________________
છે તે અચકાયા
જારતા
જૈન ધર્મ સબંધી સાહિત્ય વિશાળ તેમજ ગહન છે. તેની શોધ બહુ થોડી થયેલી છે અને તે પણ થોડુંક થયાં એટલે તે ધર્મ સંબંધી ઇતિહાસ જવા પૂર્વે ભાષાંતર અને શોધખોળ રૂપે હજુ ઘણું કરવાનું છે. એ સાહિત્ય એક તે વિશાળ રહ્યું, બીજું ગહન રહ્યું અને એ અંગે જોઇતી શોધખેળ અધુરી એથી એમાં તનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ સંબંધી અજ્ઞાનતા રહે એ સ્વાભાવિક છે. તેથી પાશ્ચાત્ય વિદ્વાનની શુભ લાગણી જૈન સાહિત્ય જીતી શકયું ન હોય તે તેમાં આ અજ્ઞાનતા કદચું એક કારણ ગણી શકાય.
* બીજી સાહિત્ય પરિષદના વિચારવંત અને વિદ્વાન પ્રમુખશ્રી કેશવલાલ હર્ષદરાય ધુવેશ્રી હેમચંદ્રાચાર્ય વગેરે જેનપંડિતેના સાહિત્ય વિષે જે યોગ્ય ઈસારા કર્યા છે તે તે હજી તાજા છે. તેથી વિસ્તારભંયથી અહીં નહિ ઉતારતાં સર્વ સામાન્ય તેઓનાં થોડાંક શબ્દ આપીશું તે બસ થશે. '' ****“ વાસ્તવિક રીતે ગુજરાતી ભાષાના ત્રણ યુગ છે. ઈસ્વીસનના ૧૦ મા ૧૧ મા શતકથી ૧૪ મા શતક સુધીને પહેલે યુગ; ૧૫ મા શતકથી ૧૭ મા શતક સુધીનો બીજો અને તે પછીનાં શતકને ત્રીજે. પહેલા યુગની ભાષાને અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી નામ આપવું ઘટે છે. બીજો યુગની ગુજરાતી...ને મધ્યકાલીન ગુજરાતી કહેવી એગ્ય છે. ત્રીજા યુગની ગુજરાતીને અર્વાચીન ગુજરાતી સંજ્ઞા આપવામાં મતભેદ હોયજ નહિ. પહેલાં પાંચ શતકાની ભાષા ગુજરાતી છે તેની પ્રતીતિ સારૂ કાલક્ષેપનો ઉપાલંભ હારીને પણ શતકવાર ઉદાહરણ આપવાની જરૂર છે. એ પાંચ શતકના સાહિત્યને ગેરઇનસાફ થયો છે. કેમકે મધ્યકાલીન ગુજરાતીને જ પ્રાચીન કાવ્ય ત્રિમાસિક અને પ્રાચીન કાવ્યમાલાના અભિમતતંત્રી ગુજરાતી ગણવા ના પાડે છે, ત્યાં પ્રાચીન ગુજરાતીને તો ધડો જ થવો કે ? માતપિતા મેટાં છોકરાંને ઇનકાર કરી નાવારસ ઠેરવે ને નહાના બાળકને જ કબુલ રાખે તેના જેવું આ તો થાય છે. અવમાનિત સાહિત્યની શોધખોળ થતી નથી. અભ્યાસ થતું નથી, ચર્ચા યંતી નથી ને ગુજરાતી અગુજરાતીની યોગ્યતા તપાસાયા વગર અવળું વેતરાયાં જાય છે. વગર ઓળખે અથવા ભૂલમાં ભટકાઈ અજ્ઞાનના અંધારામાં પ્રકાશની રાહ જોયા વગર આપણે આપણું સાહિત્યવડની જમીનમાં ઊંડી ઉતરેલી વડવાઓ વાઢી નાંખવા પ્રવૃત્ત થઈએ છીએ. * * * *