Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
તારી ઉન્નતિ થઈ છે. આ રીતે ગુરુ-શિષ્યનો સંબંધ ભૌતિક સુખના આધારે બંધાય છે. પરંતુ, હકીકતમાં તે ગુરુ જીવને પરમાર્થ તરફ લઈ જતાં નથી અને શિષ્યને પણ પરમાર્થ તરફ જવાની અપેક્ષા નથી. પોતાના બાપદાદાથી થયેલા અને માનેલા પુણ્ય પુરુષોને કુળગુરુ તરીકે સ્વીકારીને બધી રીતે તેનું સન્માન જાળવે છે, ભકિત કરે છે અને પૂજનીય પુરુષ તે કુળગુરુ કહેવાય છે.
શાસ્ત્રકાર અહીં કુળગુરુ તરીકે કોઈ વ્યકિતનો વિરોધ પ્રદર્શિત નથી કરતા, પરંતુ ત્યાં આત્મ સાધના, તત્ત્વજ્ઞાન કે આત્માર્થનો અભાવ પ્રાયઃ જોવા મળે છે. જેઓએ તેની કુળગુરુ તરીકે કલ્પના કરી છે અને તે કલ્પનાના આધારે તે વ્યકિત ગુરુપદ ભોગવે છે. આમ ખરુ પૂછો તો કલ્પના બન્ને પક્ષમાં છે. શિષ્યની કલ્પના માત્ર છે અને ગુરુની પણ કલ્પના માત્ર છે. જેને સામાજિક શાસ્ત્રમાં સ્થાપિત હિત કહેવામાં આવે છે અને આ સ્થાપિત હિત કોઈ ખાસ કલ્પનાના આધારે ચાલ્યા આવે છે. આપણે અહીં કલ્પના શબ્દનું વિવરણ કર્યા પહેલા કુળગુરુ વિશે જે કહેવામાં આવ્યું છે તેને ન્યાય દૃષ્ટિએ વિચારીએ
શાસ્ત્રકાર સ્વયં આત્માર્થ અને પરમાર્થના ઉપાસક છે. તેઓ શિષ્ય તથા શ્રોતાઓને સાચા રત્ન-મોતી આપવા માંગે છે અને તે સત્ય આધારિત છે. ગુરુ પરંપરા જળવાઈ રહે અને આત્મજ્ઞાની તે સાચા ગુરુ બની શકે તેવો ભાવ પ્રગટ કર્યા પછી કુળગુરુ તરીકે પ્રસિધ્ધ થયેલા ગુરુઓ પ્રત્યે જરાપણ વૈમનસ્ય કે નફરતની ભાવના લાવ્યા વિના ઈશારો કરે છે કે કુળગુરુ હોય તો ભલે હોય, તે સ્થાપિત થયેલા ગુરુઓ છે. તે ગુરુ તરીકે પૂજાતા હોય પરંતુ એટલા માત્રથી જ તેઓ આત્માર્થી છે તેમ જોવામાં આવતું નથી. ભૌતિક ઉન્નતિ માટે તેઓ વધારે સાધનાશીલ હોય છે, મંત્ર-તંત્રનો પણ પ્રયોગ કરે છે અને ભકતને સુખી કરી પોતે પણ તે સુખના અભિલાષી હોય છે. આમ કુળગુરુ તે વિશેષ કલ્પનાના આધારે, એક માન્યતાના આધારે પોતાની પરંપરા જાળવી રાખે છે પરંતુ ત્યાં આત્માર્થ જોવામાં આવતો નથી કે તેઓ આત્માર્થી છે તેમ પણ જોવામાં આવતું નથી.
બધા કુળગુરુ આત્માર્થી હોતા જ નથી તેમ કહેવાનો ભાવ નથી અને કુળગુરુ બની જવાથી તેઓ આત્માર્થી થઈ જાય છે તેવો પણ ભાવ નથી. હોઈ શકે છે કે કોઈ સાચા આત્માર્થી પરમાર્થનું જ્ઞાન ધરાવતા કોઈ યોગ્ય પુરુષ કોઈ પરિવારના કુળગુરુ પણ હોઈ શકે છે. કુળગુરુ પણ એક મનુષ્ય છે. મનુષ્ય માત્રને આત્મજ્ઞાન સ્પર્શ થવાનો અવકાશ છે એટલે અહીં એકાંતે બધા કુળગુરુ આત્માર્થી નથી તેમ નિશ્ચયાત્મક વાણી ન કહેતા ત્યાં આત્માર્થી નહિ જોય તેમ સ્પષ્ટ કર્યું છે “નહિ જોય” નો અર્થ છે. પ્રાયઃ જોવામાં આવતાં નથી. અધિકતર ભૌતિક સંપતિને આધારે જે કુળગુરુઓ પરંપરા ધરાવે છે ત્યાં લગભગ આત્માર્થીપણું હોતું નથી, જોવામાં પણ આવતું નથી, તેમ સામાન્યપણે જણાવ્યું છે. આની પાછળનો હેતુ એ છે કે કુળગુરુનો આગ્રહ રાખીને જીવો આત્માર્થ તરફ જવા માટે જરાપણ તૈયાર ન થાય. ભલે કુળગુરુને પૂજે કે માને કે તેની કલ્પના રાખે પરંતુ ઉપાસક પોતે આગળ વધીને આત્માર્થનો સ્પર્શ કરે, આત્માર્થી બને તેવી પરોક્ષભાવે પ્રેરણા આપવામાં આવી છે. સત્ય તરફ ઢળ્યા પછી કુળગુરુ તરફથી ભૌતિક સંપતિની આશા અને આસકિત બન્નેનો લય થાય અને જીવ સત્યનું અવલંબન કરી સાચા અર્થમા ધર્મને
:
૩૩૩