Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ગાથા-૧૦
'સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદગુરુ લક્ષ,
'સમકિત તેને ભાખીયું, કારણ ગણી પ્રત્યક્ષ II આગ્રહના વિવિધ રૂપો : પૂર્વમાં ફકત “સ્વચ્છંદ”નો જ ઉલ્લેખ હતો, જયારે અહીં એક શબ્દનો વધારો કરવામાં આવ્યો છે અને કહ્યું છે કે “મત + આગ્રહ = મતાગ્રહમાં “આગ્રહ” શબ્દ ઘણો જ વિલક્ષણ છે. “મત” ની પછી તેનો ઉલ્લેખ કર્યો છે પણ તેને “સ્વચ્છંદ” ની સાથે પણ જોડી શકાય તો “સ્વચ્છેદ આગ્રહ” અને “મતાગ્રહ” અને જો આપણે “આગ્રહ” શબ્દને વિશેષણ રૂપે ન લઈએ તો પ્રતિબંધકની ત્રણ સંખ્યા થઈ જાય છે. “સ્વચ્છંદ” અને “મત” બે પ્રતિબંધક છે જયારે ત્રીજો પ્રતિબંધક “આગ્રહ” છે. ત્રણેનું ઊંડું વિવેચન કરતા પહેલા “આગ્રહ” ની નાડી તપાસીએ. બધી ધાર્મિક ઉપાસનાઓમાં પ્રતિબંધક તરીકે “આગ્રહ” નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને જુદા જુદા નામ અપાયા છે. “હઠાગ્રહ” “દુરાગ્રહ” “કદાગ્રહ” “મતાગ્રહ” આદિ આગ્રહો ધર્મવિરોધી હતા. જયારે મહાત્મા ગાંધીજીએ એક નવા “આગ્રહ” નો ઉદ્ભવ કર્યો અને તેને નૈતિક ધર્મ તરીકે ઓળખાવ્યો છે તેનું નામ “સત્યાગ્રહ” રાખ્યું. વસ્તુતઃ સત્યનો આગ્રહ હોતો જ નથી. “સત્ય” સ્વયં સિધ્ધ તત્ત્વ છે. જૈન દર્શનમાં “સર્વ રવતું ના યd” સત્યને ભગવાન સ્વરૂપે સ્વીકાર્યું છે. અર્થાત્ સત્ય અણુ અણુમાં પ્રકાશિત છે. તેનો આગ્રહ શું હોઈ શકે? પરંતુ રાજનીતિમાં આ સત્યાગ્રહનો ઉપયોગ કરી જનતાને સમજાવવામાં આવે છે અસ્તુ. તેની સાથે આપણે સબંધ નથી.
આ જ રીતે યોગશાસ્ત્રમાં પણ “હઠાગ્રહ” ને સાધનાનું અંગ માન્ય છે. “હઠ” શબ્દનો અર્થ જ જુદો છે. હ + ઠ = “હઠ' એટલે સૂર્યનાડી અને 6' એટલે ચંદ્રનાડી. પુરુષાર્થ પૂર્વક બંને નાડી ઉપર સંયમ લાવવામાં આવે તેને “હઠાગ્રહ” કહેવામાં આવે છે. પરંતુ વ્યવહારમાં “હઠાગ્રહ’ શબ્દનો રૂઢાર્થ બગડી જ ગયો છે. વસ્તુતઃ જૈનદર્શનમાં તો “આગ્રહ” શબ્દ સર્વથા નિષિદ્ધ છે. કોઈપણ જગ્યાએ આગ્રહ કરી આદેશ આપવાની મનાઈ છે. સ્વતઃ સાત્વિકવૃત્તિથી ધર્મારાધના કરવાની છે. જૈન શાસ્ત્રોમાં “નહીસુટું દેવાળુપ્રિયા ન પડવંજ જે આ સૂત્ર નિરંતર વપરાયું છે. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તે રીતે વર્તો પરંતુ તમારા આત્માની ઉજ્જવળ પર્યાયનો પ્રતિબંધ ન થાય તેમ કરશો. કૃપાળુ ગુરુદેવે “બહુ પુણ્યકેરા પુંજ”માં સ્વયં ઉલ્લેખ કર્યો છે કે – “નિર્દોષ આનંદ અને સુખ મેળવો પરંતુ એ દિવ્ય આત્માનો પ્રતિબંધ ન થાય અને કર્મ જંજીરોથી મુકત થાય. અહીં પણ નિર્દોષભાવે વર્તવાની પ્રેરણા આપી છે. કોઈ જાતનો આગ્રહ રાખવાનો નથી.
મતાગ્રહનો આગળિયો : “આગ્રહ” શબ્દ વ્યવહારદશામાં ઉપર્યુકત હોઈ શકે છે. સાંસારિક અવસ્થામાં મનુષ્યનું ઘડતર કરવા માટે અને બાળકને નિયમિત રાખવા માટે કેટલાક આગ્રહ રાખવા પડે છે. અસ્તુઃ અહીં અધ્યાત્મક્ષેત્રમાં “આગ્રહ’ શબ્દ સર્વથા વર્જનીય છે. આ ગાથામાં “સ્વચ્છંદ” છોડ્યા પછી “મત' નો આગ્રહ ન રાખવાની ખાસ ભલામણ કરે છે. આવો
૨૧૫