________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અની પાછળ જ શાન્તિમતી હતી. મઠની તૂટેલી ઈમારતોમાંથી છૂટી પડેલી શિલાઓ જ્યાં ત્યાં રવડતી હતી. એક બેસી શકાય એવી શિલા પર બંને બેઠાં. કુમારે ત્યાં શાન્તિમતીને એ પ્રદેશનો અને એ મઠનો ઇતિહાસ કહી સંભળાવ્યો. શાન્તિમતી જિજ્ઞાસાથી સાંભળતી હતી અને સાથે સાથે એની સાડીમાં ભરાયેલા કાંટા અને ઘાસ કાઢતી હતી.
‘હજુ, આપણે આવ્યાં એ રસ્તે પાછાં રાજમાર્ગે પહોંચવાનું છે. પણ એક રસ્તે ટૂંકો છે, એ રસ્તો જલદી આપણે રાજમાર્ગ પાસે પહોંચીશું.'
ઠીક ઠીક સમય તે બંનેએ એ ખંડેરની આસપાસ પસાર કર્યો. તેમને એક કોતર વટાવીને, આગળ વધવાનું હતું. ચાલીસેક ફૂટ ઊંચી ખાઈ વટાવવાની હતી. ઝાડીમાંથી રસ્તો કરતો કરતો કુમાર સડસડાટ ઊતરી ગયો. શાન્તિમતી પણ કુમારની પાછળ ઊતરી અને સામેનો ઢાળ ધીરે ધીરે ચઢવા લાગ્યાં. બોરડીનાં કાંટાવાળાં ઝાંખરા અને ડોડીના ગીચ વેલાઓની વચ્ચે જ્યાં થોડી પણ જગ્યા દેખાતી ત્યાં થઈને, તલવારથી કાંટાળાં ઝાંખરા વેગળા કરતો કુમાર આગળ ધપતો જતો હતો. અવારનવાર પાછળ શાન્તિમતીને જોતો હતો, જરૂર પડે ત્યાં ઊભો રહી જતો હતો. એમ કરતાં તેઓ બંને પહેલાંની જગ્યાએ આવી ગયાં. મધ્યાહ્નનો સમય થઈ ગયો હતો. કુમારે કહ્યું: ‘આપણે થોડો સમય વિરામ કરીએ, પછી ભોજન કરીએ.' બંનેએ મશકમાંથી પાણી પીધું અને નાનકડી જાજમ પાથરીને, લંબાવી દીધું.
પાસેના પાણીના ઝરણાની પાસે, થોડે દૂર એક સાથે પડાવ નાખ્યો હતો. કુમાર જ્યાં હતો ત્યાંથી એ જગ્યા દેખાય એમ ન હતી. પરંતુ જે જગ્યાએથી કુમાર મશક ભરી લાવ્યો હતો, ઝરણાની એ જગ્યાએથી સાર્થ દેખાય અને એ જગ્યાએ ઊભેલો માણસ ઝાડીમાં છુપાઈ રહેલા કુમારને અને શાન્તિમતીને જોઈ શકે.
એ કાફલો રાજપુરનો હતો. શાન્તિમતીના પિયરનો હતો. એ કાફલાનો માલિક હતો સાનુદેવ. સાનુદેવ રાજપુરનો પ્રસિદ્ધ રાજમાન્ય વેપારી હતો. સાનુદેવ યુવાન હતો. બુદ્ધિમાન અને પરાક્રમી હતો. એ ઝરણાની પાસે ગયો. ઝરણું વહેતું હતું. પાણી સ્વચ્છ હતું. તેણે ઝરણાનું પાણી પીધું અને પછી નિસર્ગની શોભા જોતો, એ ઊભો રહ્યો. તેની દરે પેલી ઝાડી તરફ ગઈ. ત્યાં એણે શાન્તિમતીને જોઈ. સેનકુમારને જોયો. તેને આશ્ચર્ય થયું!
‘આ તો છે શાન્તિમતી! અમારી રાજકુમારી! અને એની સાથે એના પતિ સેનકુમાર ! ચંપાના રાજકુમાર! નથી દેખાતો રથ, નથી દેખાતા અશ્વો કે નથી દેખાતાં કોઈ દાસ-દાસી...! શું થયું હશે? આ બે જણાં એકલાં જ કેમ? શું નોકરચાકરો શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧૦૩૫