળ પડે છે. પણ સાચાને સાચું કરાવશો નહીં. સાચામાં જો કોઈ સામો માણસ તમારા સાચા સામે જો વિરોધ કરે તો જાણવું કે તમારું સાચું નથી, કંઈક કારણ છે એની પાછળ. એટલે સાચું કોને કહેવાય ? સાચી વાતને સાચી વાત ક્યારે ગણાય ? કે એકલા સત્ય સામે જોવાનું નથી. એનાં ચાર પાસાં હોવાં જોઈએ. સત્ય હોવું જોઈએ, પ્રિય હોવું જોઈએ, હિતવાળું હોવું જોઈએ ને મિત એટલે ઓછા શબ્દોમાં હોવું જોઈએ, એનું નામ સત્ય કહેવાય. એટલે સત્ય, પ્રિય, હિત અને મિત, આ ચાર ગુણાકારે કરીને બોલીશ તો સત્ય છે, નહીં તો
અસત્ય છે.
તગ્ન સત્ય, ના શોભે !
નગ્ન સત્ય બોલવું એ ભયંકર ગુનો છે. કારણ કે કેટલીક બાબતમાં સત્ય તો વ્યવહારમાં બોલાતું હોય તે બોલાય. કોઈને દુઃખ થાય એવી વાણી સાચી-સત્ય કહેવાતી જ નથી. નગ્ન સત્ય એટલે કેવળ સત્ય જ બોલીએ તો એ ય જૂઠું કહેવાય.
નગ્ન સ્વરૂપે સત્ય કોને કહેવાય ? કે પોતાનાં મધર હોય તેને કહેશે, ‘તમે તો મારા બાપનાં વહુ થાવ !' એવું કહે તો સારું દેખાય ? આ સત્ય હોય તો ય પણ મા ગાળો ભાંડે ને ? મા શું કહે ? ‘મૂઆ, મોઢું ના દેખાડીશ, રડ્યા તારું !' અરે, આ સત્ય કહું છું. તમે મારા બાપના વહુ થાવ, એવું બધાં કબૂલ કરે એવી વાત છે ! પણ એવું ના બોલાય. એટલે નગ્ન સત્ય ના બોલવું જોઈએ.