Book Title: Raichandra Jain Kavyamala Author(s): Mansukhlal R Mehta Publisher: Mansukhlal Mehta Mumbai View full book textPage 8
________________ પ્રસ્તાવના આ પ્રાચીન જૈન કવિઓની કૃતિઓના સંગ્રહના બીજા ગુચ્છકની પ્રસ્તાવના ટુંકમાંજ લખવાના હું સોગમાં છું. ' ' ' આજથી પાંચ વર્ષપર પ્રાચીન જૈન કવિઓની કૃતિઓને પ્રકાશન આપવાને વિચાર મેં કર્યો ત્યારે મારા મનને એમ હતું કે, આ દિશામાં હું કંઈક ઠીક રીતે પ્રયત્ન કરી શકીશ; પણ મનુષ્ય ધારે છે કાંઈ અને થાય છે કાંઈ અનુભવી પુરૂષોએ ઠીકજ કહ્યું છે કે, માણસ જાણે મેં કરું, કરતલ બીજા કાય; - ' આદર્યા અધવચ રહે, અને હરિ કરે સો હોય. * * * " ગુર્જર જૈન કાવ્યના પ્રકાશનના મારા આ વિચારને મારી શરીરપ્રકૃતિએ ધીમે ધીમે ધકે મારવા માંડે; એટલે સુધી ધકકે મારવા માંડયો કે, મને એક વખત એમ પણ અનુભવરૂપ લાગ્યું હતું કે, આ બીજે ગુચ્છકકદાચું જગત આગળ નહીં પણ આવી શકે; તે પણ પ્રભુ કૃપાએ એટલું સારું થયું કે, શરીરપ્રકૃતિએ કાંઈક અનુકૂળ દિશા ગ્રહણ કરી; અને તેથી જ આ ગુચ્છક જગત આગળ આવે છે. આ દિશામાં ભવિષ્યમાં મારાથી પ્રયત્ન થઈ શકશે કે નહીં તેની મને મારી હાલની શરીરપ્રકૃતિ ખબર દે તેમ નથી. પ્રથમ ગુચછકમાં શ્રીમાન આનંદઘનજીનું ચરિત્ર મેં ભાષાદષ્ટિએ આપ્યું હતું. જે સમાજમાં સારા અંશે રસોત્પાદક થયું હતું એમ મને ખાત્રી મળી હતી. એજ શેલીએ આ બીજા ગુચ્છકમાં મારે શ્રીમાન દેવચંદ્રજીનું જીવનચરિત્ર આપવા તીવ્ર ઈચ્છા હતી. આ ગુચ્છક લગભગ ચાર વર્ષ થયાં છપાઈ પડી રહેલ હતું, છતાં શ્રીમાન દેવચંદ્રજી વિસ્તૃત ઐતિહાસિક અને માનસશાસ્ત્રીય જીવનચરિત્ર લખવાની આકાંક્ષાથી આજ સુધી બહાર પાડે નહે. ચાર વર્ષ સુધી પ્રબળ આકાંક્ષા રાખવા છતાં મારી શરીરપ્રકૃતિએ શ્રીમાન દેવચંદ્રજીનું તેવું ચરિત્ર છેવટ સુધી લખવા, યોગ્ય બળ ન આપ્યું શ્રીમાન દેવચંદ્રજીનું આવું ચરિત્ર લખાવાને માટે, મારી પાસે જે વિચારે એકત્રિત થયા છે તે ઉપરથી મને ભરૂસો હતો કે, મારું લખેલું ચરિત્ર સમાજને કદાચુ કાંઈક નૂતનતા દર્શાવનાર થઈPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 465