________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને એનો પરિવાર વસે છે. નૃત્ય અને ગીતની જ્યાં આરાધના થાય છે. મનુષ્ય પોતાનાં તનમનનાં બધાં દુઃખો ત્યાં ભૂલી જાય છે.'
કામાંકુરની વાત સાંભળીને, લલિતાગે કુમાર સામે જોયું અને એ બોલ્યો: “જો મહારાજકુમાર સ્વીકૃતિ આપે તો કામાંકુરનો પ્રસ્તાવ આપણને કબૂલ છે.'
સમરાદિત્યે કહ્યું: “તમને મિત્રોને જો ત્યાં જવાનું ગમશે તો હું તમને સાથ આપીશ.”
અશોક નાચી ઊઠ્યો... “કામાંકુર, તારો પ્રસ્તાવ મહારાજ કુમારે સ્વીકારી લીધો છે. એટલે હવે રાત્રિનો કાર્યક્રમ નક્કી.”
લલિતાંગે કહ્યું: “તો પછી આવતી કાલે ઉપાશ્રયમાં ધર્મકથા સાંભળવા જવાનું પણ નક્કી. કામાંકુરે ખાસ આવવાનું.”
જરૂર આવીશ... ધર્મકથા સાંભળીશ., આનંદિત થઈશ.' કામાકુરે કુમાર સામે જોઈને કહ્યું.
“ખરેખર, આચાર્યદેવની વાણીમાં આકર્ષણ છે. આજે સાંભળવામાં જરાય કંટાળો ના આવ્યો. સમજવાનું, જાણવાનું ઘણું મળ્યું... મેં તો મારા જીવનમાં પહેલી જ વાર ધર્મકથા સાંભળી. બીજી વખત ધર્મકથા સાંભળવાની ઇચ્છા જાગી. આ બધો પ્રતાપ મહારાજ કુમારનો છે.' લલિતાંગે ભાવવિભોર બનીને કહ્યું.
આવતી કાલે હું આચાર્યદેવને, ઉજ્જૈની પધારવા માટે આગ્રહ કરીશ. તેઓ આપણી પ્રાર્થના અવશ્ય સ્વીકારશે.” કુમારે પલંગમાં લંબાવતાં કહ્યું.
કામાંકુર, આપણે રાત્રિમાં ક્યારે તારી હવેલીમાં પહોંચવાનું છે?' લલિતાંગે પૂછ્યું.
કામાંકુરની હવેલી છેઅહીં ધારાનગરીમાં?' અશોકે આશ્ચર્યથી પૂછ્યું.
હા ભાઈ હા, મને જે ગમે તે હવેલી મારી. આપણે રાત્રિની ચાર ઘટિકા વીતી ગયા પછી ત્યાં પહોંચવાનું છે. એ હવેલી નથી, સ્વર્ગ છે સ્વર્ગ!”
નૃત્યમાં મોર જેવી અને ગામમાં કોકિલ જેવી ધારાની સૌન્દર્ય સામ્રાજ્ઞી ચિંતામણિના મહાલયના સુખડના દ્વારવાળા ખંડમાં આ મહેફિલ યોજવામાં આવી હતી. ખંડ સંગેમરમરનો હતો. દ્વાર અને દિવાલો સોના-રૂપાનાં નકશીકામથી શોભાવવામાં આવ્યાં હતાં. ઠેર ઠેર પરદેશી રમણીય બનાત, મલમલ અને કિનખાબના પડદા લટકતાં હતાં. જમીન પર મૂલ્યવાન કાલીન બિછાવ્યાં હતાં. છતમાં બિલોરી ઝુમ્મરો લટકાવવામાં આવ્યાં હતાં અને ઝુમ્મરોમાં દીપકની રોશની કરવામાં આવી હતી. ૧૩૧૮
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only