Book Title: Satysa Asatya Na Rahasyo
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 13
________________ સત્ય-અસત્યના રહસ્યો સત્ય-અસત્યના રહસ્યો દાદાશ્રી : તૃણવત્ તો ખરું. પણ તૃણવત્ એ જુદી દશા છે. પ્રશ્નકર્તા : સકળ જગત એંઠવત્ કહ્યું છે તે ? દાદાશ્રી : એંઠવત્ એ ય અમુક દશામાં. જગત એઠવતેય ના કહેવાય. અમે જગત જેમ છે એમ જ કહીએ છીએ. એક માણસ મને કહે છે કે, ‘તમે આ જગતને રિલેટિવ સત્ય કેમ કહો છો ? આગળના શાસ્ત્રકારોએ આ જગતને મિથ્યા કહ્યું છે ને !' ત્યારે મેં કહ્યું, એ જે મિથ્યા કહ્યું છે તે સાધુ-આચાર્યોને માટે કહ્યું છે, ત્યાગીઓને માટે કહ્યું છે. એટલે એ સંસારીઓને નથી કહેતા, સાધકોને કહે છે. તેને આ વ્યવહારના સંસારીઓ લઈ પડ્યા છે. હવે એ ભૂલ જ થઈ જાય ને ?! લોકો અવળું સમજ્યા. લોકો તો ચોપડવાની પી જાય એવાં છે. આ જેમણે દવા મૂકી હશે, આ શબ્દ, એ અપેક્ષાથી કહેલું છે. ત્યાગી લોકોને ત્યાગ કરવા માટે અપેક્ષાથી કહેલું છે. હવે ચોપડવાની દવા પી જઈએ તો શું થાય ? ખલાસ થઈ જાય, રાગે પડી જાય સીધો (!) અને ‘જગત મિથ્યા' કહે ત્યારે સાધકોને આમાંથી રસ ઊડી જાય ને પેલી બાજુ એમનું ચિત્ત રહ્યા કરે. એટલા માટે ‘મિથ્યા’ કહ્યું. એ તો એક હેલ્ડિંગ પ્રોબ્લેમ છે. એ કંઈ ખરેખર એક્ઝક્ટનેસ નથી. તો જ સત્યતાં પડે ફોડ ! એટલે આપણે સત્ય, રિલેટિવ સત્ય અને મિથ્યા એમ ત્રણ ભાગ પાડ્યા. જ્યારે જગતે બે જ ભાગ પાડ્યા, સત્ય અને મિથ્યા. તે બીજો ભાગ લોકોને એક્સેપ્ટ થાય નહીં ને ! ‘ચંદુભાઈએ મારું બગાડ્યું’ એટલું જ સાંભળવામાં આવ્યું હોય, હવે કહેનારો ભૂલી ગયો હોય પછી, પણ તમને રાતે હેરાન કરે. એને મિથ્યા કેમ કહેવાય ? અને ભીંતને આપણે ઢેખાળો મારીએ ને પછી આપણે સૂઈ ગયા, તો ય ભીંતને કશું નહીં. એટલે આપણે ત્રણ ભાગ પાડ્યા કે એક સત્ય, રિલેટિવ સત્ય અને મિથ્યા ! તો ખુલ્લો એનો ફોડ પડી જાય. નહીં તો ફોડ જ ના પડે ને ! આ તો એકલું આત્માને જ સત્ય કહે તો આ જગત શું કંઈ સાવ અસત્ય જ છે ? મિથ્યા છે. આ ? આને મિથ્યા કહેવાય જ શી રીતે ?! જો મિથ્યા છે તો દેવતામાં હાથ નાખી જુઓ. તે તરત ખબર પડશે કે ‘મિથ્યા છે કે નહીં ?!” જગત રિલેટિવ સત્ય છે. આ જેનું રડવું આવે છે, દુઃખ થાય છે, દઝાવાય છે, એને મિથ્યા કેમ કહેવાય ?! પ્રશ્નકર્તા : જગત મિથ્યા એટલે ઈલ્યુઝન નથી ? દાદાશ્રી : ઈલ્યુઝન(મૃગજળ) છે જ નહીં જગત ! જગત છે, પણ સાપેક્ષિત સત્ય છે. આપણે આ ભીંતને મારીએ અને માણસને મારીએ એમાં ફેર પડી જશે. ભીંતને મિથ્યા કહેવું હોય તો કહેવાય. ભડકે બળતું દેખાય પણ પછી ડાઘ પડેલો ના હોય, એ ઈલ્યુઝન કહેવાય. ‘મિથ્યા' કહીને તો દાટ વાળી દીધો. જેના આધારે જગત ચાલે છે, એને મિથ્યા કહેવાય જ કેવી રીતે ?! આ જગત તો આત્માનો વિકલ્પ છે. આ કંઈ જેવી તેવી વસ્તુ નથી. એને મિથ્યા કેમ કરીને કહેવાય ?! સુખનું સિલેક્શન ! આ રિલેટિવ સત્ય ટકનારું હોય. જેમ આ સુખે ય ટકનારું હોય, એવું આ સત્યે ય ટકનારું ન્હોય. જો તમારે ટકાઉ જોઈતું હોય તો “પેલી” બાજુ જાવ અને તકલાદી જોઈતું હોય, તકલાદીમાં હેલ્થી રહેવાની જેને ટેવ હોય, તે આમાં રહે. શું ખોટું કહે છે ? એ તો ‘જ્ઞાનીઓના શબ્દો છે કે ભઈ, આ તો નાશવંત છે ને આમાં બહુ હાથ ઘાલશો નહીં, આમાં બહુ રમણતા ના કરશો. એવા હેતુથી આ બધું કહેવામાં આવ્યું છે. એટલે તમને તકલાદી સુખ જોઈતું હોય તો રિલેટિવ સત્યમાં ખોળો અને શાશ્વત સુખ જોઈતું હોય તો રિયલ સત્યમાં ખોળો ! તમને જેવો શોખ હોય એવું કરો. તમારે વિનાશીમાં રહેવું છે કે રિયલમાં રહેવું છે ? પ્રશ્નકર્તા : રિયલમાં રહેવું છે. દાદાશ્રી : એમ ?! એટલે અમારું વિજ્ઞાન કહે છે કે બ્રહ્મ ય સત્ય છે અને જગતે ય સત્ય છે. જગત વિનાશી સત્ય છે અને બ્રહ્મ અવિનાશી સત્ય છે. બધું સત્ય જ છે. સત્યની બહાર તો કશું ચાલે જ નહીં ને ! તમને જયાં સુધી વિનાશી ગમતું હોય, એ પોષાતું હોય, ત્યાં સુધી એ ય

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29