Book Title: Satysa Asatya Na Rahasyo
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 28
________________ સત્ય-અસત્યના રહસ્યો ૪૭ ૪૮ સત્ય-અસત્યના રહસ્યો નહીં આવે, તેની ગેરેંટી. અમારે માથે જવાબદારી, અમારી જવાબદારી પર બોલીએ છીએ. શાસ્ત્રો, એડજસ્ટેબલ જોઈએ ! ચોથા આરાનાં શાસ્ત્રો પાંચમા આરામાં ફીટ નહીં થાય. માટે આ નવાં શાસ્ત્રો રચાય છે. હવે એ નવાં શાસ્ત્રો કામ લાગશે. ચોથા આરાનાં શાસ્ત્રો ચોથા આરાનાં ‘એન્ડ સુધી ચાલે, પછી એ કામ લાગે નહીં. કારણ કે પાંચમા આરાનાં મનુષ્ય જુદાં, એમની વાત જુદી, એમનો વ્યવહાર જુદી જાતનો થઈ ગયો. આત્મા તો તેનો તે જ છે. પણ વ્યવહાર તો આખો બદલાઈ ગયો ને ! સામટો જ બદલાઈ ગયો ને !! આરામાં છોડવાનું કહેવા જેવું જ નથી. તેમ એમે ય કહેવા જેવું નથી કે આ ગ્રહણ કરજે. કારણ કે છોડ્યું છૂટે એવું નથી. આ વિજ્ઞાન તદન અજાણ્યું લાગે છે લોકોને ! સાંભળેલું નહીં, જોયેલું નહીં, જાણેલું નહીં ! અત્યાર સુધી તો લોકોએ શું કહ્યું ? કે “આ ખોટાં કર્મ છોડો અને સારાં કર્મ કરો. તેમાં છોડવાની શક્તિ નથી અને બાંધવાની શક્તિ નથી ને અમથા ગા ગા કર્યા કરે છે કે ‘તમે કરો.” ત્યારે પેલો કહે છે કે, “મારે થતું નથી, મારે સત્ય બોલવું છે પણ બોલાતું નથી.” ત્યારે અમે નવું વિજ્ઞાન કાઢ્યું. ‘ભાઈ, અસત્ય બોલવાનો વાંધો નથી ને, તને ? એ તો ફાવશે ને ? હવે અસત્ય બોલીશ તો તું આવું કરજે, એનું પછી આવી રીતે પ્રતિક્રમણ કરજે.' ચોરી કરે તો તેને પેલા લોકો કહે છે, ના, ચોરી બંધ કરી દે.’ શી રીતે બંધ થાય આ ?! બંધકોશ થઈ ગયો હોય તેને જુલાબ કરવો હોય તો દવા આપવી પડે, જેને ઝાડા થઈ ગયા હોય તેને બંધ કરવું હોય તો ય દવા આપવી પડે ! આ તે એમ ને એમ કંઈ ચાલે એવું છે જગત ?! ...તો જોખમદારી નહીં ! પ્રશ્નકર્તા દરેક ભૂલનો આપણે પસ્તાવો કર્યા કરીએ, તો પછી એનું પાપ તો બંધાતું જ નથી ને ? દાદાશ્રી : ના, બંધાય તો ખરું. ગાંઠ વાળેલી હોય, તે ગાંઠ તો છે જ, પણ એ બળેલી ગાંઠ છે. એટલે આવતા ભવમાં આમ હાથ અડાડીએ ને તો ખરી જાય. પસ્તાવો કરે એની ગાંઠ બળી જાય. ગાંઠ તો રહે જ. સત્ય બોલો તો જ ગાંઠ ના પડે. સત્ય બોલાય એવી સ્થિતિ નથી. પરિસ્થિતિ જુદી છે. પ્રશ્નકર્તા : તો પછી સાચું ક્યારે બોલાય ? દાદાશ્રી : સંજોગ બધાં સીધાં હોય ત્યારે સાચું બોલાય. એનાં કરતાં પસ્તાવો કરજે ને ! એની ગેરેંટી અમે લઈએ છીએ. તારે તો ગમે તે ગુના કરું, તો તેનો પસ્તાવો કરજે. પછી તને જોખમદારી હવે જૂતાં શાસ્ત્રો તહીં ચાલે ! પ્રશ્નકર્તા તો કળિયુગનાં શાસ્ત્રો હવે લખાશે ? દાદાશ્રી : કળિયુગનાં શાસ્ત્રો હવે રચાશે, કે ભલે તારાં આચારવિચાર-ઉચ્ચારમાં જૂઠું હોય, પણ નવી યોજના તું ઘડ. એનું નામ ધર્મ કહેવાય. અત્યાર સુધી કહેતા હતા કે આચાર-વિચાર ને ઉચ્ચાર એ સત્ય છે અને ફરી એવું વિશેષ થાય એવી તું યોજના ઘડ. એ સત્યુગની યોજના હતી. ફરી એવું ને એવું વિશેષ થાય, ત્યારથી વધે એ ! અને હવે કળિયુગમાં આ બીજી રીતે બધાં શાસ્ત્રો રચાશે ને તે બધાને હેલ્પ કરશે. અને પાછાં શું કહેશે ? કે “તું ચોરી કરું છું, તેનો મને વાંધો નથી, વાંધો નથી’ એમ કહે ને, તે વાત એ પુસ્તકમાં વાંચવા બેસે. અને “ચોરી નહીં કરવી જોઈએ’ એ પુસ્તક અભરાઈમાં ઉપર મૂકી દે. આ મનુષ્યોનો સ્વભાવ એવો ! ‘વાંધો નથી’ કહ્યું કે એ પુસ્તક ઝાલે, ને પાછો કહેશે કે “આ વાંચવાથી મને ટાઢક વળે છે !' એટલે આવા શાસ્ત્રો રચાશે. આ તો હું બોલી રહ્યો છું ને એમાંથી એની મેળે નવાં શાસ્ત્રો રચાઈ રહેશે. અત્યારે ખબર નહીં પડે, પણ નવાં શાસ્ત્રો રચાશે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29