________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાદંબરી' નામની અટવીમાં ‘વિશાખાવર્ધન' નામનું નગર હતું. એ નગરના રાજાનું નામ “અજિતબલ” હતું, અને નગરશ્રેષ્ઠીનું નામ “વસુંધર' હતું.
વસુંધરને એક પુત્ર હતો, તેનું નામ “પ્રિયમિત્ર’ હતું. એ પ્રિય મિત્રનાં સગપણ એ જ વિશાખાવર્ધન નગરમાં સ્કંદશેઠની પુત્રી ‘નીલુકા' સાથે થયાં હતાં.
નીલુકા અને પ્રિયમિત્રનાં લગ્ન થાય, એ પૂર્વે જ પ્રિય મિત્રના પિતાની સંપત્તિ ચાલી ગઈ. જીવનની ઉત્તરાવસ્થમાં વસુંધર શ્રેષ્ઠીને ગરીબી જોવાની આવી. તેઓ હતાશ બની ગયા. તેમણે વિચાર્યું: “આ જીવન મેં અર્થ અને કામ પુરુષાર્થમાં પસાર કર્યું. કોઈ પારમાર્થિક તત્ત્વ હું પામ્યો નહીં. જીવન મારું વ્યર્થ ગયું. હવે જીવનનો કોઈ અર્થ નથી.”
વસુંધરશેઠ જીવન પ્રત્યે વિરક્ત બન્યા. તેમને કોઈ પુરુષનો સંયોગ ના મળ્યો. એમનામાં ઉત્સાહ અને જોમ ભરનાર કોઈ ના મળ્યું. તેમને આપઘાત કરીને, મરી જવાનો વિચાર આવ્યો. ગરીબીએ એમના પ્રાણ લઈ લીધા. પરિવાર દુ:ખી થયો.
પ્રિય મિત્ર પણ દરિદ્રતાથી ખૂબ કંટાળ્યો, કારણ કે દરિદ્ર મનુષ્યનો લોકો પરાભવ કરે છે. તેને લોકો માન-સન્માન આપતાં નથી... ઘરમાં પણ, ઘરના માણસો કદર કરતાં નથી. કામ કરવા છતાં કદર થતી નથી. આવા ઘરમાં રહેવાનું પ્રયોજન શું? ના ઘરમાં કદર, ના સમાજમાં માન, પછી અહીં શા માટે રહેવું? ચાલ્યો જાઉં ક્યાંક દૂર દૂર... જ્યાં મને કોઈ ઓળખતું ના હોય! એવા અજાણ્યા પ્રદેશમાં ચાલ્યો જાઉં. મારા વિના કોઈનું કામ અટકવાનું નથી!
અહીં મને કોઈના પર મમત્વ નથી, પ્રેમ નથી. કોઈને મારા પર પ્રેમ નથી, મમત્વ નથી. આ સંસાર જ એવો છે. અહીં માણસનું મૂલ્ય થતું નથી, પૈસાનું મૂલ્ય થાય છે. જ્યારે પિતાજી પાસે અઢળક સંપત્તિ હતી ત્યારે અમારી હવેલી નગરવાસીઓથી, મહાજનોથી ભરેલી રહેતી હતી. લોકો માન આપતાં હતાં, પ્રશંસાનાં પુષ્પો વેરતાં હતાં. હવે? એ બધા પ્રશંસકો મને જોઈને, પોતાનું મુખ ફેરવી લે છે.
મારે અહીં રહેવું ના જોઈએ. હું ગૃહત્યાગ કરીને ચાલ્યો જાઉં.
આમ શ્રેષ્ઠીપુત્ર પ્રિય મિત્રને દુઃખગર્ભિત વૈરાગ્ય થયો. તેને ઘર અને સમાજ પ્રત્યે નફરત થઈ આવી. અને એક દિવસ કોઈને જાણ કર્યા વિના તે નગરની બહાર નીકળી ગયો. પરંતુ ક્યારેય જીવનમાં “વિશાખાવર્ધન' નગર છોડીને, એ ક્યાંય ગયેલો ન હતો. એ પહેલાં તો નગરના પાદરમાં મૂઢ બનીને, ઊભો રહ્યો. કઈ દિશામાં જવું તે સમજાયું નહીં અને તે ઉત્તર તરફ ચાલી નીકળ્યો.
હજુ પ્રિય મિત્ર એક માઈલ પણ નહીં ચાલ્યો હોય, ત્યાં એને એના પિતાના મિત્ર સામે મળ્યા. તેમનું નામ હતું નાગદેવ. તે સંન્યાસી હતા. પ્રિયમિત્ર નાગદેવને ઓળખતો હતો. તેણે વિનયપૂર્વક નાગદેવ સંન્યાસીને વંદના કરી, નાગદેવે પ્રિય મિત્રને શ્રી સમરાદિત્ય મહાકથા
૧0૮૭
For Private And Personal Use Only