Book Title: Satysa Asatya Na Rahasyo
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 6
________________ સત્ય-અસત્યના રહસ્યો સત્ય-અસત્યના રહસ્યો ગુજરાતીમાં સાપેક્ષ છે. સાપેક્ષ શબ્દ સાંભળેલો ? તો સાપેક્ષ છે કે નથી આ જગત ?! આ જગત સાપેક્ષ છે ને આત્મા નિરપેક્ષ છે. સાપેક્ષ એટલે રિલેટિવ, અંગ્રેજીમાં રિલેટિવ કહે. તે અત્યારના લોકો ગુજરાતી ભાષાનો સાપેક્ષ શબ્દ સમજતા નથી, એટલે હું ‘રિલેટિવ' અંગ્રેજીમાં બોલું છું. તે તમે ચમક્યા ?!. બે પ્રકારનાં સત્ય છે. એક રિલેટિવ સત્ય છે અને એક રિયલ સત્ય છે. એ રિલેટિવ સત્ય સમાજના આધીન છે, કોર્ટના આધીન છે. મોક્ષે જતાં એ કામ લાગતું નથી. એ તમને ડેવલપમેન્ટ’ના સાધન તરીકે કામ લાગ્યા કરે, ડેવલપમેન્ટ વખતે કામ લાગે. શું નામ તમારું ? પ્રશ્નકર્તા : ચંદુભાઈ. દાદાશ્રી : ચંદુભાઈ એ રિલેટિવ સત્ય છે. એ ખોટું નથી તદન. એ તમને અહીં આગળ ‘ડેવલપ’ થવામાં કામ લાગે. પણ જ્યારે પોતાના સ્વરૂપનું ભાન કરવું હશે, ત્યારે એ સત્ય કામ નહીં લાગે. તે દહાડે તો આ સત્ય બધું ખોટું પડશે. પાછું “આ મારા સસરા છે' એવું કહે તે ક્યાં સુધી બોલે ? વાઈફે ‘ડાયવોર્સ’ લીધો નથી ત્યાં સુધી. હા, પછી કહેવા જઈએ કે “અમારા સસરા’ તો ? ગમતું હોય તો વિનાશીમાં રમણતા કરો અને એ ન ગમતું હોય તો આ રિયલ સત્યમાં આવો. તુંડે તુંડે ભિા સત્ય ! પ્રશ્નકર્તા : સત્ય દરેકનું અલગ અલગ હોય ? દાદાશ્રી : સત્ય દરેકનું અલગ અલગ હોય, પણ સત્યનો પ્રકાર એક જ હોય. એ બધું રિલેટિવ સત્ય છે, એ વિનાશી સત્ય છે. વ્યવહારમાં સત્યની જરૂર છે, પણ એ સત્ય જુદું જુદું હોય. ચોર કહેશે, “ચોરી કરવી એ સત્ય છે.’ લુચ્ચો કહે, ‘લુચ્ચાઈ કરવી એ સત્ય છે.” પોતપોતાનું સત્ય જુદું જુદું હોય. એવું બને કે ના બને ? પ્રશ્નકર્તા : બને. દાદાશ્રી : આ સત્યને ભગવાન સત્ય ગણતાં જ નથી. અહીં જે સત્ય છે ને, તે ત્યાં આગળ ગણતરીમાં લેતાં નથી. કારણ કે આ વિનાશી સત્ય છે, રિલેટિવ સત્ય છે. અને ત્યાં આગળ આ રિલેટિવ તો ચાલે નહીં, ત્યાં તો રિયલ સત્ય જોઈશે. સત્ય અને અસત્ય એ બેઉ ઢંઢ છે, બેઉ વિનાશી છે. પ્રશ્નકર્તા : તો ‘સત્ય ને અસત્ય” આપણે માની લીધું ?! દાદાશ્રી : સત્ય ને અસત્ય આપણી માયાથી દેખાય છે કે “આ સાચું ને આ ખોટું.’ અને તે પાછું ‘સત્ય ને અસત્ય' બધાને માટે સરખું નથી. તમને જે સત્ય લાગતું હોય ને બીજાને અસત્ય લાગતું હોય, આમને અસત્ય લાગતું હોય તે પેલાને સત્ય લાગતું હોય. એવું બધાને એકસરખું નથી. અરે, ચોર લોકો શું કહે કે, “ભઈ, ચોરી તો અમારો ધંધો છે. તમે હવે શા સારું વગોવો છો અમને ? અને અમે જેલમાં જઈએ છીએ ય ખરા. તેમાં તમને શું વાંધો આવ્યો ?! અમે અમારો ધંધો કરીએ છીએ.' ચોર એ ય એક ‘કોમ્યુનિટિ’ છે. એક અવાજ છે ને, એમનો ! આ કસાઈ ધંધો કરતો હોય તે આપણને કહે, ‘ભઈ, અમે અમારો ધંધો કરીએ છીએ. પ્રશ્નકર્તા : ન કહેવાય. દાદાશ્રી : માટે આ સત્ય જ હોય. આ તો રિલેટિવ સત્ય છે. પ્રશ્નકર્તા : ‘સસરા હતા’ એવું કહે તો ? દાદાશ્રી : ‘હતા' એવું બોલીએ તોય ગાળો ભાંડે. કારણ કે એનું દિમાગ ખસી ગયું છે ને આપણે આવું બોલીએ, એના કરતાં મેરી ભી ચૂપ ને તેરી ભી ચુપ ! હવે રિલેટિવ સત્ય રિલેટિવમાંથી જ ઉત્પન્ન થાય, નિયમ એવો છે. ને રિલેટિવ સત્ય એટલે વિનાશી સત્ય. જો તમને આ સત્ય, વિનાશી સત્ય

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29