________________
૧૪
સય પંચ લ ગાહારયણ મણિકરંડ મહિયલિ મુહુઉ. સુહભાવિ સુદ્ધસિંદ્ધત સમ સવિસસાહુ સાવધ ગુણઉ. મા.
બેશક આવી કવિતા સમજવી મુશ્કેલ પડે એ ખરી વાત, પણ રાસને જેસંગ્રહ હાથે લાગ્યો છે તેમાંના ઘણું બદ ૧૬ માં ૧૭ મા કે-૧૮માં સૈકામાં લખાયેલ હોઈ તે ની ગુજરાતી ભાષામાં સરળતાથી લખાયા છે.
ઉપલા છપ્પાને અર્થ એ થાય છે કે વિજય નામના ધરે વીરજિતેંદ્રના હાથથી વ્રત લીધું (દીક્ષા લીધી). ત્યાર પછી, તેમનું નામ ધર્મદાસ ગણિ પડ્યું. તેઓ ગામ, નગર સર્વે ઠેકાણે વિહાર કરવા લાગ્યા પિતાના પુત્ર રણસિંહને પ્રતિબોધવા (સમજાવવા) સારૂ તેમણે જિનવચન વિચાર મુજબ આ ઉપદેશમાળા રચી. મણિરત્નના કરડીઆ જેવી ૫૪૦ ગાથા રચી તેનું સર્વે સાધુ તથા શ્રાવક શુદ્ધ સિદ્ધાંત સમ તેને જાણી વિશુદ્ધ ભાવથી શ્રવણ કરે. હવે છેલ્લી ગાથા તપાસિયે. '
ઈણિ પરિ સિરિ ઉવ.એસ માલ કહાય, તવ સંજમ સતિષ વિણય વિજાઈ પહાણય. સાવય સંભારણુણ્ય અચ્છ પય છપય છે દિહિં, રયણસિંહ સૂરીસ સસ પભણુઈ આણંદિહિં, અરિહંતણ એણદિણ ઉદય ધમ્મ મૂલ મથ્થઈ હઉં. ભે ભિવિય ભત્તિ સન્નિહિં સહલ સહય લછછી લીલા લહાઉં,
આનો અર્થ એવો થાય છે કે આ પ્રમાણે શ્રી ઉપદેશ માળા કથાનકમાં તપ, સંજમ, વિનય, વિદ્યા પ્રધાનંક વાતો શ્રાવકો સાંભળે માટે અર્થ પદ છપ્પય છંદમાં રત્નસિંહ સૂરિના શિષ્ય આનંદથી કહ્યું ઇત્યાદિ.
જૂની ગુજરાતીનું મૂળ સ્વરૂપ બતાવનાર આ ગ્રંથે છે. તેની સાથે તથા આજની ગુજરાતી સાથે વિજયભદ્ર મુનિના ગોતમ રાસને સરખાવતાં ૌતમ રાસને ગુજરાતી ભાષાના પહેલા રાસ તરીકે ગણો એ વધારે ઠીક થઈ પડશે. મૈત્તમ રાસની ભાષા બતાવવા અર્થે ડીક કડીઓ અહીં લઈએ -
સંણિપુર્ત સિરિ લૂઈ ભૂવલય પસિદ્ધા, . ચઉદહ વિજા વિવિહ રૂવ નારિ રસ વિક