________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્ણય કર્યો. પોતપોતાનાં સૈન્યને તૈયાર કર્યું, કુમાર ગુણચંદ્રને ખબર જ ના પડે, એ રીતે એ કુમારોએ મુખ્ય દરવાજો છોડીને, દક્ષિણ તરફનો દરવાજો તોડવાનો નિર્ણય કર્યો. એ દરવાજા પર હુમલો કરી દીધો. કિલ્લાની ઉપર ઊભેલા રક્ષક સૈનિક સાથે યુદ્ધ જામી ગયું.
રાજકુમાર ગુણચંદ્રને ખબર પડી કે તે તે રાજ્યના કુમારોએ યુદ્ધ ચાલુ કર્યું છે. અને યુદ્ધકળામાં નિપુણ નહીં હોવાથી એમની વધારે ખુવારી થાય છે,’તત્કાળ કુમાર સ્વયં એ સ્થળે પહોંચ્યો. રાજકુમારોને બોલાવીને સમજાવ્યા અને યુદ્ધને સ્થગિત કર્યું. કુમારોએ કહ્યું:
‘યુદ્ધ કર્યા વિના ક્યાં સુધી આ જંગલમાં પડ્યા રહેવાનું?'
‘તમને સહુ કુમારોને અહીં આસપાસનાં ગામો આપવામાં આવે છે. તમે તે તે ગામોના માલિક બનીને રહો...' અયોધ્યાના મહામંત્રી વિચક્ષણે માર્ગ શોધી કાઢ્યો. કુમારે કહ્યું:
‘મને તમે સહુ કુમારો પ્રિય છો... નિરર્થક યુદ્ધમાં તમારા પ્રાણ હોમવામાં, હું જરાય રાજી નથી....
કુમારે અયોધ્યાની સેનાને જ રોકી રાખી. કિલ્લાનો ઘેરો ચાલુ રાખ્યો. અન્ય રાજકુમારોને હેનાં નાનાં ગામોમાં આસપાસ મોકલી દીધાં. તેમના સૈનિકોને પણ મોકલી દીધાં. કુમાર નિર્ભય અને નિશ્ચિંત બનીને, પોતાની છાવણીમાં રહ્યો. તેણે સવારથી રાત્રિપર્યંતનો કાર્યક્રમ બનાવી દીધો. તેમાં સવારમાં આવશ્યક ક્રિયાઓ પતાવીને, બાજુના વિશાળ મેદાનમાં એ પોતાના અશ્વ પર બેસીને, અશ્વક્રીડા કરતો રહેતો. સૂર્ય માથે આવે ત્યાં સુધી એની અશ્વક્રીડા ચાલતી રહેતી. ત્યાર પછી ભોજન કરીને એ વિશ્રામ કરતો. વિશ્રામ કરી લીધા પછી, મંત્રીવર્ગ સાથે અને સેનાપતિઓ યુદ્ધ-પરામર્શ કરતો. રોજેરોજની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવતું. સાંજ સુધી આ વાર્તાલાપ ચાલતો રહેતો. તે પછી એ જ સ્થળે ગીત અને નૃત્યના કાર્યક્રમો થતા. ત્યાર બાદ ભોજન થતું. રાત્રિ પડતી. કુમાર અશ્વારૂઢ બની, મંત્રીઓ સાથે કિલ્લાની ચારે બાજુ ફરવા નીકળતાં. બધા જ સૈનિકો જાગ્રત રહેતાં હતાં. કુમારનું અભિવાદન કરતાં હતાં. કુમાર સૈનિકોનાં સુખદુઃખની વાતો પણ સાંભળતો. એમને પ્રોત્સાહન પણ આપતો હતો.
આ રીતે સમય પસાર થતો હતો, એ અરસામાં આકાશમાર્ગેથી પસાર થતા વિદ્યાધર વાનમંતરે ગુણચંદ્રને જોયો! એ સમયે કુમાર મેદાન પર અશ્વક્રીડા કરતો હતો, તેણે અદૃશ્ય રહીને, બધી પરિસ્થિતિ જાણી. તેના મનમાં કુમાર પ્રત્યે અકારણ દ્વેષ ઉત્પન્ન થયો: ‘આ કુમારમાં કેટલી બધી ધીરજ છે? એક નાના રાજાને મારવા માટે આ કુમાર સમર્થ નથી... અને આ કિલ્લો લેવા માટે ઘેરો નાખીને પડ્યો છે! શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૧૧