Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
રખડતાં વિચારો છે, જે દોર તૂટયાં પછીની પતંગ જેવાં છે. પરંતુ એહ વિચાર એમ કહીને શાસ્ત્રકારે ખાસ વિશેષ વિચારો પર વજન આપ્યું છે કે જેની તુલનામાં સામાન્ય વિચાર ટકી ન શકે. સાચા કુંદનની તુલના કુંદનથી જ થઈ શકે. પિત્તળ કે અન્ય ધાતુથી નહીં, તેમ શાસ્ત્રકારે જેહ વિચાર કહ્યા છે ‘એહ વિચાર' જે રૂપે છે તેહ રૂપે શુધ્ધ ભાવે મુમુક્ષુ તેને ગ્રહણ કરે છે અસ્તુ.
મુમુક્ષુ શબ્દની સાર્થકતા : હવે આપણે મુમુક્ષુ શબ્દ પર વિચાર કરશું. મુમુક્ષુ એટલે શું ? "मुक्तं भवितुम् इच्छति सः मुमुक्षः । मोक्षार्थयस्येच्छा वर्तते स मुमुक्षः । मुकतेरभिलाषी મુમુક્ષુઃ ।”
આ રીતે ઈચ્છા શકિતને મુકિત સાથે જોડવામાં આવી છે. ઈચ્છા સામાન્ય રીતે વિષય ગામિની અને પરિગ્રહગ્રાહીણી હોય છે. ઈચ્છા શબ્દ મમતાવાચી પણ છે. અનંત સંસારમાં જીવ ઓઘસંજ્ઞાથી અને ઈચ્છાશકિતથી રોકાયેલો છે. સમગ્ર સંસાર મનુષ્યની ઈચ્છામાં સમાયેલો છે. આ પ્રબળ ઈચ્છા ભૌતિક તત્ત્વને જ જુએ છે. પૌદ્ગલિક માયાને પોતાનું નિશાન બનાવે છે અને જેમ જેમ પ્રાપ્તિ થાય તેમ તેમ ઈચ્છા વધતી જાય છે. આવી ઈચ્છાને મુકિત તરફ વાળવી તે એક અમોઘ નિર્ણય છે કારણ કે મુકિત તે એક પ્રકારનું અભાવ તત્ત્વ છે. કૃષ્નવર્મક્ષયો મોક્ષઃ ।’ અર્થાત્ સંપૂર્ણ કર્મનો નાશ તે મોક્ષ છે. પ્રતિયોગી ગયા પછી અનુયોગી જે ગુણો પ્રકાશિત થાય છે તે સદ્ભાવ રૂપી મોક્ષ છે, પરંતુ મુકિત શબ્દ આવરણ અને બંધન રહિત અવસ્થાને પ્રગટ કરે છે. હવે ઈચ્છાશકિતને કોઈ રૂપી દ્રવ્યો ગમતાં નથી તેમજ વિષયની ઈચ્છાઓ શાંત થઈ જાય છે. ઈચ્છાનું રૂપાંતર થયું છે, હવે તે ઈચ્છામાં મુકિત સમાવિષ્ટ થયેલી છે. જો કે ઈચ્છા અને મુકિત સહગામી નથી. જેમ જેમ મુકિતનો પ્રકાશ વધે છે તેમ તેમ ઈચ્છા નાશ થતી જાય છે, છેવટે ઈચ્છા શૂન્ય થઈ જશે અને નિર્મળ મુકિત બની જશે પરંતુ આ અંતિમ અવસ્થા છે.
પ્રારંભમાં મુકિત કલ્પનામાં છે, જ્ઞાનમાં છે, જેમ ભવિષ્યનો વિચાર મનુષ્યના જ્ઞાનમાં સમાય છે પરંતુ તે અનુભવરૂપ નથી તેમ અત્યારે ઈચ્છામાં ભવિષ્ય મુકિતનું સ્વરૂપ સમાયેલું છે અને તેથી ઈચ્છાની પ્રબળતા છે. મુતિ માણવાની ઈચ્છા છે. આ રીતે ઈચ્છા અને મુકિત બંને ગુણો વ્યક્તિમાં પ્રવિષ્ટ થવાથી તે મુમુક્ષુ પદને પામે છે.
મુમુક્ષુ શબ્દથી કોઈ મુમુક્ષુ બની શકતા નથી. શબ્દ એક બાહ્ય નામ છે. જેમ કોઈનું નામ રામ રાખીયે તો નામ નિક્ષેપથી પોતે રામ છે પરંતુ તે નામ માત્રથી રામ થતો નથી. એ જ રીતે મુમુક્ષુ શબ્દ ધારણ કરવાથી તે નામ નિક્ષેપ દ્વારા મુમુક્ષુ તરીકે ઓળખાય છે પરંતુ તેમની ઈચ્છા કિતમાં એક માત્ર મુકિત જ રહે અને બીજા બધા વિષયોને હાંકી કાંઢે ત્યારે આ ઈચ્છા મુકિતની ઈચ્છા બને છે અને ઈચ્છાનો અધિષ્ઠાતા મુમુક્ષુ બને છે અસ્તુ. આ સમજાય તેવી વાત છે. એક જીવ મુમુક્ષુ બની શકે છે અને જે જીવ મુમુક્ષુ નથી બનતો તેના મૂળ કારણો વિચારવા ઘટે છે.
દર્શનમોહના વિભિન્નસ્તર : શાસ્ત્રો અનુસાર દર્શનમોહનીયના બે પ્રકાર બતાવ્યા છે. મિથ્યાત્ત્વમોહનીય, સમ્યક્ત્વમોહનીય ઈત્યાદિ. મિથ્યાત્વ મોહનીય પણ બે પ્રકારે ઉદયમાન થાય છે. ગાઢ મિથ્યાત્વ મોહનીય અને અલ્પરસ મિથ્યાત્વમોહનીય. ગાઢ મિથ્યાત્વમોહનીય કર્મ ઉદયમાન થાય ત્યારે જીવ મૂઢ દશામાં અને અજ્ઞાની રૂપે જીવન ધારણ કરતાં હોય છે પરંતુ
૨૫૮