________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિવસના ચોથા પ્રહરનો પ્રારંભ થયો હતો. સૂર્ય પશ્ચિમ તરફ ઢળી ગયો હતો. શક્રાવતાર ચૈત્યના વિશુદ્ધ ભૂમિભાગ પર વાચકશ્રી સમરાદિત્ય શ્રમણવૃંદ સાથે જ્ઞાનોપાસનામાં લીન હતાં, એ વખતે બ્રાહ્મણ અગ્નિભૂતિએ વિનયપૂર્વક ત્યાં પ્રવેશ કર્યો. ઉપાધ્યાયથી સમરાદિત્યને વંદના કરી. ઉચિત આસને બેઠો.
ભગવંત, જો આપના શરીરે સુખાકારિતા હોય તો અને આપની આજ્ઞા હોય તો એક પ્રશ્ન પૂછું.' ‘પૂછી શકો છો, મહાનુભાવ.” ભગવત, વીતરાગ પરમાત્માને “સર્વ જીવોના હિત કરનારા' કહેવામાં આવે
“સાચી વાત છે...'
“પ્રભો, જે વિતરાગ હોય તેઓ પરમ મધ્યસ્થ હોય. અને જેઓ પરમ મધ્યસ્થ હોય, તેઓ કોઈના ઉપર ઉપકાર કરી ના શકે, તો પછી વીતરાગને “સર્વ જીવોના હિત કરનારા' કહેવાય નહીં.. છતાં કંઈ દષ્ટિથી, વીતરાગને “સર્વજીવ હિતકારી” કહેવામાં આવ્યા છે?'
“હે સૌમ્ય, સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર પરમાત્મા જીવો ઉપર એક જ ઉપકાર કરે છે, તે છે મોક્ષમાર્ગરૂપ પરમાર્થની દેશના, એ અમોઘ દેશનાથી જીવોનો મહામોહ નાશ પામે છે. આ ઉપકાર, આ હિતકારિતા શું ઓછી છે? છે જે જીવોને ઇન્દ્રિયોનાં વિષયસુખો આપે છે, તે હિતકારી છે.
જે એ ઇન્દ્રિયોનાં વિષયસુખોનો મોહ છોડાવે છે, તે પરમ હિતકારી છે. હે અગ્નિભૂતિ, ખૂબ ગંભીરતાથી આ વાત સમજવાની છે. વીતરાગ ભગવંતનો ઉપકાર સમજવા નિર્મળ-પવિત્ર બુદ્ધિ જોઈએ, કે જે તમારામાં છે.
ફળપ્રાપ્તિનો મુખ્ય હેતુ વીતરાગનો ઉપકાર જેટલો નથી, એટલી એમની ઉપાસના છે. હું તને-બે ત્રણ દૃષ્ટાંતથી, આ વાત સમજાવું છું.
છે જેમ ચિંતામણિ રત્નની ઉપાસના કરવાથી ફળપ્રાપ્તિ થાય છે. છે જેમાં વિશિષ્ટ મંત્રોની ઉપાસના કરવાથી કાર્યસિદ્ધિ થાય છે.
જેમ અગ્નિની ઉપાસનાથી, કાર્યની સફળતા મળે છે, તેવી રીતે વીતરાગ પરમાત્માની ઉપાસના કરવાથી ફળપ્રાપ્તિ થાય છે.
ભાગ-૩ ભવ નવમો
૧૬
For Private And Personal Use Only