________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સૌધર્મેન્દ્રે કેવળજ્ઞાની ભગવંતની પૂજા કરી, વંદના કરી અને પરિવાર સાથે તેઓ આકાશમાર્ગે ચાલ્યાં ગયાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાર પછી મુનિચંદ્ર રાજાએ વિનયપૂર્વક પૂછ્યું:
‘પેલા અધમ ચંડાલે આપના ઉપર ઉપસર્ગ કર્યો, તેનું શું કારણ?’
રાજન, એમાં કારણભૂત છે મોટો પાપાનુબંધ! નવ નવ ભવથી એ પાપાનુબંધ ચાલ્યો આવે છે. સંક્ષેપમાં એ નવ ભવોની વાત કહું છું.
* પહેલા જન્મમાં હું ગુણસેન રાજા હતો, આ ચંડાળ ગિરિષેણ પુરોહિતપુત્ર અગ્નિશર્મા હતો. મેં એને ઘોર કષ્ટ આપ્યાં હતાં. પરિણામે નિકાચિત પાપકર્મ બાંધ્યા હતાં. અગ્નિશર્માએ તાપસ બનીને ઘોર તપશ્ચર્યા કરી હતી અને ભવોભવ
મને મારવાનું નિયાણું કર્યું હતું. આ અમારા બેનો પહેલો જન્મ હતો પાપાનુબંધનો.
* બીજા જન્મમાં હું હતો સિંહ નામનો રાજા અને આ ચંડાળનો જીવ હતો મારો પુત્ર આનંદકુમાર. એણે મારો વધ કર્યો હતો.
* ત્રીજા ભવમાં હું હતો મંત્રીપુત્ર શિખીકુમાર અને આ ચંડાળ હતો મારી માતા જાલિની. એ જન્મમાં માતાએ મને ઝેર આપીને માર્યો હતો.
* ચોથા ભવમાં હું હતો ધનકુમાર અને આ ચંડાળનો જીવ હતો મારી પત્ની ધનશ્રી. એ ભવમાં એણે મને સળગાવીને માર્યો હતો,
* પાંચમાં ભવમાં હું હતો જય અને આ ચંડાળનો જીવ હતો વિજય. અમે સગા ભાઈઓ હતા. એ ભવમાં પણ ભાઈએ મારો વધ કર્યો હતો.
* છઠ્ઠા ભવમાં હું હતો ધરણ અને આ ચંડાળનો જીવ હતો મારી પત્ની લક્ષ્મી. અમે પતિ-પત્ની હતાં. એ ભવમાં પત્નીએ મારા પર ચોરીનો આરોપ મૂકી, મને શૂળી પર ચઢાવડાવ્યો હતો પણ ક્ષેત્રદેવતાના પ્રભાવથી હું બચી ગયો હતો.
* સાતમા ભવમાં હું હતો સેનકુમાર, અને આ ચંડાળનો જીવ હતો વિષેણકુમાર, અમે પિતરાઈ ભાઈઓ હતા. વિષેણે મને મારવા ઘણો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મારી શક્યો ન હતો.
૧૪૫૪
* આઠમા ભવમાં હું હતો રાજકુમાર ગુણચંદ્ર અને આ ચંડાળનો જીવ હતો વાનમંતર નામનો વિદ્યાધર, વાનમંતરે મને મારવા ખૂબ પ્રયત્ન કરેલા પણ મારી શકેલો નહીં. એ મરીને સાતમી નરકમાં ગયો હતો. ત્યાંથી નીકળી અનેક ભવ કરીને, આ ગિરિષેણ ચંડાળ બન્યો. હું મરીને ‘સર્વાર્થસિદ્ધ’ નામના અનુત્તર દેવલોકમાં ગયો હતો. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને, આ જન્મમાં સમરાદિત્ય બન્યો. આ છે અમારી નવ નવ ભવની સંઘર્ષકથા,’
For Private And Personal Use Only
ભાગ-૩ ભવ નવમો