________________
२२
નાની નાની છ ંદ, સ્તુતિ, સ્તવન વગેરે મળીને કુલ ૧૬ કૃતિઓ ઉતારતી વખતે તે કયા પુસ્તકમાંથી ઉતારી ? તેની નૈાંધ કરવી રહી ગઈ હાવાથી તે તે પુસ્તકનું નામ તેની નીચે આપી શકાયું નથી. પ્રાયઃ આ કૃતિ બહુ પ્રચલિત હાઈ ધણાં પુસ્તકામાં છપાણી હરશે, એમ જાણીને તે જેમાંથી ઉતારી હશે, તે પુસ્તકાનાં નામ લખી લેવાની તે વખતે જરૂર નહિ લાગી હોય તેથી જ લખ્યાં નહિ હોય એમ લાગે છે.
મારા ધારવા પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીનાં ખીન તીર્થાં કરતાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનાં સ્તુતિસ્તાત્રાદિ વધારે પ્રમાણમાં જરૂર બન્યાં હશે.
મેં તે! ફક્ત ૭–૮ ભંડારામાંથી જ સંગ્રહ કર્યાં છે. હજુ નાના મોટા સેંકડા લડારા છે, તેમાં જોવાથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથૂજી સબધી અનેક કૃતિઓ મળી આવવાની સંભાવના છે, પરન્તુ આ પુસ્તક બહુ માટું થઈ જવાના ડરથી બીજા ભંડારા તપાસીને તેમાંથી સંગ્રહવાનું મારે મુલતવી રાખવું પડ્યું હતું.
આદિ અંત કે મધ્યમાં મંગલાચરણ રૂપે શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની સ્તુતિ જેમાં કરી હેાય એવા ગ્રંથો તેા ઘણા જ હશે. પણ મેં તેા વાનક રૂપે થેાડાક ગ્રંથાનું મંગલાચરણ આમાં આપેલ છે. તે ઉપરાંત નાની મેાટી કૃતિઓ પણ ઘણી જ હશે. આવી કેટલીક કૃતિઓની પ્રેસ કાપી મારી પાસે મૌજૂદ હાવા છતાં તે કૃતિ બહુ મોટી હાઈ, આ પુસ્તકનું કદ વધી જવાના ભયથી તેને મે આમાં આપેલ નથી.
ભાવના: અનેક વાર શ ́ખેશ્વરજી જઈ, ત્યાં વધારે વખત સુધી સ્થિરતા કરી, ત્યાંની વમાન સ્થિતિને અનુભવ કરીને તથા અનેક ગ્રંથા અને શિલાલેખાનું અવલાકન કરીને તેમાંથી શખેશ્વરજી સબધ ઐતિહાસિક વર્ણન મેળવીને તે બધું આ પુસ્તકના પહેલા