Book Title: Satysa Asatya Na Rahasyo
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 17
________________ સત્ય-અસત્યના રહસ્યો સત્ય-અસત્યના રહસ્યો પડે. અને પ્રતિક્રમણ કરે તો પછી જોખમદારી અમારી છે. એટલે અભિપ્રાય બદલો ! જૂઠું બોલવું એ જીવનનાં અંત બરોબર છે, જીવનનો અંત લાવવો અને જૂઠું બોલવું એ બે સરખું છે, એવું ‘ડિસાઈડ' કરવું પડે. અને પાછું સત્યનું પૂછડું ના પકડશો. દ્રવ્યમાં જૂઠ, ભાવમાં સત્ય ! પ્રશ્નકર્તા: આ ધંધો કરીએ છીએ, તેમાં કોઈકને કહીએ ‘તું મારો માલ વાપર, તને એમાંથી ટકા-બે ટકા આપીશું.’ એ ખોટું કામ તો છે જૂઠું બોલવાના ભાવ કરો છો તે વધારે કર્મ કહેવાય. જૂઠું બોલવું એ તો જાણે કે કર્મફળ છે. જૂઠું બોલવાના ભાવ જ, જૂઠું બોલવાનો આપણો નિશ્ચય, તે કર્મબંધ કરે છે. આપને સમજમાં આવ્યું ? આ વાક્ય કંઈ હેલ્પ કરશે તમને ? શું હેલ્પ કરશે ? પ્રશ્નકર્તા : જૂઠું બોલતાં અટકવું જોઈએ. દાદાશ્રી : ના. જૂઠું બોલવાનો અભિપ્રાય જ છોડી દેવો જોઈએ. અને જૂઠું બોલાઈ જવાય તો પશ્ચાતાપ કરવો જોઈએ કે “શું કરું ?! આવું જૂઠું ના બોલવું જોઈએ.’ પણ જૂઠું બોલાઈ જવું એ બંધ નહીં થઈ શકે પણ પેલો અભિપ્રાય બંધ થશે. ‘હવે આજથી જૂઠું નહીં બોલું, જૂઠું બોલવું એ મહા પાપ છે. મહા દુ:ખદાયી છે અને જૂઠું બોલવું એ જ બંધન છે' એવો જો અભિપ્રાય તમારાથી થઈ ગયો તો તમારા જૂઠું બોલવાનાં પાપો બંધ થઈ જશે. અને પૂર્વે જ્યાં સુધી આ ભાવ બંધ નહોતા કર્યા, ત્યાં સુધી જે એનાં ‘રિએક્શન' છે એટલાં બાકી રહેશે. તેટલો હિસાબ તમારે આવશે. તમારે પછી તેટલું ફરજિયાત જૂઠું બોલવું પડશે, તો તેનો પશ્ચાતાપ કરી લેજો. હવે પશ્ચાતાપ કરો તો પણ પાછું જે જૂઠું બોલ્યા તે કર્મફળનું ય ફળ તો આવશે. અને પાછું તે તો ભોગવવું જ પડશે. તે લોકો તમારે ઘેરેથી બહાર જઈને તમારી બદબોઈ કરશે કે, “શું આ ચંદુભાઈ, ભણેલા માણસ, આવું જૂઠું બોલ્યા ?! એમની આ લાયકાત છે ?!” એટલે બદબોઈનું ફળ ભોગવવું પડશે પાછું, પશ્ચાતાપ કરશો તો પણ. અને જો પહેલેથી પેલું પાણી બંધ કરી દીધું હોય, કોઝિઝ જ બંધ કરી દેવામાં આવે, તો પછી કોઝિઝનું ફળ અને તેનું પણ ફળ ના હોય. એટલે આપણે શું કહીએ છીએ ? જૂઠું બોલાઈ ગયું, પણ ‘એવું ના બોલવું જોઈએ’ એવો તું વિરોધી છે ને ? હા, તો આ જૂઠું તને ગમતું નથી એમ નક્કી થઈ ગયું કહેવાય. જૂઠું બોલવાનો તને અભિપ્રાય નથી ને, તો તારી જવાબદારીનો ‘એન્ડ” આવી જાય છે. પ્રશ્નકર્તા : પણ જેને જૂઠું બોલવાની ટેવ પડી ગઈ છે, એ શું કરે ? દાદાશ્રી : એણે તો પછી જોડે જોડે પ્રતિક્રમણ કરવાની ટેવ પાડવી દાદાશ્રી : ખોટું કામ થઈ રહ્યું છે એ તમને ગમે છે કે નથી ગમતું? પ્રશ્નકર્તા : ગમવું એ બીજો પ્રશ્ન છે. પણ ન ગમતું હોય તો ય કરવું પડે છે, વ્યવહારને માટે. દાદાશ્રી : હા. માટે જે કરવું પડે છે, એટલે ફરજિયાત છે. તો આમાં તમારી ઈચ્છા શું છે ? આવું કરવું છે કે નથી કરવું ? પ્રશ્નકર્તા : આ કરવાની ઈચ્છા નથી, પણ કરવું પડે છે. દાદાશ્રી : એ ફરજિયાત કરવું પડે, તેનો પસ્તાવો હોવો જોઈએ. અડધો કલાક બેસીને પસ્તાવો હોવો જોઈએ, કે “આ નથી કરવું છતાં ય કરવું પડે છે.' આપણો પસ્તાવો જાહેર કર્યો એટલે આપણે ગુનામાંથી છૂટયા. આ તો આપણી ઈચ્છા નહીં હોવા છતાં ય ફરજિયાત કરવું પડે છે, એનું પ્રતિક્રમણ કરવું પડે અને કેટલાંક લોકો કહે છે, ‘ભઈ, આ કરીએ છીએ તે જ બરાબર છે, આવું જ કરવું જોઈએ.’ તો તેમને ઊંધું થશે. આવું કરીને રાજી થાય એવાં ય માણસો ખરાં ને ! આ તો તમે હળુકર્મી એટલે તમને આ પસ્તાવો થાય. નહીં તો લોકોને પસ્તાવો ય ના થાય. પ્રશ્નકર્તા: પણ ફરી રોજ તો પેલું ખોટું કરવાનાં જ છીએ. દાદાશ્રી : ખોટું કરવાનો સવાલ નથી. આ પસ્તાવો લો છો એ જ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29