Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
કોઈપણ વિદ્યાની સાધનામાં સાધકે પોતાની અધૂરી સમજ અને તે સમજ પ્રત્યેનો અહંકાર ત્યજી દેવો જોઈએ. પછી તે અધ્યાત્મિક વિદ્યા હોય કે વ્યવહાર વિદ્યા હોય. વિદ્યા માત્ર વિનયની અપેક્ષા રાખે છે. “પ્રાપ્યતે વિદ્યા વિયેના અર્થાત્ વિનયથી વિદ્યા પ્રાપ્ત થાય છે અને વિનયનો અર્થ છે, સ્વચ્છંદ અને મતનો આગ્રહ છોડી દેવો. આ પ્રથમ શરત થઈ. ત્યારબાદ ગુરુને શરણે જવું અને ગુરુ જો યોગ્ય હોય, તેમના પ્રતિ પૂર્ણ સંતોષ થાય તો તેમને સમર્પિત થવું. અર્થાતુ તેની આજ્ઞા અને વિધાને સમજવા કોશિષ કરવી. જો આ અવસ્થા સાચી રીતે પ્રગટ થાય તો આગળ નો યથાર્થ બોધ સ્વતઃ થાય છે અને જેને યથાર્થ દર્શન કહેવાય તેવા ભાવ ખીલી ઉઠે છે. અહીં શિષ્યના વિનયને જ યથાર્થદર્શનનું બિરુદ આપ્યું છે. આ રીતે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગુરુ શિષ્યની શુધ્ધ પરંપરાનો ઉલ્લેખ કરીને, આ ગાથા સ્વયં મહત્વપૂર્ણ બની છે. હવે આપણે અઢ પરમી ગાથા ઉપર દ્રષ્ટિપાત કરશું.
ઉપોદ્દાત ઃ અહીં શાસ્ત્રકાર અઢારમી ગાથાનો શુભારંભ કરે છે તે ખરી રીતે ૧૭મી ગાથામાં ઉદ્ભવેલા પ્રશ્નનો જવાબ છે. ૧૭મી ગાથામાં સ્વચ્છેદ મતાગ્રહ ત્યજી એમ કહ્યું છે. ત્યારે અહીં શિષ્ય પૂછે છે કે પૂજ્ય ગુરુદેવ ! સ્વચ્છંદ કે મતાગ્રહને છોડવાનો ઉપાય શું છે ? એ કેવી રીતે ત્યજી શકાય? શું પોતાની ઈચ્છાથી આ કષાયોને જીતી શકાય છે ? આ પ્રશ્નોનો જવાબ શાસ્ત્રકાર સ્વયં ૧૮માં પદમાં આપતા જણાય છે. - કોઈપણ કાર્યમાં એક નિશ્ચિત પ્રક્રિયા હોય છે. કામ ગમે તેવું સારું હોય, પરંતુ પ્રારંભથી લઈ અંત સુધી તેને યથાર્થ પ્રક્રિયાનું અવલંબન લેવાનું હોય છે, જો તે ન કરે તો માણસ વિફળ થઈ જાય છે. પાણીનું વલોણું કરવાથી માખણ નીકળતું નથી. કેટલીક બિમારી તો એવી છે કે સાચો ઉપાય ન કરવાથી અને ખોટો રસ્તો લેવાથી તે બમણી થઈ જાય છે. જેમ કોઈ હઠાગ્રહી બાળકની સામે બીજા હઠ પકડે તો પ્રાયઃ બાળકની હઠ વધી જાય છે. એટલે જ કહ્યું છે કે પાન fસમ્બન્ને રાજ્યffણ મનોરથેન' અર્થાત્ સાચા ઉપાયથી જ સિધ્ધિ મળે છે. મનોરથથી કે વણસમજયા સંકલ્પથી ફળ વિપરીત આવે છે. આ ૧૮મી ગાથામાં કૃપાળુ ગુરુદેવ સ્વયં કષાયોને જીતવાનો સાચો માર્ગ બતાવે છે. હવે આપણે અઢારમી ગાથા જોઈએ.
૨૨૧ વાર