________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જી હા.” “એનો પરિચય?
આ સેનકુમાર, ચંપાનગરીનો યુવરાજ છે! અને એનાં લગ્ન મારા જ નગરના મહારાજા શંખની પુત્રી શાન્તિમતી સાથે થયાં છે.' ‘રાજકુમારી શાન્તિમતી ક્યાં છે?'
અરણ્યમાં ખોવાઈ ગઈ છે.” “પણ આ બે તારી સાથે કેવી રીતે થયા?”
ચંપાવાસમાં કેવી રીતે મળ્યા. ત્યારથી માંડીને બધી વાત, કુમારે પલ્લી પતિને હરાવ્યો, પલ્લીપતિએ લુંટનો બધો જ માલસામાન પાછો આપ્યો, રાજકુમારીની શોધ, વગેરે બધી જ વાત સાનુદેવે કહી.
મહારાજા સમરકેતુએ સ્વયં ઊભા થઈને, સેનકુમારનાં બંધનો ખોલી નાખ્યાં. સેનાપતિને કહ્યું: “આ કુમાર મારો જ કુમાર છે, એમ સમજીને મહેલના એક ખંડમાં લઈ જાઓ. દાસ-દાસી આપો. વૈદરાજને બોલાવી, બધા ઘા સાફ કરાવી, પાટાપિંડી કરો. આ પલ્લીપતિના પણ ઉપચારો કરો. બંને સંપૂર્ણ સારા થાય ત્યાં સુધી અહીં જ રાખો.
અને મહામંત્રીજી, તમે આપણા ચુનંદા માણસોન આ પલ્લીપતિ કહે એ બાજુ મોકલીને, રાજકુમારીની તપાસ કરાવો.” સાનુદેવે કહ્યું: “હું થોડા દિવસ સેનકુમાર પાસે રહેવા ઈચ્છું છું.”
બહુ જ સારું સાનુદેવ! તમે કુમારની પાસે રહેશો તો કુમારનું મન સ્વસ્થ રહેશે. જો કે હવે કુમારની તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ હવે મારા રાજકુમાર તરીકે અહીં રહેશે. મહારાજા અમરસેન (સેનકુમારના પિતા) મારા અનન્ય મિત્ર હતા. તેમણે તો આત્મકલ્યાણ સાધી લીધું. હું આ સંસારના કીચડમાં હજુ રાચું છું.' પિતા અમરસેનની સ્મૃતિએ કુમારની આંખો ભીની કરી નાખી. એનું હૈયું ભરાઈ આવ્યું. તે રડી પડ્યો.
મહારાજા સમરકેતુએ કુમારને પોતાના ઉત્સંગમાં લીધો. એના માથે શરીરે વાત્સલ્યભીનો હાથ ફેરવ્યો. ત્યાં ઊભેલા સર્વેની આંખો ભીની થઈ ગઈ.
એક
જ
દીક
૧0૮૪
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only