Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
*****
;*:::::
અરિહંત ભગવંતો સરુનો વિનય કરે તે અધ્યાત્મસ્થિતિનો અપાર મહિમા છે. અહીં કૃપાળુ ગુરુદેવે આ ચોથું પદ લખીને ત્રીજા પદમાં રહેલો સદ્ગુરુ પ્રત્યેનો જે અપૂર્વ ભાવ સંબધ પ્રગટ કર્યો છે તે ખરેખર અલૌકિક છે.
ઉપસંહાર : આપણે ૧૯મી સંપૂર્ણ ગાથા સમાપ્ત કરી રહ્યા છીએ. ત્યારે પામ્યો કેવળ જ્ઞાન' એ શબ્દમાં સંપૂર્ણ લક્ષવેધ થયો છે. કેવળજ્ઞાન એ અંતિમ નિશાન છે, તેને જીવ પામ્યો છે. જો કે અહીં પામવાની ક્રિયા કેવળજ્ઞાન સાથે અનુકૂળ નથી. કેવળજ્ઞાન સ્વતઃ સિધ્ધપર્યાય છે જયારે પામવાની ક્રિયા યોગ-ઉપયોગની એક પ્રક્રિયા પૂરી થાય છે અને ચરમ બિંદુ સુધી તે સાધનાની પ્રક્રિયા ચાલુ રહે, ત્યારબાદ અંતિમ ક્ષણે તે ભાવ પરિણામો શૂન્ય થાય છે, ત્યારે કેવળ જ્ઞાનનું અસ્તિત્ત્વ તો હતું જ તે સ્વતઃ પ્રગટ થાય છે અર્થાત્ તિરોભાવમાંથી આવિર્ભાવ પામે છે. પામ્યો છે એટલે પહોંચ્યો છે એવો અર્થ લેવાનો છે. પામ્યો છે એટલે સાધના પૂરી કરી છે અને તે અંતિમબિંદુ સુધી સદ્ગુરુનું અવલંબન જળવાઈ હું છે તેથી પહોંચ્યા પછી પણ સદ્ગુરુ દષ્ટિથી અગોચર થતાં નથી. અસ્તુ.
ઉપોદ્દાત : આ ૧૯મી ગાથાનું સમાપન ઘણા ઘણા ભાવ મૂકી જાય છે અને ઘણા અકથ્ય ભાવોને પણ પરોક્ષભાવે પીરસી જાય છે. આપણે યથાસંભવ નવનીત કાઢવા અથવા વલોણું કરવા પ્રયાસ કર્યો છે અને તેનો આસ્વાદ લેવા, આનંદાનુભૂતિ કરી છે. હવે આપણે વીસમી ગાથામાં પ્રવેશ કરશું.