Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આ બધી કુળ પરંપરાઓ અને કોઈપણ માન્યતાના આધારે એ પરંપરાઓને વળગી રહેલા માણસો જ થોડા સંસ્કારયુકત હોય છે અને તેમનું જીવન અહિંસક અને દયામય હોય છે. ધર્મની કોઈપણ પ્રકારની માન્યતા વગરના માણસો નાસ્તિક અને ભૌતિકવાદી હોય છે. આ સિવાય સમાજના સારા સંગઠનો પણ ધાર્મિક માન્યતાઓને આધારે ટકેલા હોય છે, જેથી કુળ પરંપરાઓ નગણ્ય છે, અથવા હાનિકારક છે, તેમ અહીં કહેવાનો ભાવાર્થ નથી, પરંતુ આવા ક્રિયાકાંડવાળા ગુરુના તથા પરંપરાના આધારે જીવાત્મા જો આગળનો વિચાર ન કરે અને આત્મવિકાસની તારવણી ન કરે અથવા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે અવકાશ ન ધરાવે તો તે જીવાત્મા સંસારચક્રથી મુકત થઈ શકતો નથી અસ્તુ. અહીં કહેવાનો અર્થ એટલો જ છે કે કોઈપણ પરંપરાના આધારે નવું જ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ રૂંધાવો ન જોઈએ. તેમજ તેવા પ્રકારના મતનો આગ્રહ પણ ન હોવો જોઈએ.
(૧) અહીં બાહ્ય ક્રિયા છે અને જ્ઞાન નથી. (૨) બાહ્ય ક્રિયા છે અને જ્ઞાન પણ છે, તે સંભવ નથી. (૩) બાહ્ય ક્રિયા નથી અને જ્ઞાન છે તે સાપેક્ષ છે. (૪) બાહ્ય ક્રિયા પણ નથી અને જ્ઞાન પણ નથી તે અંધકાર છે.
- આ પદમાં શાસ્ત્રકારે પ્રથમ ભંગને સ્પર્શ કર્યો છે, બાહ્ય ક્રિયા છે અને જ્ઞાન નથી. હકીકતમાં જ્ઞાનનો અભાવ જ બાહ્ય ક્રિયાનું કારણ છે. જ્ઞાનનો સદ્ભાવ થતાં બાહ્ય ક્રિયા તે શુભ ક્રિયા બની જાય છે. અહીં શાસ્ત્રકાર શુભ ક્રિયાનો નિષેધ કરતાં નથી પરંતુ જ્ઞાન વિનાની ક્રિયા તે બાહ્ય ક્રિયા છે અર્થાત્ બાહ્ય ત્યાગ છે. વસ્તુતઃ ત્યાગ તો આવશ્યકતત્ત્વ છે અને જ્ઞાન પ્રાપ્ત થતા અવશ્ય ત્યાગ પ્રાપ્ત થાય છે. આખું પદ જ્ઞાનના અભાવે નીપજતાં બાહ્ય ત્યાગથી આત્મજ્ઞાન અવરોધાય છે તેમ સ્પષ્ટ કરે છે.
ઉપરના વિવેચનમાં બાહ્યત્યાગમાં કુળ પરંપરાને પણ કારણ બતાવ્યું છે, કુળપરંપરાના આગ્રહથી મમત્વ જન્મે છે અને તેથી જીવાત્મા આગળ વધી શકતો નથી.
અવિકાસનું મૂળ કારણ : આ બધા બાહ્ય ભાવો શાસ્ત્રકારે કહ્યાં છે પરંતુ આવી સ્થિતિમાં જીવની આત્યંતર સ્થિતિ શું હોય તેનું વિવેચન જાણવું જરૂરી છે. જૈનદર્શન બતાવે છે કે જો કષાય મોહનીય કર્મ પાતળું ન થયું હોય અને મિથ્યાત્વ મોહનીયની સ્થિતિ મંદ ન હોય ત્યારે જીવ કોઈપણ નિમિત્તે બાહ્ય ભાવમાં અટવાય જાય છે, પરંતુ અનંતાનુબંધી કષાયનો ક્ષયોપશમ થયો હોય અને મિથ્યાત્વ મોહનીય પાતળું પડયું હોય, ગ્રંથીભેદના કિનારા સુધી આવ્યા હોય, તો તેવો જીવ મિથ્યાભાવોમાં અટકી શકતો નથી, તેમજ કોઈ ફળ પરંપરા કે બીજા કોઈ ગુરુના નિમિત્તે તે આત્મકલ્યાણનો માર્ગ અવરોધી શકતો નથી. પોતાના ક્રમ પ્રમાણે યોગ્ય બિંદુ પર આત્મા પહોંચે ત્યારે સમગ્ર અવરોધક કારણો અસ્ત પામી જાય છે.
અહીં શાસ્ત્રકારે બાહ્ય ત્યાગનું જે વિવરણ કર્યું છે તેમાં નિમિત્ત કારણ રૂપે કુળપરંપરા નથી. પરંતુ જ્ઞાનરહિત ગુરુ છે, આ બધા નિમિત્ત કારણો ત્યારે જ કાર્યકારી થઈ શકે જો એ અશુધ્ધ ઉપાદાનની પર્યાયોમાં પ્રવર્તમાન હોય. વસ્તુતઃ અગ્નિનો સ્પર્શ પેટ્રોલને આગ લગાડે જ પરંતુ અગ્નિનો સ્પર્શ નિમિત્ત કારણ છે. પેટ્રોલમાં બળવાની ઉપાદાન શકિત છે જ. જો ઉપાદાન શકિત
'પણ૨૭૩