Book Title: Updhan Tap Margdarshika Author(s): Punyankar Mitra Parviar Publisher: Punyankar Mitra Parviar View full book textPage 9
________________ રાત્રે સૂતી વખતે કાનમાં રૂનાં પૂમડાં (કુંડલ) નાંખવાં અને દિવસે તે સંભાળીને રાખવાં. બે વાર તેનું પ્રતિલેખન કરવું. સવારે ઉપધાનની ક્રિયા થયા પૂર્વે સ્પંડિલ ન જવું. પ્રતિલેખન કરતાં બોલવું નહિ. હાથમાં સ્પંડિલ કે માત્રાની કુંડી રાખીને બોલવું નહિ. એંઠા મુખે બોલવું નહિ. વાપર્યા બાદ થાળી ધોઈને પીવી - પછી નેપ્કીનથી લૂછી દેવી. વાપર્યા બાદ તિવિહારનું પચ્ચખાણ લેવું. તમામ ક્રિયા અપ્રમત્તભાવે ઊભા ઊભા શુદ્ધ ઉચ્ચારપૂર્વક ઉપયોગપૂર્વક કરવી. બોલતી વખતે ઉઘાડા મોઢે ન બોલાય, મુહપત્તિ રાખીને બોલવું. ચાલતાં, નીચે જોઈને ચાલવું. કોઈ જીવ પગ નીચે કચડાઈના જાય તેની તકેદારી રાખવી. કાચા પાણીમાં પગ ન પડે, લાઈટની ઉજેહિ ના લાગે, વનસ્પતિનો, લીલોતરીનો, દાણાનો, ધન-ધાન્યનો સ્પર્શ-સંઘટ્ટો ન થવો જોઈએ. બેસતી વખતે કટાસણા વગર ન બેસાય. સંસાર ૪૭ દિવસ માટે છોડી દીધો છે, એટલે સંબંધીઓ સાથે ઘર સંબંધી, દુકાન સંબંધી, સંસાર સંબંધી કોઈ વાત થાય નહીં. મળવા આવે તો આરાધનાની વૃદ્ધિ થાય એવી જ વાત કરવી. સૂર્યાસ્ત બાદ માગું કરવું વિ. અનિવાર્ય કારણ સિવાય હલનચલન કરાય નહિ, એક સ્થાને બેસવું. કાર્ય પડતાં દિંડાસનથી ભૂમિ પૂજતાં પૂંજતાં જવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28