Book Title: Updhan Tap Margdarshika
Author(s): Punyankar Mitra Parviar
Publisher: Punyankar Mitra Parviar

View full book text
Previous | Next

Page 13
________________ જૂઠું બોલવું નહીં. કોઈની વસ્તુને અડવું નહીં. વિજાતીય તરફ રાગદષ્ટિથી જોવું નહીં. મન બહેકાવે એવા કુવાંચન, કુશ્રવણ, કુવિચાર કરવા નહીં, પૂર્વકાલીન ભોગસ્મરણ કરવું નહીં. વાત-વિકથા-ગપ્પામાં સમય બગાડવો નહીં. નખ કાપવા જ પડે તો તેને ચૂનામાં ચોળી કપડાંની પોટલીમાં બાંધી નિર્જીવ ખાડામાં પરઠવવા. અરીસામાં શરીર, મોઢું જોવું નહીં. નીલિમાં થોડી ઉણોદરી (ભૂખ કરતાં ઓછું ખાવું) રાખવી, આકંઠ ભોજન ન કરવું. નીવમાં દ્રવ્યો ઘણાં અને રસ ભરપૂર હોય એટલે આપણે જાતે દ્રવ્યોનો નિયમ કરી લેવો, કે આટલા દ્રવ્યથી વધારે વાપરવાં નહીં વિ.વિ. રાત્રે ૯ કલાકથી અધિક સૂવું નહીં (દિવસે તો સૂવાનું છે જ નહીં). ચરવળો મુહપત્તિ વિ. એક હાથથી દૂર જવાં જોઈએ નહીં. - સવારે પ્રતિક્રમણ વિ. ક્રિયા કરી ઊંઘવું નહીં. નિષ્કારણ શરીર દબાવવું નહીં. ભાઈઓએ બધા સાધુ મ.સા.ને, બહેનોએ બધાં સાધ્વીજી મ.સા.ને બે ટાઈમ વંદન કરવું જોઈએ. ૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28