Book Title: Satysa Asatya Na Rahasyo
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 18
________________ સત્ય-અસત્યના રહસ્યો સત્ય-અસત્યના રહસ્યો તમારા ભાવ છે. થઈ ગયું એ થઈ ગયું. એ તો આજે ‘ડિસ્ચાર્જ છે અને ‘ડિસ્ચાર્જમાં કોઈનું ચાલે જ નહીં. ‘ડિસ્ચાર્જ એટલે એની મેળે સ્વાભાવિક રીતે પરિણામ પામવું. અને “ચાર્જ' એટલે ? કે પોતાના ભાવ સહિત હોવું જોઈએ. કેટલાંક લોકો ઊંધું કરે છતાં ભાવમાં એમ જ રહે કે “આ બરાબર જ થઈ રહ્યું છે? તો એ માર્યો ગયો જાણો. પણ જેને આ પસ્તાવો થાય છે, એનું આ ખોટું ભૂંસાઈ જશે. ‘નંબર ટુ', બહારવટિયા પ્રશ્નકર્તા : પણ અમારે તો જીવનમાં એવાં અમુક પ્રસંગો આવે છે કે જ્યારે ખોટું બોલવું જ પડે. ત્યારે શું કરવું ? દાદાશ્રી : કેટલીક જગ્યાએ ખોટું બોલવું સારું અને કેટલીક જગ્યાએ સાચું બોલવું તે ય સારું. ભગવાનને તો “સંયમ છે કે નહીં? તેટલી જ પડેલી છે. સંયમ એટલે કોઈ જીવને દુઃખ નથી દેતો ને ? ખોટું બોલીને દુ:ખ ના દેવું જોઈએ. કેટલાંક કાયદા કાયમના હોય છે ને કેટલાંક ટેમ્પરરી કાયદા હોય છે. ટેમ્પરરીને લોક કાયમનું કરી નાખે છે ને મહામુશ્કેલી ઊભી થાય છે. ટેમ્પરરીને તો એડજસ્ટેબલ થઈ એ પ્રમાણે નિકાલ કરીને આગળ કામ કાઢી લેવાનું, કંઈ બેસી રહેવાય આખી રાત ?! પ્રશ્નકર્તા : તો વ્યવહાર કેવી રીતે કરવો ? દાદાશ્રી : વિષમતા ઊભી ના થવી જોઈએ. સમભાવે નિકાલ કરવો. આપણે જયાંથી કામ કઢાવવું હોય તે મેનેજર હોય તે કહે, ‘દસ હજાર રૂપિયા આપો તો તમારો પાંચ લાખનો ચેક કાઢીશ.’ હવે આપણા ચોખ્ખા વેપારમાં તો કેટલોક નફો હોય ? પાંચ લાખ રૂપિયામાં બે લાખ આપણા ઘરનાં હોય ને ત્રણ લાખ લોકોના હોય, તો એ લોકો ધક્કા ખાય તે ય સારું કહેવાય ? એટલે આપણે પેલા મેનેજરને કહીએ, ‘ભઈ, મને નફો રહ્યો નથી.’ એમ તેમ સમજાવીને, પાંચમાં નિકાલ કરવો. નહીં તો છેવટે દસ હજાર રૂપિયા આપી દઈને ય આપણો ચેક લઈ લેવો. હવે ‘ત્યાં મારાથી આવું લાંચ કેમ અપાય ?” એમ કરો, ત્યારે કોણ આ બધા લોકોને જવાબ આપશે ? પેલો માગનારો ગાળો દેશે, આવડી આવડી ! જરા સમજી લો, વખત આવ્યો તે પ્રમાણે સમજી ને કામ કરો ! - લાંચનો ગુનો નથી. આ જે ટાઈમે જે વ્યવહાર આવ્યો, તે વ્યવહાર તને એડજસ્ટ કરતાં ના આવડ્યો એનો ગુનો છે. હવે અહીં કેટલાં પૂછડું પકડી રાખે ?! એવું છે ને, આપણાથી એડજસ્ટ થાય, જ્યાં સુધી લોકો આપણને ગાળો ના દે અને આપણી પાસે બેંકમાં હોય, ત્યાં સુધી પકડી રાખવું. પણ એ બેંકની ઉપર જતું હોય ને પેલાં ગાળો દેતાં હોય તો શું કરવું ? તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : હા, બરોબર છે. દાદાશ્રી : હું તો અમારા વેપારમાં કહી દેતો કે, “ભઈ, આપી આવા રૂપિયા. આપણે ભલે ચોરી નથી કરતા કે ગમે તે નથી કરતા, પણ રૂપિયા આપી આવ.' નહીં તો લોકોને ધક્કા ખવડાવવા એ આપણા સારા માણસનું કામ નહીં. એટલે લાંચ આપવી, એને હું ગુનો નથી કહેતો. ગુનો તો, પેલાએ માલ આપ્યો છે ને એને આપણે ટાઈમસર પૈસા નથી આપતા, એને ગુને કહું . બહારવટીઓ રસ્તામાં પૈસા માગે તો આપી દો કે નહીં ? કે પછી સત્યની ખાતર નહીં આપવાના ? પ્રશ્નકર્તા : આપી દેવા પડે. દાદાશ્રી : કેમ ત્યાં આપી દો છો ?! અને અહીં કેમ નથી આપતા ?! આ સેકન્ડ પ્રકારના બહારવટીઆ છે. તમને નથી લાગતું આ સેકન્ડ પ્રકારના બહારવટીઆ છે ?! પ્રશ્નકર્તા : પેલા પિસ્તોલ બતાવી લે છે ને ? દાદાશ્રી : આ નવી પિસ્તોલ બતાવે છે. આ ય ભડક તો ઘાલે છે ને, કે ‘ચેક તને મહિના સુધી નહીં આપું !' છતાં ગાળો ખાતાં સુધી આપણે પકડી રાખવું ને પછી લાંચ આપવાની હા પાડવી, એના કરતાં

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29