________________
२५
પણ આમાં મદદ આપનારા બીજા સજ્જતાને ધન્યવાદ આપવાનું કે તેમના યથેાચિત આભાર માનવાનું મારે ભૂલવું ન જોઈએ.
આ પુસ્તકમાં શખેશ્વરના જિનમદિરનાં જુદાં જુદાં સુંદર ચિત્રા આપ્યાં છે તેની સાથે શ્રી મૂળનાયકજી ભગવાનનું સુંદર ચિત્ર આપવાની ઘણી જ ઈચ્છા હતી. પણ શ્રી શિંગલાલ ધામી પાસેથી મળેલ ફોટા ઉપરથી સારા ખ્વાક બની શકે એમ ન હેાવાથી અને શંખેશ્વર તીની પેઢીવાળાને તથા અમદાવાદની કમિટિને પુછાવવા છતાં નવા ફૉટા લેવાની રજા ન મળવાથી એ ઇચ્છા જતી કરવી પડી છે.
અતેઃ—પૂજ્યપાદ મારા દાદા ગુરુ અને પૂજ્યપાદ મારા ગુરુવર્ષોંની અસીમ કૃપાથી આ પુસ્તકને પૂર્ણ કરીને હું જૈન સમાજ સમક્ષ રજૂ કરવા ભાગ્યશાળી થયા છું. તેમના ચરણાને વારંવાર નમન કરતા અને શ્રી શખેશ્વરજી સંબધી તથા ખીજા' તીર્થા સબંધી પણ આથીયે સુંદરતમ સાહિત્ય તૈયાર કરીને પ્રકટ કરાવવાનું સામર્થ્ય અપે એવી તે પૂજ્યા પાસે પ્રાર્થના કરતા હું મારું વક્તવ્ય અહીં જ સમાપ્ત કરું છું.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
વલભીપુર–વળા (કાઠિયાવાડ) જ્ઞાનપંચમી વીર સં. ૨૪૬૮, ધર્મ સં. ૨૦
વૃદ્ધિ ધમાઁચરણાપાસક–
મુનિ જયવિજય.