________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વર્ગ, તામ્રલિખીનગરીમાં અવતર્યો. કુમારદેવ શ્રેષ્ઠીનો પુત્ર અરુણદેવ થયો. ચન્દ્રા, પાટલાપથનગરીમાં અવતરી. યશ-આદિત્ય શ્રેષ્ઠીની પુત્રી “દેવિની થઈ. દેવિનીની સગાઈ અરુણદેવ સાથે થઈ. વર્ષો વીત્યાં. બંને યૌવનવય પામ્યાં. લગ્ન નક્કી થયાં.
અરુણદેવ, મહેશ્વર નામના મિત્ર સાથે, પાટલાપથનગરે જવા માટે સમુદ્રમાર્ગે નીકળ્યો. પરંતુ દુર્ભાગ્યથી, માર્ગમાં જ વહાણ તૂટી ગયું. અરુણદેવ અને મહેશ્વરના હાથમાં વહાણનું જ એક પાટિયું આવી ગયું. બંને જણા એ પાટિયાના સહારે સમુદ્રના કિનારે પહોંચ્યા. ત્યાંથી પૂછતાં પૂછતાં બંને પાટલાપથના બાહ્ય પ્રદેશમાં પહોંચ્યા. નગરની બહાર એક પ્રાચીન દેવમંદિર હતું. બંનેએ ત્યાં વિશ્રામ કર્યો.
મહેશ્વરે કહ્યું: “મિત્ર, આ જ નગરમાં તારું થશરકુળ છે. ત્યાં જઈએ તો?”
અરુણદેવે કહ્યું: 'મિત્ર, જોને આપણા દેદાર કેવા થઈ ગયા છે? આપણું ધન તો દરિયામાં ડૂબી ગયું. આપણાં વસ્ત્ર પણ ફાટી ગયેલાં છે. આવી દરિદ્ર અવસ્થામાં મને સાસરાના ઘરે જવું ઉચિત લાગતું નથી.”
મહેશ્વરે કહ્યું: “મિત્ર, ભલે તારી ઈચ્છા નથી, તો આપણે ત્યાં જવું નથી. તું અહીં આ દેવમંદિરમાં વિશ્રામ કર. હું નગરમાં જઈ, બજારમાંથી ખાવા માટે ખાદ્યસામગ્રી લઈ આવું.' “ભલે, તું જા, હું અહીં રોકાઉં છું.'
મહેશ્વર નગરમાં ગયો. અરુણદેવ મંદિરમાં જ લાંબો થઈને સૂઈ ગયો, એને નિદ્રા આવી ગઈ.
૦ ૦ ૦ એ જ દિવસે, વિગત રાત્રિમાં યશ-આદિત્ય શ્રેષ્ઠીની હવેલીમાં એક દુઃખદ ઘટના બની ગઈ હતી.
યશ-આદિત્યની પુત્રી દેવિની, રાત્રિના પ્રથમ પ્રહરમાં હવેલીના ઉદ્યાનમાં એકલી ફરી રહી હતી. શરીર પર અલંકારો હતાં. ગળામાં મૂલ્યવાન હાર હતો. પગમાં ઝાંઝર હતાં. હાથમાં રત્નજડિત કંગન પહેરેલાં હતાં.
ઉદ્યાનમાં બે ચોર ઘૂસી ગયા હતાં. તેમણે દેવિનીને પકડી. એક ચોરે એનું મોટું દબાવીને જકડી રાખી. બીજા ચોરે એનાં ઘરેણાં ઉતારવા માંડ્યાં. હાથમાંથી રત્નજડિત કંકન જલદી નીકળતાં ન હતાં. ચોરે છરીથી બંને હાથ કાપી નાખ્યાં, કંગન લઈને, બંને પલાયન થઈ ગયા. દેવિની બેહોશ થઈને પૃથ્વી પર ઢળી પડી. માલણે ચોરને
૧૧૪
ભાગ-૩ + બવ સાતમા
For Private And Personal Use Only