________________
જે અનુલ સગે પ્રાપ્ત થશે તે આ પુસ્તકના પહેલા ભાગમાંથી સંક્ષેપમાં ઐતિહાસિક વર્ણનની અને બીજા ભાગમાંથી પ્રચલિત કૃતિઓને ચૂંટી કાઢીને તેની નાની નાની ટ્રેકટ બૂકે પ્રકટ કરાવવાની ભાવના છે.
ધન્યવાદ :-આ પુસ્તકના મેટરને સુંદર રીતે ગોઠવવામાં, પ્રફ સંશોધનમાં અને પુસ્તકને દરેક રતિ આકર્ષક બનાવવાના કાર્યમાં પૂર્ણ સહકાર આપનાર સાયલા (હાલ અમદાવાદ) નિવાસી ન્યાયતીર્થ તર્લભૂષણ પં. રતિલાલ દીપચંદ દેસાઈને, ભંડારો અને ગ્રંથમાંથી કૃતિઓ તથા ઉતારા મેળવવામાં સહાય કરનાર મુનિ વિશાલવિજયજીને, શુદ્ધિપત્રક બનાવી આપનાર લગડી (ભાવનગર સ્ટેટ) નિવાસી વ્યાકરણતીર્થ પંડિત અમૃતલાલ તારાચંદને, મૂ, ના. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીના એક જ જાતના બે અલભ્ય જૂના ફોટા મેળવી આપનાર રાધનપુરનિવાસી શ્રીયુત જેશિંગલાલ નેમચંદ ધામીને, સેવાભાવે શ્રી શંખેશ્વરછની પંચતીથી નકશો બનાવી આપનાર વળાનિવાસી ભાવનગર સ્ટેટના એજીનીયર શ્રીયુત મહેતા શાંતિલાલ ગંભીરચંદ રાયચંદને, જે જે ભંડારેની હસ્ત પ્રતિ પરથી કૃતિઓ ઉતારીને આમાં આપવામાં આવી છે તે તે મુનિરાજે અને ભંડારના કાર્યવાહકને, જે જે ગ્રંથિ અને પુસ્તકમાંથી લઈને આમાં ઉતારા તથા કૃતિઓ આપવામાં આવી છે, તે તે ગ્રંથાના કર્તા, સંગ્રાહકે, સંપાદકે અને પ્રકાશકોને, તેમજ આ પુસ્તકને અંગે શ્રી શંખેશ્વરજીમાં દરેક બાબતની માહિતી મેળવવામાં મદદ આપનારા અને આ પુસ્તક લખાતું હતું તે દરમ્યાન વખતો વખત જે જે બાબતોના ખુલાસા પૂછવામાં આવતા તેના વિગતવાર ચીવટથી જવાબ આપના શ્રી શંખેશ્વરજી કારખાનાના હાલના મુખ્ય મુનીમ વસવાળા શા. બાલાભાઈ જોઈતાદાસ, દેસી સરૂપચંદ મમાયા કાલીદાર, સા. જીવરાજ વખતચંદ આંગી કારકૂન અને પલાંસવા (કચ્છવાગડ) વાળા શા. અદેસંગ મંગળછ વાસણ-ગોદડાં કારકૂન તેમજ હરકઈ રીતે