Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
છે. જેમાં આત્મગુણોનો વિકાસ થાય છે, અલૌકિક ગુપ્ત પ્રતિભા ખીલે છે. ત્યાં દ્રવ્ય-ભાવે આત્મદ્રવ્યની શુદ્ધિ થાય છે. ક્ષેત્રભાવે જે ક્ષેત્રમાં પોતે નિવાસ કરે છે તે ક્ષેત્રના સૂમ પરમાણુઓ પણ પ્રભાવિત થાય છે. તેમનો કાળ અથવા સ્વસમય ઉત્તમ પર્યાયોથી પરિણત થાય છે અને શુધ્ધ ભાવોનું તો પૂછવું જ શું ? એક પછી એક તારતમ્ય ભાવે બધાં ગુણોની સંકલિત પર્યાયો વિકાસ પામે છે. આ પરાશકિત અદશ્ય છે. અન્ય માટે અગોચર છે. પરા શકિતનું ફળ વ્યવહાર અને વાણીમાં પ્રભાવ પડે છે.
અહીં કહેવાનું મૂળ તાત્પર્ય એ છે કે જે સાધક ____यो पराम् विहाय अपराम् अवलंबते जयोतिम् विहाय तमसो गच्छति अथैव यो अपराम् विहाय पराम् अवलंबते तमसो विहाय महाजयोतिम् गच्छति ॥
અર્થાત્ જે સાધક પરાશકિતનું અવલંબન છોડીને અપરાનું અવલંબન કરે છે અને જનસમૂહમાં જે પ્રભાવ અને કીર્તિ મેળવે છે તે જયોતિનો ત્યાગ કરી અંધકાર તરફ જાય છે એથી વિપરીત જે સાધક અપરાશકિતને માયાવી ફળ માની, તેને છોડી પરાશકિતનું અવલંબન કરે છે તે અંધકારમાંથી પરમ જયોતિને પ્રાપ્ત કરે છે.
શાસ્ત્રભાવે એવું સમજાય છે કે સામાન્ય કર્મોના ક્ષયોપશમ અને કેટલાક પુણ્ય કર્મોના ઉદય મનુષ્યના વિકાસમાં કારણભૂત તો છે જ પરંતુ તેથી વિશેષ એ વાત જાણવાની છે કે કેટલાક પુણ્યના સંયોગ વિશિષ્ટ હોય છે. તે જ રીતે આત્મશકિતના પણ કેટલાક વિશેષ ચમત્કારી પર્યાયો હોય છે. જેના પ્રભાવે જીવ લબ્ધિધારી બને છે. વિલક્ષણ પ્રભાવ તેમાં જોવામાં આવે છે. શ્રી ગીતાની ભાષામાં તેવા લબ્ધિધારીઓને વિભૂતિઓ કહેવામાં આવે છે. આ વિભૂતિઓના અપૂર્વ ચમત્કારો સામાન્ય બુધ્ધિથી જાણી શકાતા નથી. તેનામાં વિશેષ પ્રકારની મતિ અને શ્રુતજ્ઞાનના પર્યાયો પણ ખીલે છે અને એ જ રીતે અલૌકિક પુણ્યનો સંયોગ થતાં તેમનું શરીર અર્થાત વચનયોગ, કાયયોગ, મનોયોગ અદ્ભુત પ્રભાવવાળા હોય છે. આ જ રીતે કળાના ક્ષેત્રમાં પણ મનુષ્યને વિશેષ પ્રકારની કળાઓ પ્રાપ્ત થાય છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે આ લબ્ધિપ્રયોગ કોઈ ભૂતકાળની અપૂર્વ સાધનાનું પરિણામ હોય છે. આવા લબ્ધિધારી પુરુષ જ્યારે અધ્યાત્મક્ષેત્રમાં પ્રવેશે છે ત્યારે તે સદ્દગુરુનું મહાન પદ પ્રાપ્ત કરે છે, ભગવાન તરીકે પણ પૂજાય છે. તેના અલૌકિક પ્રભાવથી લાખોના જીવન પણ સુધરે છે.
અહીં સિધ્ધિકાર વિશિષ્ટ સદ્ગુરુના લક્ષણમાં સર્વ પ્રથમ (૧) આત્મજ્ઞાન રાખ્યું છે અર્થાત્ જીવ દ્રવ્ય વિષે, ચૈતન્ય દ્રવ્ય વિષે, વિલક્ષણ જ્ઞાન ધરાવે છે. શબ્દોથી અકથ્ય એવું આ આત્મજ્ઞાન કેટલાક ભાવોથી પ્રગટ થાય છે, જાણી શકાય છે. આત્મજ્ઞાનનો અર્થ છે ઘરનું જ્ઞાન, પોતાનું જ્ઞાન, સ્વયં કોણ છે તેની ઓળખાણ અર્થાત્ જે જ્ઞાતા દષ્ટા છે અને સમગ્ર ઉપયોગ અને યોગનો અધિષ્ઠાતા છે તે આત્મા છે. સમગ્ર આત્મતત્ત્વ એક પ્રકારે વિશ્ર્વાત્મા છે. સંગ્રહનયની દષ્ટિએ સમગ્ર આત્મદ્રવ્યો એક આત્મતત્ત્વ જ છે. સની દૃષ્ટિએ તેમાં જરાપણ વિભિન્નતા નથી અને પર્યાયની દૃષ્ટિએ પ્રત્યેક જીવનું સ્વતંત્ર અસ્તિત્ત્વ પણ છે. આમ દ્રવ્ય, ગુણ અને પર્યાયનો નિશ્ચય કરી જેનું જ્ઞાન આત્મતત્ત્વમાં સ્થિર થયું છે તેને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. આત્મજ્ઞાનનો અર્થ કોઈ એવો ન કરે કે પોતાનું જ્ઞાન, પોતે જે સમજયો છે તે જ જ્ઞાન,
ગાલા ૧૪૬ શાળા