Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
જ્યારે શુદ્ધ પરમ મોક્ષવાદી દર્શન શુદ્ધ આત્માનું પુનઃ અવતરણ માનતા નથી. અવતરણમાં ઈચ્છા પ્રબળ કારણ છે. જ્યારે આ મુકત જીવો ઈચ્છા રહિત હોવાથી અને ઈચ્છાના કારણોનો પણ ક્ષય થવાથી તેઓને પુનઃ સંસારમાં આવવાનું પ્રયોજન રહેતું નથી. અસ્તુ.
એ વાત નિર્વિવાદ છે કે મોક્ષમાં શાશ્વત, અનંત આનંદની સ્વતઃ નિષ્પત્તિ થઈ છે તેથી આવા આત્માઓ નિજાનંદી અથવા પૂર્ણાનંદી બની સદાને માટે સ્થિર થઈ ગયા છે. મોક્ષ એ ધ્રુવ સત્ય છે, પરંતુ અહીં જે અંધારામાં છે, વિપરીત માન્યતાને કારણે મોક્ષ માર્ગની પણ વિપરીત સ્થાપના કરે છે તેવા સમગ્ર સમાજ કે ધર્મગુરુને લક્ષમાં રાખી “માને મારગ મોક્ષનો આ કટાક્ષ કર્યો છે. આ પદમાં “માન'નો અર્થ વ્યાપક છે. આ કથન કોઈ વ્યકિત વિશેષ માટે નથી. જે મોક્ષમાર્ગ વિષયક વિપરીત માને છે અને મનાવે છે તે સર્વનો તેમાં સમાવેશ થઈ જાય છે. આ તર્કસિધ્ધ સિદ્ધાંત છે કે માન્યતા અવળી હોય તો પરિણામ અવળું જ આવે. પ્રકૃતિ સ્વયં ભૂલનું પરિણામ આપે છે. મનુષ્યની બદ્ધિ છોડીને વિશ્વના અણુ અણુમાં સત્ય ભરેલ છે. સર્વ સાથે प्रतिष्ठितं
અથોતુ સમગ્ર વિશ્વ કે તેના બધા દ્રવ્યો કોઈ શાશ્વત સિદ્ધાંતના આધારે ક્રિયાશીલ હોય છે. કોઈપણ દ્રવ્ય અથવા પદાર્થ સિદ્ધાંતનું ઉલ્લંઘન કરી શકતો નથી અને તેને જ શાશ્વત સત્ય અથવા સનાતન સત્ય કહેવામાં આવે છે. બૌદ્ધિક રીતે આ સિદ્ધાંતોનું અવલંબન કર્યા વિના સિદ્ધાંત વિરુદ્ધ માન્યતા ધારણ કરે તો પરિણામ વિપરીત અથવા અન્યથા થાય. અહીં પણ માન્યતારૂપી સાધન પર જ જોર દેવામાં આવ્યું છે. મનુષ્યની માન્યતા તે આધ્યાત્મિક પરમ સાધન છે. પરંતુ વિટંબના એ છે કે માન્યતા શુદ્ધ રૂપે જળવાઈ રહેતી નથી. તેમાં ઉદય ભાવના, પરિણામો ભળી જવાથી માન્યતામાં વિકાર કે વિભાવ વૃદ્ધિ પામે છે. જેમ શુદ્ધ પાણીના ઝરણામાં મેલું પાણી ભળે તો પાણીની શુદ્ધતા ઘવાય છે કે વિપરીત દશાને ધારણ કરે છે. માન્યતા એક પ્રકારનો જ્ઞાન ગુણનો પર્યાય ભાવ છે. ઉદયમાન કષાયભાવો, અવ્રત આદિ ભાવો કે મોહાત્મક ભાવો તેમાં જોડાય જતાં માન્યતા વિકૃત બને તે સ્વાભાવિક છે. આવી માન્યતાને ત્રણ ભાગમાં આપણે વિભકત કરી શકીએ. (૧) મૂઢ માન્યતા (૨) કદાગ્રહ યુકત કે હઠાગ્રહ યુકત માન્યતા કે માન કષાયના કારણે માન્યતા સાથે અહંકાર રહેવાથી અનાદરણીય માન્યતા. મૂઢ માન્યતા તે સાધારણ જીવોને સ્પર્શ કરે છે, જ્યારે હઠાગ્રહી માન્યતા તેવા ક્ષયોપશમવાળા કષાયભાવથી રંજિત વ્યકિતઓને સ્પર્શ કરે છે. અને (૩) જેમાં તર્કયુકત સત્યનો સ્વીકાર કરવાની ક્ષમતા ન હોય તેવી અહંકારયુકત માન્યતા. આ બધી માન્યતાના કારણે જીવ મોક્ષ માર્ગનો સચોટ નિર્ણય કરી શકતો નથી અને જે રીતે વર્તે છે તેને જ મોક્ષનો માર્ગ માને છે.
આમ કૃપાળુ દેવે અવળે માર્ગે ચઢેલા જીવોને “માને મારગ મોક્ષનો” કહીને જાગૃત થવા” એક પ્રકારે ઉચ્ચ કોટિનું સૂચન કરેલું છે. વન અટવીમાં ભટકેલો માણસ સાચો માર્ગ કયો છે એ પ્રાપ્ત ન થવાથી ઘણું ચાલ્યા પછી પણ ભટકતો જ રહે છે. આ છે એક પ્રકારની દુર્દશા !
આધ્યાત્મિક દુર્દશાની કરૂણા : આ દુર્દશા સ્વતઃ જ્ઞાનીઓ માટે કરૂણાનું ભાજન બને છે. વસ્તુતઃ કરૂણા દ્રવિત થવી એ જીવની કોમળતા અને કષાય રહિત ભાવોથી ઉત્પન્ન થતી દયામય એક ધારા છે. આ ધારા માટે ઘણા નિમિત્તો હોય છે. દુઃખી જીવોને જોઈને પણ કરુણા ઉપજે છે,
III IIIBll laal ||Iકાર લીધlI
nય લીધl II || Hall
ll હાલોલ IIulia માલદીfillinકાળી પ૭ ગયાll