Book Title: Updhan Tap Margdarshika
Author(s): Punyankar Mitra Parviar
Publisher: Punyankar Mitra Parviar
View full book text
________________
ઉપધાન તપ : મહિમાગાના
સંસારની ઉપાધિ છોડીને પૌષધની ઉપાધિ દ્વારા સમાધિનું આરાધન : ઉપધાન તપ. સાવદ્યના ખારા જલથી છલકાતા સંસારરૂપી સમુદ્રની વચ્ચે એક
મજાનો બેટ : ઉપધાન તપ. જ રાગ-દ્વેષના પ્રદૂષણ વગરનું પરિશુદ્ધ પર્યાવરણ : ઉપધાન તપ.
સમ્યગ્દર્શનના દીવડાને ઝગમગતો અને ઝળહળતો કરી દે તેવું એક અદ્ભુત ભાવાવરણ : ઉપધાન તપ. જ્ઞાન અને ક્રિયાનો સુભગ સમન્વય : ઉપધાન તપ. ગૃહવાસથી મુક્ત બની ગુરુકુલવાસમાં રહેવાનો એક તારક અનુભવ : ઉપધાન તપ. અનુકૂળતાનો પ્રેમ અને પ્રતિકૂળતાનો તિરસ્કાર કરવાના અનાદિના સંસ્કારને તોડવાની આધ્યાત્મિક પ્રયોગશાળા : ઉપધાન તપ. Experiment થી Experience સુધીની એક શુભ મંગલયાત્રા : ઉપધાન તપ. પંચાચારના પુષ્પ છોડવાથી મઘમઘાયમાન બગીચો : ઉપધાન તપ. સાત્ત્વિક, સાંસ્કારિક અને સાધક દિનચર્યાથી મઢેલું અનુષ્ઠાન ઉપધાન તપ. સમગ્ર જીવન ઉપર ઘેરો પ્રભાવ પાથરતું એક આત્મપ્રભાવક અનુષ્ઠાન : ઉપધાન તપ. ચારિત્ર્યજીવનના એક નાનકડા અનુભવમાંથી અનુરાગ અને અનુબંધ સુધી પહોંચાડે તેવું સમર્થ અનુષ્ઠાન : ઉપધાન તપ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 25 26 27 28