Book Title: Samaraditya Mahakatha Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 470
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org * શરીરને સુખકારી એવાં શ્રેષ્ઠ વસ્ત્ર પહેરતાં હોય છે. * સદૈવ તેઓ ખીલેલાં પુષ્પોની માળા પહેરતાં હોય છે. * શરીર પર સુગંધી દ્રવ્યોનું વિલેપન કરતાં હોય છે. * દેવોનું શરીર તેજસ્વી હોય છે. * દિવ્ય વર્ણ, ગંધ, સ્પર્શ... સંઘયણ અને સંસ્થાનવાળા દેવો હોય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir * તેઓ દિવ્ય ઋદ્ધિ, દિવ્ય દ્યુતિ, દિવ્ય પ્રભા, દિવ્ય તેજ અને દિવ્ય લેશ્યાવાળા હોય છે. * દેવો નૃત્ય કરે છે, નૃત્ય જુએ છે. ગીત સ્વયં ગાય છે અને ગવડાવીને સાંભળે છે. વાજિંત્રો વગાડે છે ને વગડાવે પણ છે. ૐ આ રીતે હે ભદ્રે, દેવો દિવ્ય સુખો ભોગવતાં જીવનકાળ પસાર કરે છે. *ત્યાં દેવવિમાનોમાં નિરંતર સુગંધી પવન વહેતો હોય છે. *ત્યાં નિર્મળ આકાશ અને દિવ્ય પ્રકાશ રેલાતો હોય છે. ૐ ત્યાં જલાશયોમાં કમળ ખીલેલાં રહે છે અને વૃક્ષો ક્યારેય કરમાતાં નથી. ♦ ત્યાં દેવવિમાનોમાં વિવિધ વાજિંત્રોના સ્વર નિરંતર આહ્લાદ આપતાં હોય છે. * ત્યાં પ્રિય અને ઇષ્ટ ઇન્દ્રિય-વિષયો હોય છે. * જે દેવીઓ સાથે દેવો ત્યાં ક્રીડા કરે છે તે દેવીઓ એટલે * સાક્ષાત્ કામદેવ જેવી. * શ્રેષ્ઠ શણગાર સજેલી. * મનોહર રૂપવાળી. * ગીત-નૃત્યમાં નિપુણ. * મનોહારી ને રતિરસમાં ચતુર. * આનંદપૂર્ણ અને વિલાસપૂર્ણ હોય છે. * આવી દેવીઓ સાથે દેવો સદૈવ ક્રીડારત હોય છે... જીવનનો સમય ક્યાં પસાર થઈ જાય છે, એની ખબર જ પડતી નથી. હે સૌમ્યું, આ રીતે તારા પ્રશ્નનો ઉત્તર આપ્યો. ત્રીજી રાણી સુલોચનાએ વિનયપૂર્વક પૂછ્યું: ‘ભગવંત, આપે જે દેવલોક અને દેવીનું વર્ણન કર્યું, તે સાંભળ્યું, ગમ્યું, પરંતુ એ દેવોનું સુખ શાશ્વત તો નહીં ને?’ ૧૪૫૮ For Private And Personal Use Only ભાગ-૩ ગ્ન ભવ નવમો

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491